Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

રવિવારે બોલો આ સૂર્ય મંત્ર,જલ્દી મળશે સફળતા અને યશ


 
જીવનમાં સુખ- દુ:ખ તો આવ્યા કરે છે પરંતુ સફળતાની સાથે સુખ માણસનાં ચરિત્ર, સ્વભાવ, બોલ અને વ્યવહારમાં સકારાત્મક પરિવર્તનો લાવીને નિરાશા અને નિષ્ફળતાને પાછળ ધકેલી દે છે. આવી સફળતા મેળવવા માટે વ્યવહારિક ઉપાયોની સાથે ધાર્મિક ઉપાયોમાં ભગવાન સૂર્યની ઉપાસનાને પ્રભાવી માનવામાં આવે છે.

આ ક્રમમાં રવિવારનાં સૂર્યદેવની ઉપાસનામાં શાસ્ત્રોમાં બતાવેલા વિશેષ મંત્રનાં સ્મરણ અને સફળતાની સાથે યશસ્વી બનાવે છે.એટલું જ નહી આ ત્વચા સંબંધી રોગોને દુર કરી તે શ્રેષ્ઠ સ્વાસ્થય અને દરેક સુખ આપે છે.

જાણીએ આ વિશેષ સૂર્ય નામ મંત્ર અને પૂજાની સરળ વિધિ -

રવિવારે સવારે સ્નાન કર્યા બાદ સફેદ વસ્ત્રો પહેરીને સૂર્યદેવનું ધ્યાન કરી પવિત્ર જળથી અઘ્ર્ય આપો.

નવગ્રહ મંદિર કે ઘરનાં દેવાલયમાં જ ભગવાન સૂર્ય દેવને લાલ ચંદનનું લેપ કરો, કંકુ,ચમેલી અને કરેણનું ફૂલ અર્પણ કરો.ભગવાન સૂર્યદેવને મોદક કે લાડુનો ભોગ લગાડો. ધુપ અને દીવો લગાડીને નીચે લખેલા સૂર્ય મંત્રને સફળતા અને યશની કામના સાથે બોલો.

विष्णवे ब्रह्मणे नित्यं त्र्यम्बकाय तथात्मने।

नमस्ते सप्तलोकेश नमस्ते सप्तसप्तये।।

हिताय सर्वभूतानां शिवायार्तिहराय च।

नम: पद्मप्रबोधाय नमो वेदादिमूर्तये।

પૂજા અને મંત્ર જાપ બાદ સૂર્ય આરતી કરી દીપજ્યોતિને ગ્રહણ કરો. ક્ષમા પ્રાર્થના જરૂર કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો