Translate

શનિવાર, 17 સપ્ટેમ્બર, 2011

પુરુષોમાં મૂત્ર પ્રવૃતિ સબંધી તકલીફ થાય છે

મોટી ઉંમરના પુરુષોમાં મૂત્ર પ્રવૃતિ સબંધી તકલીફ થાય છે ત્યારે સ્વાભાવિક રીતે પહેલી શંકા પ્રોસ્ટેટ ગ્રંથિના સોજા માટે જાય છે.આવા પુરુષોને મૂત્રત્યાગમાં તકલીફ પડે છે. મૂત્રપ્રવૃતિ અટકી અટકીને થાય છે. મૂત્રત્યાગ કરવામાં ઘણો વખત લાગે છે. એ બધી ફરિયાદો જયારે પચાસ વર્ષથી ઉપરના પુરુષની હોય ત્યારે ઘણું ખરું તેનું નિદાન પ્રોસ્ટેટાઇટીસ અર્થાત પ્રોસ્ટેટ ગ્રંથિના સોજાનું હોય છે. તેથી પહેલોજ પ્રશ્ર્ન તે ઉદ્ભવે કે આ પ્રોસ્ટેટ ગ્રંથિ શું છે? અને તેમાં શા કારણોથી સોજો આવે છે જેથી આ બધી તકલીફો ઉભી થાય છે અને અંતે, તેનો ઉપાય શું?

સૌ પ્રથમ તો પ્રોસ્ટેટ નામની ગ્રંથિ ફકત પુરુષોમાંજ હોય છે,સ્ત્રીઓમાં નથી હોતી કારણકેતે પુરુષના પ્રજનન સંસ્થાનના ભાગરુપ એક અવયવ છે. આ પ્રોસ્ટેટ નામની ગ્રંથિ શરીરમાં, પેડૂના ભાગે મળાશયની આગળ રહેલી હોય છે. તે મૂત્રાશયમાંથી નીકળતી મૂત્રવાહિનીના શરુઆત ના ભાગને ઘેરીને રહેલી હોય છે.તેમાંથી પાતળું,ચીકાશયુકત પ્રવાહી ઉત્પન્ન થાય છે.


આ પ્રોસ્ટેટગ્રંથિ માં જો ત ીવ્રરુપે સોજો ઉત્પન્ન થાય તો પેડૂના ભાગે તીવ્ર દુખાવો થાય,ખૂબ તાવ આવે,પેશાબની અને ઝાડાની તકલીફ થાય અને તત્સંબંધી અનેક બિમારી દેખાદે છે.પરંતુ જોસોજો જૂનો થઇ જાય અને લાંબાસ મય સુધી ગ્રંથિ સોજેલી રહે તો મહ્દઅંશે આપ્રકારનાં કોઇ લક્ષણો રહેતાં નથી.પરંતુ ગુદા માર્ગે થી તેની તપાસ કરતાં તે થોડી સોજેલી ,મૃદુ કે કઠણ, સ્થિર અને થોડી મોટી થયેલી લાગે છે. તેથી જ તેને લીધે મૂત્રત્યાગ વેળાની તકલીફો ઉદ્ભવે છે.અસ્ખલિત મૂત્રપ્રવાહ રહેતો નથી.રાત્રિ દરમ્યાન પેશાબ પર કાબૂ ન રહેવાથી ટીપેટીપે મૂત્ર વહે છે.પેશાબ દુખાવા સાથે ક ેદુખાવા વગર,પરંતુ ઘીમેઘીમે,અટકી,અટકીને આવેછે.મૂત્રત્યાગમાં વધારે સમય જાય છે.અનેપેડૂના ભાગે સતત એવી અનુભૂતિ થાય છે કે પેશાબ ભરાયેલો જ છે.એકસ રે કરાવવાથી પણ વધેલી પ્રોસ્ટેટ ગ્રંથિના નિદાનને પુષ્ટિ મળેછે.


આ સ્થિતિમાં જોકે સર્જરી કરાવવી પડે,પણસદ્ભાગ્યે કેટલાક આયુર્વેદીક અૌષધો છે જે પ્રભાવી રીતે આ બધી તકલીફો પર કાબુ મેળવી શકે છે.એકસ રે પરીક્ષણ દરમ્યાન પ્રોસ્ટેટ ગ્રંથિની વૃધ્ધિ પર ખાસ ફર્ક જણાયો નથી.પરંતુ દર્દીની તકલીફોમાં સો ટકા આરામ એકથી બેઅઠવાડિયાની સારવાર દરમ્યાન જ જોવામાં આવ્યો છે.તેમાં મકાઇના મૃદુ સોનેરી રેષાઓને સુકવીને તેનું પાણી પીવાથી અથવા તેનો ઉકાળો બનાવીને પીવાથી કે તેમાંથીક્ષાર કાઢીને ક્ષારનો પ્રયોગ કરવાથી પણ પ્રોસ્ટેટ ગ્રંથિના સોજા પર કલ્પનાતિત લાભ થયોછે.તદુપરાંત આયુર્વેદના ખૂબ જાણીતા અૌષધો ,શિલાજિત,બંગભસ્મ,રસાયન ચૂર્ણ,ચંદ્રપ્રભાવટી,ગોક્ષુરાદિ ગુગળ વગેરે પણ પ્રોસ્ટેટગ્રંથિના સોજા પર ત્વરિત પરિણામ આપતા જણાયા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો