Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

માત્ર એક પાન દરરોજ, પૈસાની સાથે મળશે સ્વસ્થ જીવન પણ..

 
આજના સમયમાં પૈસા એ માણસની સૌથી મોટી જરૂરિયાત બની રહી છે.પૈસો ભલે ને આપણાં માટે સર્વસ્વ ના હોય પરંતુ ઘણુંબધુ તો ચોકક્સ છે. દરેક વ્યક્તિને ધનની જરૂર તો રહે જ છે.આ જ કારણે આપણે પોતાનાં સ્તર પ્રમાણે વધારે ને વધારે ધન કમાવવાનાં પ્રયાસ કરીએ છીએ જેથી કરીને પોતે કે તેનાં કુંટુંબને પૈસાનાં અભાવમાં જીવન જીવવુ ના પડે.

જ્યોતિષ અને ધર્મશાસ્ત્રોમાં ધનપ્રાપ્તિનાં અચુક ઉપાય આપવામાં આવ્યા છે. ધન માટે દેવી મહાલક્ષ્મીની કૃપા મેળવવી સૌથી જરૂરી છે. જો કોઇ વ્યક્તિની કુંડળીમાં ગ્રહ બાધાઓને કારણે ધનપ્રાપ્તિનો યોગ નાં હોય તો તે ગ્રહ દોષોમો યોગ્ય ઉપચાર કરવો જોઇએ.તેની સાથે દેવી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઇએ.

શાસ્ત્રો અનુસાર તુલસીને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.તેની દરરોજ પૂજા કરવાથી દરેક દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.જેનાથી ઘરનાં સભ્યોની આર્થિક મુશ્કેલીઓ દુર થાય છે. તેની સાથે જ વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઘરમાં હોવાથી ઘણાં પ્રકારનાં વાસ્તુ દોષ દુર જાતે જ સમાપ્ત થઇ જાય છે.

આયુર્વેદ અનુસાર એક તુલસીનું પત્તું દરરોજ ખાવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ બની રહે છે.આ ઉપરાંત વ્યક્તિને સકારાત્મક ઊર્જા મળે છે.તુલસીનાં પૂજન બાદ એક પત્તું પ્રસાદ સ્વરૂપે દરરોજ ખાવાથી આપણી દરેક સમસ્યાઓ દુર થાય છે અને આવકનાં દરેક સ્ત્રોતોથી ફાયદો પણ મળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો