Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

ઘણી બીમારીઓની આ એક દવા છે, અજમાવીને તો જુઓ


 
આપણું શરીર એક મશીન જેવું છે જે જન્મથી લઇને મૃત્યુ સુધી સતત કાર્ય કરે છે. આપણાં દૈનિક જીવનમાં ઉપયોગમાં આવનારી મશીનરીઓની જેમ આપણે સમય-સમય પર સર્વિસીંગ કરાવીએ છીએ, તે સાથે તેનો વીમો લેવાનું પણ નથી ચૂકતા.

પરંતુ જ્યારે પણ શરીરની વાત આવે છે ત્યારે આપણે તેની સર્વિસિંગ કરાવવા વિશે ક્યારેય વિચારતા નથી. આ વાત આપણને નાની લાગતી હશે, પણ તે સાથે જ તેટલી ગંભીર પણ છે. આપણા શરીરરૂપી મશીનને ચલાવવા માટે તેલ, પાણી અને ગ્રીસિંગની જરૂર પડે છે જેથી શરીરના પાર્ટસ(અંગો) ઘસાયા વગર લાંબા ગાળા સુધી ચાલી શકે. આ માટે જરૂરી છે ચિકાશની.

ચિકાશને લઇને આપણાં મનમાં ઘણા પ્રકારની શંકાઓ હોય છે, જેમ કે કોલેસ્ટ્રોલ વધી ના જાય. પરંતુ ચિકાશ વગર આપણું શરીર ચાલી કેવી રીતે શકે નાડીઓને પોષણ કેમ મળી શકે. સંધિવા જેવા રોગના શિકાર બની જવાય. આવી દરેક વાતોને ધ્યાનમાં લઇને આપણે આપણાં શરીરનું ખાસ ધ્યાન રાખતાં યોગ્ય માત્રામાં ઘી અને તેલનો પ્રયોગ કરવો જોઇએ.


પ્રાચીન સમયમાં શરીરની માલિશ હેતુ પંચકર્મ ચિકિત્સક અભ્યંગનો પ્રયોગ કરવામાં આવતો જે સ્વયં એક રોગ ચિકિત્સા છે. તેલમાં તલનાં તેલને સૌથી સર્વોત્તમ માનવામાં આવે છે, જે શરીરમાં જલ્દી ફેલાય છે. તેલનું સૌથી સારો ગુણ છે તેનાથી શરીરમાં કફદોષ વધતો નથી. તેલમાં એક વિશેષ ગુણ હોય છે – જે દુબળા વ્યક્તિનું દુબળાપણું દુર કરે છે તો જાડા વ્યક્તિનું જાડાપણું , છે ને ખાસ વાત

તેલ પોતાનાં ગુણોથી સંકુચિત સ્ત્રોતોને ખોલે છે, રુક્ષ ત્વચા તેલથી કોમળ બને છે. તેલનો સૌથી સારો ગુણ છે કે જો તેને અન્ય દવાઓ સાથે જો મેળવવામાં આવે તો તેના ગુણોને પોતાની અંદર લઇને તે રોગોમાં લાભ પહોંચાડે છે. દરરોજ વાળનાં જડમાં તેલની માલિશ કરવાથી માથાનું દર્દ, ટાલિયાપણુ, સમયથી પહેલા વાળ સફેદ થવા જેવા લક્ષણોથી છુટકારો મળે છે.તેલ પાકેલું હોય કે કાચું, જેટલું જુનુ હોય તેટલું ગુણકારી પણ હોય છે.

બજારમાં પ્રાપ્ય આ તેલ જેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સાથી રોગથી ચિકિત્સા કરી શકાય છે.

આવો જાણીએ રોગમાં ચિકિત્સા રૂપે વપરાતાં તેલ જે આપણાં શરીરમાં ઊર્જા પુરવાનું કાર્ય કરે છે.

તલનું તેલ, ઓલિવ ઓઇલ, અળસીનું તેલ, ભૃંગરાજ તેલ, બદામનું તેલ,ચંદનનું તેલ, લવિંગનું તેલ, સરસિયાનું તેલ, એરંડિયાનું તેલ વગેર. આ દરેક તેલને જો આપણે આપણાં રોજિંદા જીવનમાં સમાવેશ કરીએ તો અનેક રોગમાં તે રામબાણ ચિકિત્સા પુરવાર થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો