Translate

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હ્રદયરોગ માટે જવાબદાર


હ્રદયરોગ માટે જવાબદાર એથેરોસ્કલેરોસિસ પર વર્ષો સુધી સંશોધન કરીને વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, એથેરોસ્કલેરોસિસ કરતાં અથવા એ થવાની ઝડપ વધારતાં, અમુક પરિબળો માણસના સીધા અંકુશમાં છે અને માણસ ધારે તો એમાં યોગ્ય ફેરફાર કરીને એથેરોસ્કલેરોસિસ થવાની ગતિને ધીમી પાડી શકે છે. આપણે એક પછી એક બધાં પરિબળોને ઓળખીએ.
૧. ઉંમર :
એથેરોસ્કલેરોસિસ (રકત- વાહિની સાંકડી અને કઠણ) થવાની પ્રક્રિયા ઉંમરની સાથે વધે છે. ચાળીસ થી ૬૦ વર્ષની ઉંમર સુધીના માણસમાં એથેરોસ્કલેરોસિસને કારણે હ્રદયરોગ થવાની શકયતા ચાળીસ વર્ષથી નાના માણસ કરતાં પાંચ ગણી વધારે હોય છે. એંસી ટકા જેટલા જીવલેણ હાર્ટ એટેક, ૬૫ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં આવે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ હાર્ટ એટેક આવવાની અને હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શકયતાઓ વધતી જાય છે.
દશ વર્ષની ઉંમરથી ધમનીઓમાં ચરબીના થર જામવાની શરૂઆત થઇ જાય છે ૧(જૂઓ સંદર્ભસૂચિ પાના નં - ૧૨૦) . ભવિષ્યમાં જે જગ્યાએ ધમનીમાં એથેરોસ્કલેરોસિસ થઇને અવરોધ ઊભો થતો હોય છે એ જ જગ્યાએ નાનપણથી ચરબીના થર જામવાની શરૂઆત થઇ જાય છે. ઉંમર વધતાં આ થર વધતા જાય છે અને પછી એથેરોસ્કલેરોસિસ તરીકે ઓળખાતી ધમનીઓ કઠણ અને સાંકડી થવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જે છેવટે હ્રદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અવરોધ ઊભો કરે છે. આમ, હ્રદયરોગની શરૂઆત ખૂબ નાની ઉંમરથી થાય છે પણ હ્રદયરોગનાં લક્ષણો અને એને કારણે ઉદભવતી તકલીફો ઉંમર વધતાં વધતી જાય છે.
૨. જાતિ :
આશરે ૨૬ વર્ષ સુધી ચાલેલા પ્રખ્યાત ફ્રેમીંગહામ હાર્ટ સ્ટડીનું તારણ એવું હતું કે, હ્રદયરોગના કુલ દર્દીઓ પૈકી ૬૦ ટકા પુરુષ અને ૪૦ ટકા સ્ત્રીઓ હોય છે અને પુરુષોમાં હ્રદયરોગને કારણે મૃત્યુ થવાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં બમણું હોય છે. પુરુષોમાં હ્રદયરોગની શરૂઆત સ્ત્રીઓ કરતાં આશરે દશ વરસ વહેલી થાય છે.
સ્ત્રીઓમાં અંત:સ્રાાવ તેમના શરીરને એથેરોસ્કલેરોસિસ અને હ્રદયરોગ સામે રક્ષણ આપે છે. એટલે જયાં સુધી નિયમિત માસિક આવતું હોય ત્યાં સુધી સ્ત્રીઓમાં હ્રદયરોગની શકયતા ખૂબ ઓછી રહે છે, પણ રજોનિવૃત્તિ પછી હ્રદયરોગનું જોખમ એકદમ ઝડપથી વધવા લાગે છે જેથી લગભગ ૬૦-૬૫ વર્ષની ઉંમર પછી સ્ત્રી અને પુરુષોમાં હ્રદયરોગની શકયતા એકસરખી થઇ રહે છે.
સ્ત્રીઓમાં ડાયાબિટીસની બીમારી હોય તો, હ્રદયરોગનુ જોખમ ખૂબ વધી જાય છે અને નાની ઉંમરે પણ હ્રદયરોગ થઇ શકે છે. એ જ રીતે, સ્ત્રીના લોહીમાં ઓછું એચ.ડી.એલ. કોલેસ્ટેરોલ અને વધુ ટ્રાયગ્લીસરાઇડ હોય તો એને લીધે હ્રદયરોગ થવાની શકયતા પુરુષો કરતાં પણ વધી જાય છે.
         આનુવંશિક પરિબળો
         મેદ(સ્વતા 
         માનસિક તાણ, હતાશા અને ગુસ્સો
         હાઇ બ્લડપ્રેશર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો