Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

ડાયાબિટીસ ભગાવતી આ દવાને તમે 'જાદુ' પણ કહીં શકો


-સ્વાદે શેરડી કરતાં પણ ત્રણ ગણો ગળ્યો આ છોડ ડાયાબિટીસ ભગાવવા સક્ષમ

આપણા દેશમાં 2 કરોડથી વધુ લોકો ડાયાબિટીસની બિમારીથી પીડાય છે. એટલું જ નહીં 2020 સુધીમાં આ રોગથી પિડાતા લોકોની સંખ્યા એટલી વધી જશે કે દર પાંચમાંથી એક વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર હશે.

આ ડાયાબિટીસનો ઈલાજ કરવાનો એક ઉત્તમ ઉપાય મળી ગયો છે. જે આપને ડાયાબિટીસનો ખાતમો કરવામાં ખૂબ મદદરૂપ થશે. આ આયુર્વેદિક પ્લાન્ટનું નામ સ્ટીવિયા છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે ગળ્યુ ખાવું જીવલેણ છે. તેથી જો તેઓ ક્યારેક ગળ્યું ખાઈ લે તો તે બાદ જો આ સ્ટીવિયા પાન ચાવી લેવામાં આવે તો તેમનો ડાયાબિટીસ વધતો નથી.

આ પાંદડા સ્વાદે શેરડી કરતાં ત્રણ ગણા મીઠા છે. તેમ છતાં તે શુગર ફ્રી છે. એટલા બધા મીઠા હોવા છતાં તે શુગર ઘટાડે છે સાથે જ તેનાથી છુટકારો પણ અપાવે છે.

જમવા બેસતા 20 મીનિટ પહેલા સ્ટીવિયા પત્તા ખાવાથી ઘણો ફાયદો થાય છે. આ આયુર્વેદિક છોડ ઘરમાં પણ તમે વાવી શકો છો. એક વખત આ છોડ વાવ્યાં બાદ તેનો ઉપયોગ તમે પાંચ વર્ષ સુધી કરી શકો છો. આ છોડના આટલા બધા ગુણો વિશે જાણ્યાં બાદ ઘણી આયુર્વેદિક કંપનીઓએ તે સંબંધિત દવાઓ બનાવવાની શરૂ પણ કરી દીધી છે.

વિશ્વના આશરે 20 દેશોની સરકારે આ છોડની દવાઓ બનાવવાની માન્યતા આપી દીધી છે. વર્ષ 1920માં સ્ટીવિયાને જાપાનના શુગરના ઓલ્ટરનેટિવ તરીકે રજુ કરવામાં આવ્યું હતું

2 ટિપ્પણીઓ: