Translate

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2011

ડાયાબિટીસમાં વપરાતી દવા - ગોળીઓ


ડાયાબિટીસમાં વપરાતી દવા - ગોળીઓ
જયારે ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લીધા વગર ડાયાબિટીસને કાબૂમાં રાખવાની ગોળીઓ શોધાઇ ત્યારે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો નોંધાયો!! આ વધારો નોંધાવાનુ કારણ એટલું જ હતું કે ઘણા બધા લોકો ડાયાબિટીસ આવશે તો ઇન્સ્યુલિનનાં ઇન્જેકશન લેવાં પડશે એવી બીકે ચેકઅપ જ નહોતા કરાવતા, એ બધા લોકોએ ચેકઅપ કરાવી લીધુ અને જેમનામાં ડાયાબિટીસનું નિદાન પાકું થયું એમણે ડાયાબિટીસને કાબૂમાં રાખવાની ગોળી અપનાવી લીધી! અહીં દવાઓની ચર્ચા સામાન્ય જાણકારી માટે જ કરી છે. ડોકટરને પૂછયા વગર કોઇ દવા જાતે લેવી નહીં. ડાયાબિટીસના દર્દીમાં બ્લડશુગર ઘટાડવાનું કામ કરતી આ દવાઓનાં મુખ્ય બે જૂથ છે (૧) સલ્ફોનાઇલયુરિયા અને (૨) બાઇગ્વાનાઇડસ. આજકાલ સલ્ફોનાઇલયુરિયા જૂથની દવાઓનો વપરાશ વધુ થાય છે. સલ્ફોનાઇલયુરિયા જૂૂથની દવાઓ ઘણાં વર્ષોથી શોધાયેલ છે. અને નવી નવી દવાની શોધ થયા જ કરે છે. એટલે આ દવાઓને બીજા બે પેટા જૂથમાં વહેંચવામાં આવે છે - પહેલી પેઢી { First Generation ) અને બીજી પેઢી ( Second Generation ) . પહેલી પેઢીની સલ્ફોનાઇલયુરિયા દવાઓમાં ટોલબ્યુટામાઇડ, કલોરપ્રોપેમાઇડ, ટોલાઝેમાઇડ અને એસિટોહેક્ષેમાઇડનો સમાવેશ થાય છે. બીજી પેઢીની સલ્ફોનાઇલયુરિયા દવાઓમાં ગ્લીપીઝાઇડ (ગ્લુકોટ્રોલ, ગ્લાઇનેઝ), ગ્લીબેન્કલેમાઇડ (ડેઓનીલ, યુગ્લુકોન, ગ્લાઇબોરલ), ગ્લાઇકલેઝાઇડ (ગ્લાઇસીગોન, ડાયામાઇક્રોન) વગેરે આવે છે. પહેલી પઢીની દવાઓ કરતાં બીજી પેઢીની દવાઓ દશથી બસ્સો ગણી વધારે અસરકારક છે! વળી, બીજી પેઢીની દવાઓની આડઅસર પણ પ્રમાણમાં ઓછી છે. આ ફાયદાઓને લીધે ગ્લીબેન્કલેમાઇડ અને ગ્લીપીઝાઇડ જેવી બીજી પેઢીની સલ્ફોનાઇલયુરિયા દવાઓનો વપરાશ વધુ પ્રમાણમાં થાય છે. ગ્લાઇકલેઝાઇડ અને ગ્લીબેન્કલેમાઇડ બંને દવા દિવસમાં માત્ર એક વખત લેવામાં આવે તો પણ આખો દિવસ એની અસર રહે છે. જો કે વધુ ડોઝમાં (બે ગોળીથી વધુ) લેવાની જરૂર પડે ત્યારે દિવસમાં એકને બદલે બે વખત દવા લેવી વધુ હિતાવહ હોછે.
સલ્ફોનાઇલયુરિયા દવાઓ કઇ રીતે કામ કરે છે?સલ્ફોનાઇલયુરિયા જૂથની દવાની આડઅસર શું છે?
         સલ્ફોનાઇલયુરિયા જૂથની દવા કોને ઉપયોગી છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો