Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

પેરાસિટામોલ લેતા ચેતજો, ક્યાંક કેન્સર ન થઇ જાય



વૉશિંગ્ટન : 13, મે
જો તમે માથાના દુખાવા કે તાવમાં આંખ બંધ કરી પેરાસિટામોલ લેતા હોવ તો તમને બ્લડ કેન્સર થઇ શકે છે. નવા સંશોધન અનુસાર આ દવાનું વધારે પડતું સેવન લોહીના કેન્સરનું જોખમ વધારે છે. સંશોધકોએ જાણ્યું છે કે પેરાસિટામોલમાં એસિટામિનોફેન નામનું રસાયણ હોય છે, જે કેન્સરનું મુખ્ય કારક હોય છે.
સંશોધનમાં સામેલ સિએટલ સ્થિત હચીસન કેન્સર રિસર્ચ સેન્ટરના એમિલી વાઇટે કહ્યું, "અમારી પાસે કેટલાક પુરાવા હાજર છે જેના આધાર પર માલુમ પડે છે કે એસિટામિનોફનથી લોહીના કેન્સરનું જોખમ વધી જાય છે. શરૂઆતમાં એસિટામિનોફેનને અસ્થમા માટે જવાબદાર મનાતું હતું." 
સંશોધકોએ વૉશિંગ્ટનમાં 65 હજાર લોકો પર કરેલા અભ્યાસમાં ગત 10 વર્ષોમાં તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી દર્દનિવારક દવાઓ વિશે પૂછ્યું. પહેલા તેમાંના કોઇને કેન્સર ન હતું. પણ છેલ્લા છ વર્ષોમાં તેમાંથી 577 લોકોમાં બ્લડ કેન્સરના લક્ષણ જોઇ શકાયા. જે લોકોમાં કેન્સરના લક્ષણો મળી આવ્યા તેમાંથી 9 ટકાએ આ દરમિયાન ઘણા પ્રમાણમાં એસેટામિનોફેનનું સેવન કર્યું હતું.
હેડ રિસર્ચર ડો. રેમન્ડે કહ્યું, "એસિટામિનોફન અન્ય પેઇનકિલર્સની સરખામણીએ અલગ રીતે કામ કરે છે. માટે તેનો કેન્સર પર અલગ પ્રભાવ હોય છે. આ તથ્ય ચોંકાવનારું છે કે એસિટામિનોફેનના ઉપયોગથી બ્લડ કેન્સરનું જોખમ વધી જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો