Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

આ મીનરલ ઝેર વિશે આટલી વાતો ચોક્કસ ધ્યાન રાખજો


 
આપણાં રોજિંદા જીવનનાં ખાનપાનમાં મીઠું અને ખાંડ વગરની રસોઇની કલ્પના કરી શકતા નથી. પરંતુ આ બન્નનો પ્રયોગ યોગ્ય માત્રામાં જ કરવો જોઇએ કારણ કે ખાંડ એ સ્વીટ પોઇઝન (ગળ્યું ઝેર) છે તો મીઠું એ મીનરલ ઝેર છે.મીઠાં(સોલ્ટ)નો વધુ પડતો ઉપયોગ બિનજરૂરી રૂપે કિડનીની કાર્યક્ષમતાને વધારીને તેની શક્તિને ક્ષીણ કરી નાખે છે. એ વાત બિલકુલ સાચી છે કે મીઠું રસોઇનો સ્વાદ વધારે છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થય પર અવળી અસર જન્માવે છે.

આવો જાણીએ આ મીનરલ ઝેરનો વધુ પડતો ઉપયોગ કઇ બીમારીઓને નોતરે છે.

માથાનું દર્દ, ઊંઘ ના આવવી, હ્રદય રોગ, કિડનીનાં રોગ, લીવરની બીમારી, વા,વાયુ વગેરે રોગ થાય છે. આ ઉપરાંત ફ્રેડરીક માર્વડનાં એક સંશોધન મુજબ 101 કેંસર પીડિત વ્યક્તિઓમાં 100 વ્યક્તિઓને મીઠાનાં શોખીન જોવા મળ્યા. આપણા શરીરને દરરોજ બે ગ્રામ મીઠાની જરૂર હોય છે,જેમાંથી લગભગ 50 ગ્રામ જેટલું તો શાકભાજીમાંથી જ મેળવી શકીએ છીએ. તેનો અર્થ એ છે કે જો આપણે પર્યાપ્ત માત્રામાં મીઠુ લેતા હોઇએ તો ભોજનમાં વાસ્તવમાં મીઠાની જરૂર હોતી જ નથી.મીઠા સંબંધિત તો એમ જ કહી શકાય કે વધારે મીઠું લેવાથી જેટલો ફાયદો થાય છે તેનાથી વધુ તો તે આપણને નુકસાન જ પહોચાડે છે.

હા,એ વાત પણ ચોક્કસ ધ્યાન રાખવી જોઇએ કે જે વ્યક્તિઓ શારીરિક રૂપે વધારે મહેનત કરતો હોય તેમણે પોતાનાં ભોજનમાં પ્રમાણમાં થોડુ વધારે મીઠું લેવું જોઇએ નહીતર કમર દર્દ અને થાકની સમસ્યા થાય છે.વળી,જો તમે અનિદ્રાના શિકાર હોવ કે હાયપર ટેન્શન અનુભવતા હોવ તો તમારા રોજિંદા ભોજનમાં મીઠાની માત્રા ઓછી કરી દો તો તમને સારી ઊંઘ આવશે અને તમારો તણાવ પણ ઘણો નિયંત્રિત થઇ જશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો