Translate

શનિવાર, 24 સપ્ટેમ્બર, 2011

કેટલાથી વધુ શુગર હોય તો ડાયાબિટીસ કહેવાય?



ડાયાબિટીસના મુખ્ય વિભાગોનું નિદાન કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા {WHO} એ કેટલાંક પ્રમાણ {CRITERIA} નકકી કર્યાં છે. વ્યક્તિના લોહીમાં રહેલ ગ્લુકોઝના પ્રમાણના આધારે આ નિદાન નકકી થાય છે. લોહીમાં રહેલ ગ્લુકોઝ જુદી જુદી પધ્ધતિઓથી તપાસવામાં આવે છે, પણ સામાન્ય રીતે લેબોરેટરીમાં લોહીનો પ્લાઝમા તરીકે ઓળખાતો ભાગ તપાસવામાં આવતો હોવાથી પ્લાઝમા ગ્લુકોઝનુ પ્રમાણ સાથેના કોષ્ટકમાં લીધુ છે. જયારે ગ્લુકોમીટરથી ગ્લુકોઝ માપવામાં આવે ત્યારે એનું પ્રમાણ આ કોષ્ટકમાં દર્શાવેલ પ્રમાણ કરતાં ૧૫ થી ૨૦ મિ.ગ્રા. ઓછું હોય છે.
ડાયાબિટીસના નિદાન માટે જરૂરી ગ્લુકોઝનું પ્રમાણ
લોહીમાં ગ્લુકોઝ
(મિ.ગ્રા./ડે.લી.)
તંદુરસ્ત
ડાયાબિટીસ મેલાઇટસ
અપૂરતું ગ્લુકોઝનિયમન
સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ
ભૂખ્યા પેટે(ખોરાક લીધા પછી ૮ થી ૧૪ કલાકે)
૧૧૫ થી ઓછું
૧૪૦ થી વધુ
૧૪૦ થી ઓછું
૧૦૫ થી વધુ
ગ્લુકોઝ પીધા પછી અડધા/એક કે દોઢ કલાકે
૧૮૦ થી ઓછું
૨૦૦ થી વધુ
૨૦૦ કે તેથી વધુ
૧૯૦ થી વધુ
ગ્લુકોઝ પીધા પછી બે કલાકે
૧૪૦ થી ઓછું
૨૦૦ થી વધુ
૧૪૦ થી ૨૦૦
૧૬૫ થી વધુ
ગ્લુકોઝ પીધા પછી ત્રણ કલાકે
૧૪૦ થી ઓછું
 

૧૪૫ થી વધુ
ડાયાબિટીસનું નિદાન કરવા માટેના મુદ્દાઓ:
જો બે અલગ અલગ દિવસે, આઠથી ચૌદ કલાક ભૂખ્યા રહ્યા પછી, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૧૪૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ હોય તો એ વ્યક્તિને ડાયાબિટીસ છે એવું કહી શકાય.
જો ઓછામાં ઓછી બે વખત, દિવસના કોઇપણ સમયે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ માલૂમ પડે તો એ વ્યક્તિને પણ ડાયાબિટીસ છે એવું કહી શકાય.
જયારે ગ્લુકોઝનું પ્રમાણ ૧૪૦ થી ૨૦૦ મિ.ગ્રા./ડે.લી.ની વચ્ચે હોય ત્યારે દર્દીનાં લક્ષણોને આધારે અને જરૂર પડયે ગ્લુકોઝ પીવડાવીને કરેલ ટેસ્ટને આધારે ડાયાબિટીસ છે કે નહીં તે નકકી કરવું પડે છે.
સામાન્ય રીતે લોહીમાં ૧૮૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ ગ્લુકોઝ હોય ત્યારે જ એ પેશાબમાં દેખાય છે. એટલે કોઇ વ્યક્તિના પેશાબમાં ગ્લુકોઝ (શુગર) આવતી હોય તો એને (અમુક અપવાદો બાદ કરતાં) ડાયાબિટીસ હોવાની શકયતા પૂરેપૂરી રહે છે. પેશાબમાં ગ્લુકોઝ છે કે નહીં એ નકકી કરવું ખૂબ આસાન હોવાથી ઘણી જગ્યાએ ડાયાબિટીસના નિદાનને ચકાસવા માટે પેશાબનો ટેસ્ટ જ કરવામાં આવે છે. આ રીતે કરેલ ટેસ્ટ, લોહીના ટેસ્ટ કરતાં ઓછી ચોકસાઇવાળીે પણ ખૂબ સરળ અને સસ્તો પડે છે. ઓછી સુવિધાવાળી જગ્યાઓએ (દા.ત. ગામડાઓમાં) આ રીત ઘણી ઉપયોગી થાય છે.
ગ્લુકોઝ પીધા પછી (૧) બે કલાકની અંદરનું અને (૨) બરાબર બે કલાકે લીધેલ સેમ્પલ - આ બંને ૨૦૦થી વધુ ગ્લુકોઝ બતાવે તો તાત્કાલિક ડાયાબિટીસનું નિદાન પાકું થઇ જાય છે. ગ્લુકોઝ પીવડાવ્યા પછી લોહીનો ટેસ્ટ કરાવવો હોય તો એ ટેસ્ટના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં દર્દીનો ખોરાક તદ્દન સામાન્ય (દિવસના ઓછામાં ઓછા ૧૫૦ ગ્રામ ગ્લુકોઝ ધરાવતો) હોવો જોઇએ. ૨૫૦ થી ૩૦૦ મિ.લી. પાણીમાં ૭૫ ગ્રામ (સગર્ભાવસ્થામાં ૧૦૦ ગ્રામ) ગ્લુકોઝ નાંખીને ટેસ્ટ કરવો જોઇએ.
જો ઓછામાં ઓછી બે વખત દિવસના કોઇપણ સમયે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૨૦૦ મિ.ગ્રા./ડે.લી. કરતાં વધુ માલૂમ પડે તો એ વ્યક્તિને ડાયાબિટીસ છે.
ડાયાબિટીસનો ઇતિહાસ અને આવતી કાલ
પ્રાચીન (ઇ.સ. પૂર્વે ૧૫૦૦) ચીની અને અરેબિક સાહિત્યમાં આ રોગનો ઉલ્લેખ છે. સુશ્રુત (ઇ.સ. પૂર્વે ૪૦૦) અને ચરક (ઇ.સ. ૬)ના ગ્રંથોમાં પણ મધુપ્રમેહનો ઉલ્લેખ આવે છે. આમ, આ રોગ ખૂબ જુનો છે. આજે ભારતમાં ૩૦ થી ૬૪ વર્ષના પુરુષો પૈકી ગામડામાં આશરે ૩.૭ ટકા અને શહેરમાં ૧૧.૮ ટકા જેટલા પુરુષો અને ૧.૭ ટકા અને ૬.૬ ટકા જેટલી સ્ત્રીઓ ડાયાબિટીસથી પીડાય છે. આજે ભારતમાં આશરે બે કરોડ જેટલા લોકો ડાયાબિટીસથી પીડાય છે. ઇં.સ. ૨૦૨૫માં વિશ્વમાં આશરે ૩૦ કરોડ ડાયાબિટીસના દર્દીઓ હશે જેમાંથી આશરે ૬ કરોડ દર્દી એકલા ભારતમાં હશે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ભારત પહેલા નંબરે હશે. આ આંકડાઓ જોતાં, ૩૪દરેક ભારતીય વંશજે ડાયાબિટીસ કરી શકે એવા પરિબળોથી દૂર રહેવાનો આજથી પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો