Translate

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011

તાવ પણ તમારો મદદગાર

તાવ પણ તમારો મદદગાર !

આ સાંભળીને તમને વિચિત્ર લાગશે પરંતુ આ સાચી વાત છે કે તાવ પણ તમને મદદગાર થઇ શકે છે. જેમ કે દર્દ પણ ક્યારેક ક્યારેક તમને મદદગાર થઇ શકે છે.આ તે લક્ષણ છે જે તમને કોઇ રોગના નિદાનમાં મદદ કરે છે. આના સિવાય આ તમને આરામ કરવા માટે મજબૂર કરી નાખે છે, જે સ્વસ્થ થવા માટે જરૂરી છે. પરંતુ હવે ખબર પડી છે કે તાવની ભૂમિકા આનાથી કેટલી વધારે છે.

તાવનો અર્થ એ છે કે તમારા શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધુ થઇ જાય એવું ઘણા કારણોને લીધે થઇ શકે છે.ન્યૂયોર્કના રોસવેલ પાર્ક સેંટર ઇસ્ટીટ્યૂટના શૈરોન ઇવાન્સ અને તેમના સાથીદારોએ તપાસ કરી છે કે વધેલ તપાસ તાપમાન તમારા પ્રતિરક્ષા તંત્રને સંક્રમણની તપાસ કરવામાં અને તેનો નાશ કરવામાં મદદ કરે છે.

શેરોન અને તેમના સાથીદારોએ કેટલાક ઉંદરોને તાવ લવડાવવા માટે તેમને 39.5 ડિગ્રી સેલ્સિયસ રાખ્યા. સામાન્ય તેમન શરીરનું તાપમાન 37 ડિગ્રી હોય છે. વધેલા તાપમાનના અસર થઇ કે ઉંદરોની લસિકાગ્રંથીમાંથી પસાર થનાર લસિકા કોશિકાઓ (લિમ્ફોસાઇટ્સ) ની સંખ્યામાં જબરજસ્ત વધારો થઇ ગયો.

હકિકતમાં જ્યારે આ લિમ્ફોસાઇટ્સ લસિકા ગ્રંથીઓ માંથી પસાર થાય છે ત્યારે શરીરની પ્રતિરક્ષા પ્રણાલીની આ તપાસ કરે છે કે તેમાંથી કઇ લિમ્ફોસાઇટ્સે કોઇ સંક્રમણકારીને ઓળખી છે કે તેનો સામનો કર્યો છે. જે લિમ્ફોસાઇટ્સે કોઇ સંક્રમણકારી વસ્તુને ઓળખી છે, તે પ્રકારના લિમ્ફિસાઇટ્સની સંખ્યામાં ઝડપી વધારો થવા લાગ્યો છે. આ વધેલી સંખ્યા લોહીની નસોમાં પહોંચે છે અને સંક્રામણ વસ્તુનો સામનો કરે છે. એટલે કે વધેલા તાપમાન શરીરના પ્રતિરક્ષાને સંક્રમણથી લડવામાં મદદ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો