Translate

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

અમરનાથ (તીર્થધામ)


અમરનાથ મંદિર
નામ
મુખ્ય નામ: ભગવાન શિવનું ગુફા મંદિર
સ્થાન
દેશ: ભારત
રાજ્ય: જમ્મુ અને કાશ્મીર
સ્થાન: અમરનાથ
વાસ્તુ અને સંસ્કૃતિ
મૂળ દેવ: અમરનાથ (શિવ)
ઈતિહાસ
રચનાકાર: પ્રાકૃતિક સંરચના



અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતળ કરતાં ૧૩,૬૦૦ ફુટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઉંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે.[૧] અમરનાથ ગુફા ભગવાન શિવ ના પ્રમુખ ધાર્મિક સ્થળોમાં એક છે. અમરનાથ ને તીર્થો નો તીર્થ કહે છે કેમ કે અહીં જ ભગવાન શિવ એ માઁ પાર્વતી ને અમરત્વ નું રહસ્ય બતાવ્યું હતું.[૨]
અહીં ની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગ નું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમ થી નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ પણ કહે છે આષાઢ પૂર્ણિમા થી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહીનામાં થવા વાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. [૩] ગુફા નો પરિઘ લગભગ દોઢ સો ફુટ છે અને આમાં ઊપર થી બરફ ના પાણી ના ટીપાં ઘની જગ્યાએ ટપકતા રહે છે અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાં થી લગભગ દસ ફુટ લાંબુ શિવલિંગ બને છે. ચન્દ્રમા ના ઘટવા-વધવા સાથે આ બરફ નો આકાર પણ ઘટતો-વધતો રહે છે. શ્રાવણ પૂર્ણિમા ના આ પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધી ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્ય ની વાત એ છે કે આ શિવલિંગ ઠોસ બર્ફ નો બનેલ હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતા જ ભુરભુરા થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગ થી અમુક ફુટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતી ના એવા જ અલગ અલગ હિમખંડ છે


 લોકવાયકાઓ

અમરનાથ ગુફામાં બરફથી બનેલ પ્રકૃતિક શિવલિંગ
શેષનાગ તળાવ
અમરનાથ ગુફામાં બરફથી બનેલ પ્રકૃતિક શિવલિંગ
એવી લોકવાયકા પ્રચલિત છે કે આજે ગુફામાં માતા પાર્વતી ને ભગવાન શિવ એ અમરકથા સંભળાવી હતી, જેને સાંભળીને સદ્યોજાત શુક-શિશુ શુકદેવ ઋષિ ના રૂપમાં અમર થઈ ગયાં હતાં. ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓ ને કબૂતરો ની એક જોડી દેખાઈ જાય છે, જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે તે પણ અમરકથા સાંભળી અમર થયા છે એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓ ને કબૂતરો ની જોડી દેખાય છે, તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનોથી નિહાલ કરી તે પ્રાણી ને મુક્તિ પ્રદાન કરે છે એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવ અને તેમની અદ્ર્ધાગિની પાર્વતી ને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી, જેમાં અમરનાથ ની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળો નું વર્ણન હતું. આ કથા કાલાંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ.
અમુક વિદ્વાનોનો મત છે કે ભગવાન શંકર જ્યારે પાર્વતી ને અમર કથા સંભળાવવા લઈ જતા હતાં, ત્યારે તેમણે નાના-નાના અનંત નાગો ને અનંતનાગમાં છોડ્યાં, માથાના ચંદન ને ચંદનબાડીમાં ઉતાર્યું, અન્ય પિસ્સુઓ ને પિસ્સૂ ટૉપ પર અને ગળા ના શેષનાગ ને શેષનાગ નામક સ્થળ પર છોડ્યાં હતાં. આ તમામ સ્થળ હજી પણ અમરનાથ યાત્રામાં આવે છે. અમરનાથ ગુફા ની સૌથી પહલી ખબર સોળમી શતાબ્દી ના પૂર્વાર્ધમાં એક મુસલમાન ગડરિઆ ને પડી હતી. [૪] આજે પણ ચોથા ભાગનો ચડાવો તે મુસલમાન ગડરિઆ ના વંશજો ને મળે છે. આશ્ચર્ય ની વાત એ છે કે અમરનાથ ગુફા એક નથી. અમરાવતી નદી ના પથ પર આગળ વધતા સમયે અન્ય ઘણી નાની-મોટી ગુફાઓ દેખાય છે તે બધી બરફથી ઢંકાયેલી છે.

 અમરનાથ યાત્રા

અમર નાથ યાત્રા એ જવાના બે રસ્તા છે એક પહલગામ થઈ અને બીજો સોનમર્ગ બલટાલ થી એટલે કે પહલમાન અને બલટાલ સુધી કોઈ પણ સવારી દ્વારા પહોંચો, અહીંથી આગળ જવા માટે પોતાના પગોનો જ ઉપયોગ કરવો પડે છે. અશક્ત કે વૃદ્ધો માટે સવારી નો પ્રબંધ કરાય છે. પહલગામહતી જતો રસ્તો સરળ અને સુવિધાજનક સમઝાય જાતા છે. બલટાલહતી અમરનાથ ગુફા નું અંતર કેવળ ૧૪ કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે અને સુરક્ષા ની દૃષ્ટિ એ પણ સંદિગ્ધ છે. આ માટે સરકાર આ માર્ગ ને સુરક્ષિત નથી માનતી અને મોટાભાગના યાત્રિઓને પહલગામ ના રસ્તા અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે. પણ રોમાંચ અને જોખમ લેવાનો શોખ ધરાવતા લોકો આ માર્ગે યાત્રા કરવાનું પસંદ કરે છે આ માર્ગહતી જવા વાળા લોકો પોતાના જોખમે યાત્રા કરે છે. રસ્તામાં કોઈ અણધારી ઘટના ઘટે તે માટે ભારત સરકાર જવાબદારી નથી લેતી.

 પહલગામથી અમરનાથ

પહલગામ જમ્મુથી ૩૧૫ કિલોમીટર કી દૂર છે. આ વિખ્યાત પર્યટન સ્થળ પણ છે અને અહીં નું નૈસર્ગિક સૌંદર્ય અપ્રતિમ છે. પહલગામ સુધી જવા માટે જમ્મૂ-કાશ્મીર પર્યટન કેંદ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે. પહલગામમાં બિન સરકારી સંસ્થાઓ તરફે લંગર ની વ્યવસ્થા કરાય છે. તીર્થયાત્રિઓ ની પગપાળા યાત્રા અહીંથી આરંભ થાય છે.
પહલગામ પછી પહેલો પડ઼ાવ ચંદનબાડી છે, જે પહલગામથી આઠ કિલોમીટર દૂર છે. પહેલી રાત તીર્થયાત્રી અહીં વિતાવે છે અહીં રાત્રિ નિવાસ માટે કૈંપ લગાડાય છે બીજા દિવસે પિસ્સુ ખીણ ની ચઢ઼ાઈ શુરૂ થાય છે. કહે છે કે પિસ્સુ ખીણ પર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ઘમાસાન લડાઈ થઈ જેમાં રાક્ષસોં ની હાર થઈ. લિદ્દર નદી ને કિનારે-કિનારે પહલા ચરણ ની આ યાત્રા વધુ અઘરું નથી. ચંદનબાડીથી આગળ આ જ નદી પર બરફ નો આ પુલ સલામત રહેતો.
ચંદનબાડીથી ૧૪ કિલોમીટર દૂર શેષનાગમાં આગલો પડાવ છે. આ માર્ગ ઊભી ચડાઈ વાળો અને ખતરનાક છે. અહીં પિસ્સૂ ખીણ ના દર્શન થાય છે અમરનાથ યાત્રામાં પિસ્સૂ ખીણ ઘણા જોખમ ભરેલ સ્થળ છે. પિસ્સૂ ખીણ સમુદ્રતળથી ૧૧,૧૨૦ ફુટ ની ઊઁચાઈ પર છે. યાત્રી શેષનાગ પહોંચી તાજામાજા થાય છે અહીં પર્વતમા ળાઓ વચ્ચે ભૂરા પાણી નું સુંદર તલાવ છે. આ તળાવમાં જોતા એમ ભ્રમ થઈ ઉઠે છે કે ક્યાંક આકાશ તો આ તલાવમાં નથી ઉતરી આવ્યો. આ તળાવ લગભગ દોઢ કિલોમીટર લંબાઈમાં ફેલાયેલો છે. કિંવદંતિયો અનુસાર શેષનાગ તળાવમાં શેષનાગ નો વાસ છે અને ચોવીસ કલાક માં શેષનાગ એક વખત તળાવ થી બાહર આવી દર્શન દે છે, પણ આ દર્શન નસીબદારોને જ મળે છે તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે અને અહીંથી ત્રીજા દિવસની યાત્રા શરૂ કરાય છે
શેષનાગથી પંચતરણી આઠ માઈલ ના અંતરે છે. માર્ગમાં બૈવવૈલ ટૉપ અને મહાગુણાસ કોતર ને પાર કરવું પડે છે, જેની સમુદ્ર તળથી ઊઁચાઈ ક્રમશ: ૧૩,૫૦૦ ફુટ તથા ૧૪,૫૦૦ ફુટ છે. મહાગુણાસ શિખરથી પંચતરણી સુધી આખો રાસ્તો ઉતરણ નો છે. અહીં પાંચ નાની-નાની સરિતાઓ બવહેવાને કારણે જ આ સ્થળ નું નામ પંચતરણી પડ્યું છે. આ સ્થાન ચારે તરફથી પહાડો ની ઊંચા-ઊંચા શિખરોથી ઢંકાયેલ છે. ઊઁચાઈ ને કારણે ઠંડી પણ વધુ હોય છે. ઑક્સીજન ની ઉણપ ને કારણે તીર્થયાત્રિઓને અહીં સુરક્ષા ના ઉપાયો કરવા પડે છે
અમરનાથ ની ગુફા અહીંથી કેવળ આઠ કિલોમીટર દૂર છે અને રસ્તામાં બરફ જ બરફ જામેલ હોય છે. આ દિવસે ગુફા ની નજીક પહોંચી પડાવ નાખી રાત વિતાવી શકાય છે અને બીજા દિવસે સવારે પૂજા અર્ચના કરી પંચતરણી ફરી શકાય છે. અમુક યાત્રી સાંજ સુધી શેષનાગ સુધી પાછા પહોંચી જાય છે આ રાસ્તો ઘણો કપરો છે, પણ અમરનાથ ની પવિત્ર ગુફામાં પહોંચતા જ સફર બધો થાક ક્ષણ વારમાં છૂ-મંતર થઈ જાય છે અને અદ્ભુત આત્મિક આનંદ ની અનુભૂતિ થાય છે.
બલટાલથી અમરનાથ- જમ્મુથી બલટાલ ૪૦૦ કિલોમીટર દૂર છે. જમ્મૂથી ઉધમપુર ને રસ્તા બલટાલ માટે જમ્મુ કાશ્મીર પર્યટક સ્વાગત કેંદ્ર ની બસો સરળતાથી મળી જાય છે બલટાલ કૈંપથી તીર્થયાત્રી એક દિવસમાં અમરનાથ ગુફા ની યાત્રા કરી પાછા કૈંપ આવી શકે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો