Translate

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2011

કેન્સર મટી જાય તેવી જડીબુટ્ટીવાળી આદિવાસી સિગારેટ


અમદાવાદ: આજે વિશ્વ તમાકુ વિરોધી દિવસે સમગ્ર વિશ્વની સંસ્થાઓ સિગારેટ પીવાના ગેરફાયદા રજૂ કરશે ત્યારે અમદાવાદ સ્થિત ફાર્મા કંપની
અભૂમકા હર્બલ કેન્સર સામે પ્રતિકાર કરી શકે તેવી સિગારેટ બનાવવાની યોજના ઘડી રહી છે.


કંપનીએ આ આદિવાસી સિગારેટને ડાંગના આદિવાસીઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી ડ્રગ ડિલિવરી સિસ્ટમ તરીકે રજૂ કરી છે અને તેનું વેપારી ધોરણે ઉત્પાદન કરવા સજ્જ થઈ રહી છે.

અભૂમકા હર્બલના ડિરેક્ટર (આર એન્ડ ડી) ડો. દીપક આચાર્ય જણાવે છે કે આદિવાસી સિગારેટમાં તમાકુ કે નિકોટિન નથી. તે સંપૂર્ણપણે જડીબુટ્ટીઓમાંથી બને છે અને તેનું ધૂમ્રપાન સુરક્ષિત છે. આદિવાસી સિગારેટ ચોક્કસ ઝાડનાં પાંદડાંને વાળીને તેની અંદર પસંદગીની થેરાપ્યુટિક જડીબુટ્ટીઓ તેમજ કેટલીક સુગંધિત જડીબુટ્ટીઓ નાંખીને તૈયાર કરવામાં આવે છે.

તેઓ ઉમેરે છે કે આદિવાસી સિગારેટ વર્ષોથી સિદ્ધ થયેલી છે અને તે આદિવાસીઓના વર્ષો જૂના પરંપરાગત જ્ઞાન અને રિવાજોને આધારે તૈયાર કરાઈ છે. આદિવાસી પદ્ધતિ દ્વારા કેન્સરની સારવાર કરવાની આ પદ્ધતિ ડો. આચાર્ય દ્વારા અકસ્માતે શોધાઈ હતી. ડો. આચાર્ય જણાવે છે કે તેઓ જ્યારે તેમના મિત્ર સાથે ડાંગના આદિવાસી વિસ્તારોનું ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે ડાંગમાં એક સ્થાનિક આદિવાસી ડોક્ટર (જેને ભગત તરીકે ઓળખવામાં આવે છે.)

મહારાષ્ટ્રના એક દર્દીની સારવાર કરી રહ્યો હતો જેના ગળામાં ગાંઠો હતી અને તેના મોઢામાં ચાંદાં હતાં. દર્દી બોલી પણ શકતો ન હતો તેણે મુંબઈના ટોચના ફિઝિશિયનની સારવાર લીધી પણ કોઈ ફરક પડ્યો ન હતો. આ આદિવાસી ડોક્ટરે વિશિષ્ટ પદ્ધતિથી તૈયાર કરાયેલી સિગારેટ તેને ચાર દિવસ સુધી પીવા જણાવ્યું. પરીક્ષણ બાદ જણાયું હતું કે દર્દીને જે આદિવાસી દવા અપાઈ હતી તે અને કેન્સરના દર્દીને અપાતી દવાનાં ફોર્મ્યુલેશન એક જ હતાં. માત્ર તેની ડિલિવરી સિસ્ટમ અલગ હતી.

રસપ્રદ રીતે ડાંગના કેટલાક વિસ્તારોમાં બાળક જ્યારે મોટો થાય છે ત્યારે તેને આ સિગરેટ પીવા આપવામાં આવે છે. ડો. આચાર્યએ દાવો કર્યો હતો કે ડાંગ જિલ્લામાં કેન્સરના એકપણ કેસ નોંધાયા નથી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો