Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

ચામડીના રોગનો સરળ ઉપચાર



આરોગ્ય ચિંતન
ચામડીના અને લોહીના રોગ અનેક પ્રકારના હોય છે, અને આજકાલ આવા રોગનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. આ ત્વચા અને લોહી બગાડના રોગો વધવાનાં મૂળભૂત કારણો કયાં? જોઈએ, વિરુદ્ધ આહાર દ્રવ્યોનો સતત કે વધારેપડતો ઉપયોગ, તીક્ષ્ણ અને અતિ ખાટા, ખારા આહાર દ્રવ્યોનો ઉપયોગ. હીન કોટીના અપોષક અને વિટામિન હીનતાવાળાં આહાર દ્રવ્યોનો સતત ઉપયોગ, પૂરતા પ્રકાશ અને તડકાનો અભાવ, ત્વચાની અસ્વચ્છતા, લિપસ્ટિક, સ્નો, પાઉડર જેવાં કોસ્મેટિક સૌંદર્ય પ્રસાધનો અને સાબુ, શેમ્પૂ જેવાં કેમિકલ દ્રવ્યોનો ઉપયોગ, સિન્થેટિક વસ્ત્રોની એલર્જી તથા આધુનિક ઔષધોની સાઈડઇફેક્ટ અને એલર્જી, સાબુ કે લોશનનો વધારેપડતો ઉપયોગ તથા ચેપી જંતુઓના સંપર્કથી પણ ત્વચાના રોગ આમસમાજમાં વધ્યા છે. આ ઉપરાંત વધારે પડતું તડકામાં કે ગરમ જગ્યાએ રહેવું. વધારે પડતી કસરત કરવી, ધૂમ્રપાન, તમાકુનો ઉપયોગ વગેરેથી પણ ત્વચાના અને લોહીના રોગનું પ્રમાણ વધ્યું છે. આ વિષયના છેલ્લાં સંશોધનો પ્રમાણે એ પણ જાણી શકાયું છે કે માનસિક કારણોથી પણ ત્વચાના રોગ થાય છે.
ચામડીના આ રોગના બે પ્રકાર પાડી શકાય. (૧) જેમાં ત્વચામાં ખંજવાળ, બળતરા, પાણીનો સ્રાવ થવો, લાલાશ તથા સોજો વગેરે હોય છે. આ વિભાગમાં ખસ, ખરજવું, દાદર-રિંગવર્મ, એલર્જીજન્ય વિકૃતિઓ વગેરેનો સમાવેશ કરી શકાય. (૨) જેમાં સફેદ ડાઘ, કાળા ડાઘ, તલ, સોરાયસીસ, રક્તમંડળ, કરોળિયા, મસા વગેરેનો સમાવેશ કરી શકાય. આવા રોગમાં ત્વચાનો રંગ બદલાઈ છે, જેમાંથી કેટલાકમાં ખંજવાળ અને બળતરા હોય છે અને કેટલાકમાં હોતી નથી.
મારી પાસે ત્વચાના રોગના ઉપચારાર્થે આવતા દર્દીઓના હું બે વિભાગ પાડું છું (૧) જેમની ત્વચા ખૂબ જ ઓછી બગડી હોય અને રોગ લાંબા સમયનો ન હોય, એવા રોગીઓ (૨) જેમનો રોગ ત્વચા પર ખૂબ જ ફેલાયો હોય, ખંજવાળ, બળતરા, સોજો વધારે હોય અને જે રોગ એક વર્ષથી વધારે જૂના હોય.
આમ તો ત્વચાના અને લોહીના રોગનું પ્રત્યક્ષ નિદાન કરાવ્યા પછી જ ઉપચારક્રમ ગોઠવાય તો ઉત્તમ અને સફળ પરિણામ મળે છે. આમ છતાં ખસ, ખરજવું, અને દાદર જેવા ત્વચાના સામાન્ય રોગમાં જે ઉપચારક્રમ સફળ છે, તેનું અહી નિરૂપણ કરું છું :
* ગંધક રસાયન ટેબ્લેટ એક, આરોગ્યર્વિધની ટેબ્લેટ એક, ત્રિફલા ટેબ્લેટનો ભુક્કો કરી સવારે, બપોરે અને રાત્રે એક કપ જેટલા સારિવાદિ ક્વાથ સાથે લેવી.
* મહામંજિષ્ઠાદિ ક્વાથ નાના અડધા કપની માત્રામાં સવારે અને રાત્રે પીવો.
* ખદિરારિષ્ટ ચારથી છ ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવો.
* રોજ રાત્રે હરડે, ત્રિફળા કે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણનો હળવો જુલાબ લેવો.
* બહારથી લગાડવાનાં ઔષધોમાં લીંબોળીનું તેલ, લસણ તેલ, કણજીયું તેલ, ત્રિફલા તેલ, ત્રિફલા ઘૃત, બાવચીનું તેલ, જાત્યાદિ તેલ, મરિચાદિ તેલ, ગંધકનો મલમ, ફટકડીનો મલમ, તુથ્થમલમ વગેરેમાંથી કોઈ પણ રોગને ધ્યાનમાં રાખીને લગાડી શકાય.
* ત્વચા અને પેટની સ્વચ્છતા.
* વિરુદ્ધ આહાર દ્રવ્યોનો ત્યાગ. નમક સાવ ઘટાડી નાખી માત્ર મગનું પાણી, દૂધ અને રોટલી પર રહેવામાં આવે તો ઝડપી અને કાયમી ફાયદો થાય છે.
* ત્વચા અને લોહીના રોગમાં પચવામાં ભારે, અમ્લ-ખાટી, વિદાહી, પદાર્થ, દૂધ સાથે ખાટાં ફળો, દહીં, માછલી, ગોળ, ગરમ મસાલા, અથાણાં, પાપડ વગેરે વધારે લવણવાળી ચીજો ત્યાજ્ય છે.


3 ટિપ્પણીઓ:

  1. ખુબજ સરસ માહિતી...

    ખીલ, ચામડિનાં રોગો, અને વજન ઘટાડવા માટે આ વેબ સાઇટ ની મુલાકાત લો.

    VISIT : http://khilanehathilarog.wordpress.com/

    1. શું ચહેરો નાં દેખાય ઍવા ખીલ થાય છે ?

    2. શરીરનું વજન નહી ચરબી ઉતારો....

    3. ચહેરાને ચમકતો બનાવો...

    4. ગેગરિનમાં અદભૂત પરિણામ - સુપર ક્લોરોફિલ લગાવો

    5. દરેક વ્યક્તિ ઝડપથી પોતાનું વજન ઘટાડવા ઇચ્છે છે

    6. ચામડીનાં હઠીલા, અસાધ્ય, જૂના રોગો માં ચમત્કારિક પરિણામ

    VISIT : http://khilanehathilarog.wordpress.com/

    આભાર.

    ધ્યાન આપો : ડાયાબિટીસ, વજન ઘટાડવા, ચામડિનાં રોગો, અસ્થામાં, બીપી, કોલેસ્ટ્રોલ, સ્વાસ્થ્ય સબંધિત તકલીફો માટે.

    જવાબ આપોકાઢી નાખો
  2. ખૂબ જ સરસ માહિતી આપેલ છે.ચર્મ રોગ તે હઠીલા અને વધુ સમય સુધી ટકી ને દર્દી ને હેરાનપરેશાન કરી નાંખે છે.Good information👌💐

    જવાબ આપોકાઢી નાખો