Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

ઘરના નુસ્કા


શીળસ

* કળથીની રાબ બનાવીને તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
* રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે.
* ૮ થી ૧૦ કોકમ ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાણી, તેમાં સાકર તથા થોડું જીરું નાખી દિવસમાં બે વાર પીવાથી કોઈ દવાથી ના મટતું શીળસ માટે છે.

* ૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી તથા શીળસ પર લેપ કરવાથી શીળસ મટે છે.
* ૧ ડોલ નવસેકા પાણીમાં ૧ થી ૨ ચમચી ખાવાનો સોડા (સોડા-બાય-કાર્બ) નાખી તે પાણીથી સ્નાન કરવાથી શીળસ માટે છે.
* પાવલીભાર અજમો લઇ વાટી તેમાં તેટલા જ ગોળ સાથે રોજ સવારે નરણે કોઠે ગળી જવો. જરૂર પડે તો રાત્રે પણ આમ કરવું. આ પ્રયોગથી શીળસ મટે છે.


કૂતરું કરડે


* કૂતરું કરડ્યું હોય તો તેના પર હિંગને પાણીમાં ઘૂંટીને ચોપડવાથી ફાયદો થાય છે.
* કૂતરું કરડ્યું હોય તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી, લસણની ચટણીને પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ આ પ્રમાણે કરવાથી) કૂતરાના ઝેરનો નાશ થાય છે.
* હડકાયું કૂતરું કરડ્યું હોય તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા પર લગાડવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.


શીતળા

* શીતળાનો રોગચાળો ચાલતો હોય ત્યારે આમલીના પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી.
* હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતલના જામી ગયેલા ઘા પર ભભરાવવાથી ફાયદો થાય છે.
* ધાણા અને જીરૂ રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી તેના વડે આંખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી.
* શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સાથે પીવાથી શીતળાનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.


તાવ

* કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આની ભાર મીઠું ગરમ પાણીમાં દિવસમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતારી જાય છે અને તાવ ઊતર્યા પછી સવાર-સાંજ દોઢ આની ભાર મીઠું બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી.
* કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો ફૂદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઊતરી જાય છે.
* સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મુકવાથી તાવ ઉતારે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
* કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળી, નીચે ઉતારી, ૧૦ મીનીટ ઢાંકી રાખી પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે.
* લસણની પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલમાં કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે.
* તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મત છે.
* ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
* તુલસીના પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ નાખી લેવાથી ફ્લુનો તાવ મટે છે.
* પાંચ ગ્રામ તાજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઊકળતા પાણીમાં નાખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફ્લુનો તાવ-બેચેની મટે છે.
* ૧૦ ગ્રામ ધાણા અને ૩ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફ્લુનો તાવ મટે છે.
* એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે.
* ફુદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
* ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે.
* મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.
* જીરું વાટીને ચારગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણે કોઠે પીવાથી ટાઢિયો તાવ માટે છે.
* ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ માટે છે.
* તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મલેરિયાનો તાવ માટે છે.
* તુલસીનો રસ ૧૦ ગ્રામ આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી મલેરિયાનો તાવ મટે છે.
* ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઊતરે છે.
* મલેરિયાના તાવમાં વારંવાર ઊલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી , થોડી થોડી વારે પીવાથી ઊલટી માટે છે.
* ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
* મઠ કે મઠની દાળનો સૂપ પીવાથી રોજ આવતો તાવ માટે છે.
* એલચી ૩ નંગ તથા મારી ૪ નંગ રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે ટે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં ચાર વાર પીવાથી જીર્ણ તાવ માટે છે.
* તુલસીનો રસ ૧૦ ગ્રામ, મરીનું ચૂર્ણ ૫ ગ્રામ ૦| ચમચી મધમાં મેળવીને લેવાથી ટાઈફોઈડનો તાવ માટે છે.
* વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ માટે છે.
* શરદીને લીધે આવતા તાવમાં તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી તાવ માટે છે.
* સનીપાતના તાવમાં શરીર ઠંડું પડી જાય ત્યારે ગરમી લાવવા માટે રાઈના તેલની માલીશ કરવાથી આરામ થાય છે.
* હિંગ અને કપૂરની સરખે ભાગે ગોળી બનાવી (કપૂર-હિંગવટીની ગોળી જે દવાવાળાને ત્યાં પણ મળે છે.) એકથી બે ગોળી લઈ આદુના રસમાં પીવાથી સનેપાત (લવરી)નો તાવ માટે છે અને દર્દી ભાનમાં આવે છે.
* ફ્લુના તાવમાં ૩ તોલા પાણી સાથે ૧ લીંબુનો રસ દિવસમાં ચાર-પાંચવાર પીવાથી ફ્લુનો તાવ ઉતરે છે.
* આદુ લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ-શરદી કે તાવ તેમ જ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.


હરસ-મસા

* તલ વાટી માખણમાં ખાવાથી હરસ-મસા માટે છે.
* સૂંઠનું ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી હરસ-મસા માટે છે.
* સવારે નરણે કોઠે એક મુઠ્ઠી જેટલા કાળા તલ થોડી સાકાર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
* સુકા હરસ થયા હોય તો છાસમાં ગોળ નાખીને અને લોહીપડતા મસા હોય તો છાશમાં ઇન્દ્રજવ નાખીને લેવાથી હરસ-મસા મટે છે.
* કેરીના ગોટલાનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ-મસા મટે છે.
* મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી, ગાળી, પીવાથી હરસ-મસા માટે છે.
* ઘીમાં સૂરણ તળીને ખાવાથી હરસ-મસા મટે છે.
* કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ-મસા મટે છે.
* ધાણાને રાત્રે પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
* એક ચમચી કારેલાના રસમાં સાકાર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે.
* ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
* કાંદાના નાના ટુકડા કરી તડકામાં સુકવી, તેમાંથી એક રૂપિયાભાર જેટલા ઘીમાં તળી તેમાં થોડા કાળા તલ અને સાકરનું ચૂર્ણ નાખી સવારે ખાવાથી મસા મટે છે.
* કોથમીરને વાટી, ગરમ કરી, પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે.
* જીરાને વાટી, તેની લુગદી કરીને બાંધવાથી માંસમાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખુબ દુખતા મસા અંદર જાય છે.
* ચોખ્ખી હળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણી સાથે રાત્રે સુતી વખતે લેવાથી મસા મટે છે.
* મસૂરની દાળ, રોટલી ને છાશ રોજ ખાવા તેમાં જ દાળમાં ઘી અથવા માખણ નાખી ખાવાથી, મરચું અને ગરમાગરમ મસાલા વગરનું ખાવાથી દૂઝતા મસા મટે છે.
* કોકમના ફૂલનું ચૂર્ણ દહીંની મલાઈ સાથે મેળવી, જરાક ગરમ કરી દિવસમાં ત્રણ વાર ખાવાથી મસામાં પડતું લોહી બંધ થાય છે.
* જીરાને શેકીને તેમાં સરખે ભાગે કાળા મારી તથા સિંધવ મેળવીને ચૂર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી હરસ-મસા મટે છે.
* સૂંઠ,જીરૂ અને સિંધવનું ચૂર્ણ દહીંના મઠામાં મેળવી, જમ્યા પછી લેવાથી હરસ-મસા મટે છે.
* જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ-મસા મટે છે.
* ગરમ દૂધ સાથે ૧-૨ ચમચી દિવેલ પીવાથી હરસની પીડા માટે છે અને ગુદા પર થતા ચીરા પણ મટે છે.
* કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી દૂઝતા હરસ માટે છે.
* હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી, ગાયમાં ઘીમાં પીસી, હરસ-મસા પર લેપ કરવાથી હરસ-મસા નરમ પડી તરત જ સણકા બંધ થાય છે.
* જંગલી સૂરણના નાના ટુકડા કરી, તડકે સુકવી, તેણે ખાંડી, ચૂર્ણ બનાવીને ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી હરસ-મસા મટે છે.
* ફીશર (ગુદા માર્ગમાં વાઢીયા) થયું હોય તો સવારનો પહેલો પેશાબ થોડો જવા દી બાકીનો એક વાસણમાં લેવો. જેટલો પેશાબ હોય તેટલું પાણી ઉમેરી દિવસમાં ત્રણવાર પિચકારી વડે ગુદા માર્ગેથી પેશાબ ચડાવવો અને દશેક મીનીટ ઊંધા સૂઈ રહેવું. અઠવાડિયામાં ફીશર મટી જાય છે.

દમ-શ્વાસ

* દમનો હુમલો થયો હોય તો એક પાકું કેળું લઈને તેને, દીવાની જ્યોત પર ગરમ કરી પછી તેને છોલીને મરીનો ભૂકો તેના ઉપર ભભરાવીને ખાવાથી આરામ થાય છે.
* ઘી સાથે દળેલી હળદર છાતી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
* બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે.
* રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.
* હળદર મારી અને અડદએ ત્રણેને અંગારા પર નાખી ધુમાડો લેવાથી દમમાં તરત રાહત મળે છે.
* દસ પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે.
* એલચી ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
* દરરોજ થોડી ખજુર ખાવાથી ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાયછે અને દમ મટે છે.
* બે-ત્રણ સુકા અંજીર સવારે અને રાત્રે દુધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ મટે છે.
* નાગરવેલના પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
* અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
* ૧૫-૨૦ મરી વાટી મધ સાથે રોજ ચાટવાથી શ્વાસ મટે છે.
* ગાજરના રસનાં ૪-૫ ટીપા નાકમાં નાખવાથી શ્વાસ મટે છે.
* તુલસીનો રસ ૩ ગ્રામ, આદુનો રસ ૩ ગ્રામ એક ચમચી મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
* તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ ૫ ગ્રામ ભેગું કરીને લેવાથી શ્વાસ મટે છે.
* હળદર અને સૂંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
* ફૂલાવેલી ફટકડી અને સાકર સરખેભાગે લઇ દિવસમાં ચાર વખત અડધો તોલો જેટલી ફાકવાથી દમ મટે છે.
* આમળાના અઢી તોલા રસમાં એક તોલો મધ અને ૦| તોલો પીપરનું ચૂર્ણ મેળવીને લેવાથી શ્વાસ મટે છે.


દાહ-બળતરા

* મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.
* દ્રાક્ષ અને ખડી સાકર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.
* ધાણા અને સાકર પાણીમાં લેવાથી બળતરા મટે છે.
* ધાણા અને જીરૂ એક એક ચમચી લઈ અધકચરું ખાંડી રાત્રે પાણીમાં પલાળી સવારે મસળી, ગાળી તેમાં સાકર નાખી પીવાથી પેટની તથા હાથ-પગની બળતરા મટે છે.
* ધાલાજીરુંનું ચૂર્ણ ખંડ સાથે લેવાથી એસીડીટીને લીધે જમ્યા બાદ છાતીમાં થતી બળતરા માટે છે.

નસકોરી

* નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમજ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે.
* નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે.
* લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વડે નાખવાથી નાસ્કોરીનું દર્દ કાયમ માટે નાબુદ થાય છે.
* નસકોરી ફૂટેતો શેરડીના રસના ટીંપા, કાંદાના રસના ટીંપા, ગાયના ઘીના ટીંપા, દૂધના ટીંપા, ખંડના પાણીના ટીંપા, દ્રાક્ષના પાણીના ટીંપા, ઠંડા પાણીના ટીંપા, ગમેતે એક વસ્તુના ટીંપા નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે.
* નસકોરી ફૂટેતો ફટકડીનું ચૂર્ણ સુન્ઘાડવું અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત બંધ થાય છે.
* ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવીને પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
* મરીને દહીં અને જુના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
* કેરીની ગોટલીનો રસ નાક વડે સુંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
* દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે.
* મારી અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી, સૂંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઇ ગયું હોય તો ખુલે છે.
* આમળાના ચૂર્ણને દૂધમાં કાળવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાવવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે

1 ટિપ્પણી: