Translate

શનિવાર, 17 સપ્ટેમ્બર, 2011

શ્રાવણ મહિનો એટલે ઉત્સવોનો મહિનો

શ્રાવણ મહિનો એટલે ઉત્સવોનો મહિનો... એક ટાણા, ઉપવાસનો મહિનો... એમાય આ વખતે તો રમઝાન પણ સાથે જ છે ! ને થોડા દિવસોમાં જૈન લોકોના વ્રત પણ શરુ થશે ! પણ આ બધા માં સૌથી મઝેદાર હિંદુ લોકોના કહેવાતા ઉપવાસ/એકટાણા હોય છે... એય ને મજે થી સાબુદાણા ની ખીચડી, શીંગ બટેટાની ખીચડી ભર પેટ આરોગવાના અને દ્વારીકાવાલા ઠાકોરજી ને ય ભજવાના ! જોકે હવે તો સાદી સીધી રાજગરાની પૂરી કે સાબુદાણા ની ખીચડી ઓલ્ડ ફેશનડ કહેવાય છે ! હવે તો લોકો તરલા દલાલ અને સંજીવ કપૂર ની કૃપા થી ફરાળી પીઝા, ફરાળી મિસળ, ફરાળી દહીં વડા,  ફરાળી પેન કેક, ફરાળી કોફતા કરી, ફરાળી પુરણપોળી અને ફરાળી પાસ્તા સુધી પ્રગતિ કરી ગયા છે !!  ફરાળી રેસીપી ગૂગલ કરશો તો ૧૬,૫૦૦ પેજ મળી આવશે ! અને નીતનવી વાનગી ઓ ઉભરાશે ! ફરાળી હેશ બ્રાઉન્સ જેવું અદભૂત નામ ધરાવતી ફરાળી વાનગી પણ મળશે !

પણ આમાં મારા જેવા વૈદ્યનો આત્મો એટલે દુભાય છે કે લોકો આવું બધું અવનવું ઠાંસી ઠાંસીને એટલા માંદા પડે છે અને આ શ્રાવણ  મહિનાના વ્રતનો ઓરીજીનલ મહિમા વિસરાય જાય છે !  શ્રાવણ મહિનામાં વ્રત રાખવાનું આયુર્વેદિક વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણી ડાઈજેસ્તીવ ફાયર લો હોય. જમવાનું બરાબર પચે નહિ. બધા એન્ઝાય્મ અત્યારે બરાબર કામ ન કરતા હોય એટલે ઋષિ મુનીઓ એ એક જ વાર જમવું એવું સમજાવ્યું. લોકો ન સમજ્યા એટલે ધાર્મિક કારણો જોડીને  શ્રાવણ મહિનાને  ઓફિશિયલી એકતાના સ્પેશીયલ બનાવી દીધો ....પણ લોકોને તો ફળ આહાર ને બદલે ફરાળી હેશ બ્રાઉનસ ઝાપતવી છે ! તમે કોઈ પણ જનરલ પ્રેક્તિશ્નર ને પુછજો.. આખા વરસમાં સીઝન ક્યારે કહેવાય ! એ તરત કહેશે શ્રાવણ મહિનો !! લોકો આખા વરસ માં ન કમાય એટલું એક મહિનામાં કમાય લ્યે છે !

તો શું કરવું ! ભગવાન ને કેમ પ્રસન્ન કરવા ?? મારા તરફથી થોડા નવતર ઉપવાસ એકટાણા નું લીસ્ટ આપું છું ! અજમાવી જોજો ! ફરાળી હેશ બ્રાઉનસ ખાઈને કરતા વ્રત જેટલું જ પુણ્ય મળશે   !

૧. આખો શ્રાવણ મહિનો ફેસબુક પર લોગ ઇન નહિ થવાનું

૨. શરૂઆતમાં કંઈક ડીફ્ફરંટ હોવાનો આભાસ કરાવીને ટીપીકલ એકતા કપૂર ની થઇ ગયેલી "બડે અચ્છે લગતે હૈ " સીરીયલ નહિ જોવાની !

૩. એજ રીતે ઇમોશનલ અત્યાચાર, કે રાખી સાવંતની અજબ ગજબ ની સીરીયલ નો એક મહિના માટે ત્યાગ કરવો !

૪. બીડી પીતી કેટરીના નું મેરે બ્રધર કી દુલ્હનનું નવું ગીત નહિ જોવાનું !

૫. સચિન ની ૧૦૦ મી સદી ની રાહ નહિ જોવાની !
૬. ભારત હજુ પણ દુનિયાની નંબર વન ટેસ્ટ ટીમ બની રહેશે એવા દીવા સ્વપ્નો નહિ જોવાના !

૭. મોંઘવારી ઘટશે એવી આશા રાખવાની !

૮. પ્રોપર્ટી માં કરેકશન આવે એની રાહ જોવાની

૯. અને પ્રોપર્ટીમાં કરેકશન આવે એટલે તરત જ ૨૫ ૩૦ લાખમાં એક બેડરૂમ નો ફ્લેટ નોંધાવી દઉં એવા દીવા સ્વપ્નો નહી જોવાના !

૧૦. પેટ્રોલ, ગેસ કે ડીઝલ નાં ભાવ ઘટશે એવી આશા ઓ રાખવાની !

૧૧. અન્ના હઝારે કે બાબા રામદેવ કે એના જેવા બીજા કોઈ લોકપાલ/જોક્પાલ  લાવીને દેશ માં આખો દેશ સુવર્ણ મંદિર ની જેમ સોને મઢી શકાય એટલું બધું કાળું નાણું પાછું લાવી દેશે એવી આશા રાખવાનું ...

૧૨. સલમાન શાહરૂખ ની દુશ્મની ના ચટપટા સમાચાર જોવાના !

૧૩. ઐશ ની પ્રેગ્નન્સી ની વાતો ની ગોસીપ છાપામાં વાંચવાની, બહેનપણી જોડે કે દયાબેન ની જેમ મમ્મી જોડે ફોન પર કરવાની નહિ !

૧૪.ફેસબુક પર ગુજરાતી સાહિત્યકારો ની વોલ પર કોઈ કોમેન્ટ નહિ કરવાની કે નહિ એ લોકોના ફેવરીટ (અંદરો અંદર ઝગડવાનો કે એક બીજાની પીઠ થાબડવાનો) શોખમાં ક્યાય આડે નહિ આવવાનું !

૧૫. જુવાનીયા ઓ સવિતાભાભી કવિતાભાભી જેવી સાઈટ નહિ જોવે એવું અઘરું વ્રત લે તો ગમતી છોકરી સ્માઈલ આપશે એવી એની ફલશ્રુતિ છે !

૧૬ યુરોપના કોઈ દેશના કોઈ ગામના મેયરે એક કરોડ ની કાર પર ટેંક ચલાવી દીધી એવી ગોસીપ કરતા કરતા આપડે તો આપણી  કારને એય ને મસ્ત રીતે આખો ટ્રાફિક જામ થઇ જાય એવી જ રીતે પાર્ક કરીને ૪૨૦ (૧૨૦+ ૩૦૦) વાળો મસાલો ખાવા પાનની દુકાન માં જવાનું !

૧૭.સુરતીલાલાઓએ આખી દુનિયા તો શું, આપણા દેશને જોડતી ફ્લાઈટ શરુ થશે એવા દીવા સ્વપ્નો નહિ જોવાના !

૧૮. આખો મહિનો પાણી પૂરી નહિ ખાવાની એવું વ્રત લેવું તો કોઈ પણ ગુજરાતી સ્ત્રી માટે શક્ય જ નથી પણ, એમાં ચીઝ નહિ નાખવાનું, અલગ અલગ ટેસ્ટ ના પાણી નહિ ચાખવાના એવા માઈલ્ડ વ્રત લઇ શકાય !

૧૯. બધાજ "જેઠાલાલ" બાજુમાં રહેતી બબીતાજી ને એક મહિનો ના જોવી એવું વ્રત લેવું જો અશક્ય લાગતું હોય તો દિવસમાં એક થી વધુ વાર નહિ જોવાનું એવું થોડું માઈલ્ડ વ્રત લઇ શકે !

૨૦. સોનિયાજી એ તો આજે જ ઓપરેશન કરાવ્યું છે એટલે એમના સમાચાર તો હમણાં નહિ આવે, પણ રાહુલ બાબાના સમાચાર વાંચીને હસવું નહિ એવું નિર્દોષ વ્રત લઇ શકાય ! 

૨૧. સોનિયા જી એ વિદેશ માં કેમ ઓપેરશન કરાવ્યું એવી ગોસીપ ના કરો એ પણ એક સારું વ્રત કહેવાશે. જો જો, ચમત્કારી રીતે બધા કોંગ્રેસીજનો તમારા પર પ્રસન્ન થઇ જશે અને દિલ્હીમાં ફસાયેલી ફાઈલ નો તરત નિકાલ આવી જશે !!

૨૨. એજ રીતે યેદી ના ભ્રષ્ટાચાર પર પણ ટીપ્પણી નહિ કરો તો ભારતના ભાજપ શાશિત કોઈ પણ રાજ્યમાં ફસાયેલી ફાઈલ, પૈસા કે ચેક શ્રાવણ મહિનો પૂરો થશે એ પહેલા તમને મળી જશે !

૨૩. કોઈ પણ ગુજરાતી ટીવી ચેનલ પર રસોઈ શો નહિ જોવાનું વ્રત પણ એકટાણા જેટલું જ ફળ આપનારું છે !

તો હે ભક્ત જન... તબિયત બગાડનારા ટ્રેડીશનલ ઉપવાસ, વ્રત છોડી ને આ બાબા જી એ સુચવેલા વ્રત અજમાવી જુવો !! ફાયદો થવાની ગેરંટી છે !! (ફાયદો નહિ થાય તોય તબિયત તો નહિ જ બગડે !!) જીવનમાં પ્રભુ સ્મરણની સાથે નવા વિચારો અને થોડું હાસ્ય ભળે તો શ્રાધ્ધા નો આ પવિત્ર શ્રાવણ મહિનો  આપણ સૌને ફળે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો