Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

એસિડિટીને જડમુળથી મટાડે છે

સારું અને સ્વાદિષ્ટ ભોજન મળે તો જમનારને પોતાની જમવાની માત્રાનું ધ્યાન રહેતુ નથી આ માટે ક્યારેક-ક્યારેક વધારે ખાવાથી એસિડિટી થઇ જાય છે.તેનાથી વિપરીત વધારે સમય સુધી ભુખ્યા રહેવા પર એસિડિટી થઇ જાય છે.એલોપેથિક દવાઓ લેવાથી એસિડિટીથી થોડા સમય માટે રાહત તો ચોક્કસ મળે છે પરંતુ સંપુર્ણ રીતે તેમાંથી છુટકારો મળતો નથી. એસિડિટીને મટાડવા માટે આયુર્વેદિક દેશી નુસખા સૌથી વધુ અસરકારક હોય છે.

આયુર્વેદ અને યુનાની પદ્ધતિમાં મધને એક શક્તિવર્ધક ઔષધિનાં રૂપમાં જાણવામાં આવે છે. સંશોધનોમાં સંશોધિત થયેલા વિભિન્ન ગુણો પણ આગલા લેખમાં પ્રકાશિત થઇ ચુક્યા છે.

તજ અને મધનું મિશ્રણ પેટ માટે અત્યંત લાભકારી છે.પેટમાં જો ગડબડ હોય તો આ મિશ્રણ લેવાથી પેટદર્દ ઠીક થઇ જાય છે અને પેટનાં છાલા પણ મટી જાય છે.જમતાં પહેલા બે ચમચી મધ પર થોડુ(ચપટી જેટલુ) તજનો પાવડર ચાટવાથી એસિડિટીમાં રાહત મળે છે અને ખાવાનું પણ સારી રીતે પચી જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો