Translate

શુક્રવાર, 15 જૂન, 2012

ખેતી વીછે,

ત્વચાની રંગત નિખારતાં ફળો


મેકઓવર - શહેનાઝ હુસેન
આપણી કુદરતી સંપત્તિમાં ઔષધીય ગુણોનો વિશાળ ખજાનો ભરેલો છે. ફળો પણ એમાંનાં એક છે. ફળો ખાવાથી જે રીતે શરીરને સમતોલ અને પોષણયુક્ત આહાર મળી રહે છે તે જ રીતે ફળોને ત્વચા પર લગાવવાથી પણ ત્વચાને પોષણ મળે છે અને ત્વચા નિખરી ઊઠે છે. તો ચાલો જાણીએ કે કયાં કયાં ફ્રૂટસ ત્વચા પર લગાવવાથી ત્વચા ખીલે છે
કેળાં
કેળાં એ ત્વચાને પૂરતું પોષણ પૂરું પાડતું ફળ છે. કેળાંમાં વિટામિન બી, સી અને પોટેશ્યમ હોય છે જેનાથી સ્કિન સોફ્ટ અને ટાઇટ રહે છે. કેળાંનો પલ્પ કાઢીને તેને ફેસ પેક સાથે મિક્સ કરીને લગાવવાથી સ્કિન લચી પડતી નથી અને તેની સોફ્ટનેસ જળવાઈ રહે છે.
સફરજન
સફરજન પણ અદ્ભુત સ્કિન ટોનર છે.તે ઢીલી પડી ગયેલી સ્કિનને ટાઇટ રાખવામાં અને બ્લડ સરક્યુલેશનમાં મદદ કરે છે. સફરજન દરેક રીતે લાભકારી જ હોવાથી તેના પલ્પને કે જ્યૂસને દરરોજ ચહેરા પર લગાવી શકાય છે. પપૈયું પણ ત્વચા માટે અનેક રીતે ઉપયોગી છે. પપૈયાના પલ્પને ચહેરા પર લગાવવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે તેમજ નિયમિત લગાવવાથી સ્કિનનો કલર પણ નિખરે છે. પપૈયાના પલ્પમાં દહીં, મધ, થૂલું મિક્સ કરીને આ ફેસપેક ચહેરા પર લગાવવાથી સારું રિઝલ્ટ મળે છે.
કેરી
કેરી વિટામિન એ અને સીથી ભરપૂર છે. તે ત્વચાને સુંદર બનાવી તેનો કાયાકલ્પ કરવામાં મદદ કરે છે. ઉંમર વધતા ચહેરા પર થતી કરચલીને તે રોકે છે. કેરીના પલ્પનો ચહેરા પર ઉપયોગ કરવાથી સ્કિન સોફ્ટ અને સ્મૂધ રહે છે.
સંતરાં
સંતરાંમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. સંતરાંની છાલ, રસ, પલ્પ વગેરે સૌંદર્યવર્ધક છે. સંતરાંની છાલને સૂકવીને તેનો પાઉડર ફ્રૂટસના પલ્પમાં મિક્સ કરીને સ્ક્રબ કરવાથી ત્વચા ક્લીન થવાની સાથે ચમકીલી બને છે.
દાડમ
દાડમનો રસ ત્વચા માટે બહુ લાભકારી છે. તે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. ઉંમર મોટી થતા ચહેરા પર કરચલી પડવી, ત્વચા લચી પડવી વગેરે સમસ્યા શરૂ થઇ જાય છે. દાડમ આ અસરને ઓછી કરે છે અને ત્વચાને યંગ રાખવામાં મદદ કરે છે. દાડમના રસને નિયમિત ચહેરા પર લગાવવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે અને ત્વચા ચમકીલી બને છે.
તરબૂચ
સૂકી ત્વચા માટે તરબૂચ ઉત્તમ ટોનર છે તે ત્વચાને મોઇશ્ચરાઇઝિંગ કરવામાં મદદ કરે છે. તરબૂચનો રસ અથવા પલ્પ ચહેરા પર લગાવવાથી
સૂકી ત્વચા વધુ સોફ્ટ અને સ્મૂધ બને છે.  
 

ગુરુવાર, 14 જૂન, 2012

ફળો અને શાકભાજીના રસ પીઓ અને તંદુરસ્ત રહો




વૈજ્ઞાનિક સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો અકસીર ઉપાય છે. કારણકે ૧. રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. ૨. શરીરના દરેક અંગોના કોષોમાં ભરાએલા દુષિત પદાર્થો (ટોક્સીક એલીમેન્ટ)ને દૂર કરે છે. ૩. રોજના ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બેથી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની વધારે કાર્યક્ષમ થાય છે. ૪. રોગને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બને છે.
ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ઘ્યાન રાખવું જોઇએ ?
૧. ફળ હોય કે શાકભાજી તેનો ઉપયોગ કરતાં પહેલાં સાધારણ ગરમ પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવા જોઇએ, જેથી તેની ઉપર લાગેલો કચરો, માટી અને જંતુનાશક દ્રવ્યો દૂર થઇ જાય.
૨. ફળ હોય કે શાકભાજી તાજાં વાપરવા જોઇએ. વધારે પાકી ગએલાં, ગંધ મારતાં અને કાળા પડી ગએલાં ફળો ના ખવાય. આ જ રીતે શાકભાજી પણ દેખાવમાં વાસી લાગે તે વપરાય નહીં.
૩. રસ કાઢવાનું મશીન બરોબર ધોઇને વાપરવું જોઇએ.
૪. જ્યાં શક્ય હોય ત્યાં રસ ગાળ્યા વગર પીવો જોઇએ.
૫. ફળોનો કે શાકભાજીનો રસ તાજો જ પીવો જોઇએ. ડીપ ફ્રીજમાં રાખેલો રસ અથવા કાઢ્‌યા પછી ખુલ્લા વાસણમાં ચાર પાંચ કલાક પડ્યો રહ્યો હોય તેવો રસ પીવો ના જોઇએ.
૬. રસમાં પ્રીઝર્વેટીવ નાખ્યા હોય તેવો બજારમાં મળતો રસ અને સ્વીટનર કે બીજું નાખેલ હોય તે રસ પીવો જોઇએ નહી.
રસ કેવી રીતે પીશો?
૧. પાણી પીએ તેવી રીતે ગ્લાસમાંથી રસ ગટગટાવી ના જશો. એક એક ચમચો લઇ મોંમાં રાખી તેની અસરથી લાળ નીકળે માટે એક મિનિટ માટે રસ મોંમાં મમળાવો (ગોળ ગોળ ફેરવો). પછી ગળા નીચે ઉતારો. લાળમાં પાચક રસો હોય અને જંતુધ્ન ગુણ હોય. રસમાં રહેલી સાકર (કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ્‌સ)નું પાચક રસોથી પાચન અને રસમાં જાણે-અજાણે રહેલા બેકટેરીઆ કે વાયરસ નાશ પામે.
૨. જો તમે તમારો રોગ દૂર કરવા અથવા તંદુરસ્ત રહેવા માટે ફળનો કે શાકભાજીનો રસ પીતા હો તો તેમાં ખાંડ, મરી કે મીઠું તેને સ્વાદિષ્ટ બનાવવા કદાપિ નાખશો નહીં. કારણ એવું કરવાથી જાણે અજાણે તમારા શરીરમાં બિનજરૂરી ખાંડ અને મીઠું જશે એ બરોબર નથી. તમને શાકભાજીનો રસ સ્વાદમાં સારો ના લાગતો હોય તો લીંબુ નિચોવી સ્વાદિષ્ટ બનાવી પીશો.
૩. તમે રસનો પ્રયોગ તંદુરસ્ત રહેવા કરવાના હો અને બીજું કશું ખોરાક તરીકે લેવાના હો નહીં તો રેજ સવારે બેથી ત્રણ લીટર જેટલો શાકભાજી અને ફળનો રસ લેવો જોઇએ.
૪. જો તમે આદુ, ડુંગળી, લીલી હળદરનો રસ રોગ મટાડવા માટે પીવા માગતા હો તો તેનું પ્રમાણ ફક્ત ૨૦થી ૨૫ મી.લી. રાખશો. જો લસણનો રસ લેવાના હો તો એક ચમચાથી વધારે લેશો નહીં.
૫. તમને ફક્ત રસ ઉપર રહેવાનું ફાવતું ન હોય તો વચ્ચે વચ્ચે કાચો કે રાંધેલો ખોરાક લઇ શકશો.
જુદા જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગ
૧. સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.
૨. કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.
૩. કોબીજનો રસ પીવાથી એસીડીટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.
૪. ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.
૫. કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે.
૬. આમળાનો રસ વીર્યની વૃઘ્ધિ કરે છે.
૭. ચોળીની શંિગથી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.
૮. લસણનો રસ પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.
૯. આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.
૧૦. કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે.
૧૧. જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.
૧૨. લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.
૧૩. તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.
૧૪. સફેદ ડુંગળીના રસમાં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.
૧૫. નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.
૧૬. પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.
૧૭. પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.
૧૮. ટમેટાના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે.
૧૯. લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.
૨૦. કોથમીરનો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.
૨૧. તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.
૨૨. પાલખનો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.
૨૩. ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.
૨૪. કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે.
૨૫. દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.
૨૬. ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.
૨૭. બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.
૨૮. લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.
૨૯. કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.
૩૦. જાંબુના રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.
૩૧. મૂળા અને મૂળાની ભાજી ઃ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.
રસાહારથી શરીરને ચોખ્ખું કેવી રીતે કરશો ?
મહિનામાં એક શનિ-રવિ આ કાર્યક્રમ અમલમાં મૂકો.
૧. શનિ અને રવિ બન્ને દિવસે ફક્ત પાણી અને પસંદગીના ફળ કે શાકભાજીનો જ ઉપયોગ કરો.
૨. શારીરિક પ્રવૃત્તિ એકદમ ઓછી કરી નાખો.
૩. કોઇપણ જાતનો ખોરાક લેવાનો નથી.
૪. શનિવારે જ્યારે ભૂખ લાગે ત્યારે ફક્ત રસ પીવાનો રાખો.
૫. રવિવારે થોડી સ્ફૂર્તિ લાગશે.
૬. આ જ પ્રમાણે રવિવારે પણ રસાહાર કરો.
સોમવારે તમે પથારીમાંથી ઉઠશો ત્યારે સ્ફૂર્તિ લાગશે અને આખું અઠવાડિયું સરસ જશે.
આમ થવાનાં કારણો
શારીરિક પ્રવૃત્તિ ના હોય એટલે શક્તિ બચે. ખોરાકમાં જલદી પાચન થાય તેવા રસ લીધા હોય એટલે શક્તિ બચે. આ વધેલી શક્તિ તમારી હોજરી, આંતરડાં અને કિડનીને મળે એટલે શરીરમાંથી બધો જ કચરો નીકળી જાય. આને ઓફિસકામના ‘બેક લોગ’ને જેમ શનિ-રવિવારે તમે બઘું ફાઇલોનું કામ કરી નાખો અને સોમવારે ફ્રી થઇ જાઓ તેની સાથે સરખાવી શકાય.
રસાહારનો પ્રયોગ આ રીતે શરીર ચોખ્ખું કરવા અને રોગમુક્તિ માટે કરવા જેવો ખરો.

હળદરનો પ્રાચીન પ્રયોગઃ

       પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં માન્યું છે કે ડાયાબિટીસના રોગીઓ માટે હળદરનો ઉપયોગ સંજીવની જેમ કામ કરે છે. હળદરનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી મધુમેહનો રોગ સારો થઈ જાય છે. હળદર એક ફાયદાકારક ઔષધી છે. હળદર કોઈપણ ઉંમરના વ્યક્તિને આપી શકાય છે. પછી તે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ અને ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાઓને પણ આપી શકાય.

હળદરમાં પ્રોટીન, વસા, ખીનજ પદાર્થો, રેશા, ફાઈબર, મેંગનીઝ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફોરસ, લોખંડ, ઓમેગા, વિટામીન એ, બી, સીના સ્ત્રોત તથા કેલેરી પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે મધુમેહને રોકવા માટે હળદર સૌથી સારો ઈલાજ છે. રોજ અડધી ચમચી હળદર લઈ ડાયાબિટિસને કંટ્રોલ કરી શકાય છે.

-મધુમેહના રોગીઓએ રોજ તાજા આમળાનો રસ કે સૂકાયેલા આમળાના ચૂરણમાં હળદરનું ચૂર્ણ મેળવી સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે.

-આમળાના રસમાં હળદર અને મધ મેળવી સેવન કરવાથી પણ ડાયાબિટિસના રોગીઓને ફાયદો મળે છે.

બીલીપત્રનો આ ઉપાય કરી દેશે તમારા સોલ્યૂશન સરળ


 
    શિવનકાલના નિયંત્રક દેવતામાનવામાં આવે છે. આ માટે સાંસારિક દ્રષ્ટિથી મૃત્યુ હોય કે ખરાબ સમયે શિવની નિયમિત ભક્તિથી ટળી જાય છે. આ કડીમાં શિવ ભક્તિનો વિશેષ કાળ સોમવાર પર ભગવાન શિવની ઉપાસના તમામ ભૌતિક સુખોની કામનાઓની પૂર્તિ કરનાર માનવામાં આવે છે.

- શિવ આરાધનાથી એવી ઈચ્છાઓ પૂરી કરવાના ઉપાય પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. આ પૂજા ઉપાયોમાં એક છે - શિવ ઉપાસનામાં બિલ્વપત્રને ચઢાવવા. ધાર્મિક માન્યતા છે કે સોમવારના શિવને ખાસ રીતથી ત્રણ પાન વાળા બિલ્વપત્ર ચઢાવવા ન કેવળ પાપનો નાશ કરે છે, પણ પાપનો નાશ થવાથી ઘરમાં ધનલક્ષ્મી આવે છે, જે બધા કાર્યઅને મનોરથ સિદ્ધ કરી દે છે.

- જો આપ પણ એવી સુખદ કામના કરે છે તો સોમવારના શિવ પૂજામાં નીચે જણાવાવેલ પૂજા વિધિ તથા મંત્રથી બિલ્વપત્રને અર્પણ શિવને કરો.

- શિવાલયમાં જઈને શિવ પર જળ કે દૂધની ધારા સમર્પિત કરો.

- પંચોપચાર પૂજામાં ચંદન, ચોખા પછી ત્રણ પાન પૂર્ણ હોય તેવા 11, 21, 51 કે શ્રદ્ધા અનુસાર વધારેમાં વધારે બિલ્વપત્ર શિવલિંગ પર આ મંત્રને બોલતા ચઢાવવા –

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम्। त्रिजन्म पापसंहारंमेकबिल्वं शिवार्पणम।।

- પૂજા, નૈવેદ્ય તથા બિલ્વપત્ર અર્પણ પછી શિવમંત્ર જપ, સ્તુતિ કરી શિવ આરતી કરો.

- અંતમાં શિવથી સુખદ અને નિરોગી જીવનની કામના કરો.

જાણો ફાઈવ ફ્રૂટ્સનો ફેન્ટાસ્ટિક ફંડા, બોડી બનશે જક્કાસ!


AJITDJADAV
 
 
વિટામીન-સી-ને એસ્કોર્બિક એસિડના નામથી પણ ઓળખવામાં આવે છે. આ શરીરની કોશિકાઓને બાંધીને રાખે છે. તેનાથી શરીરને વિભિન્ન અંગને આકાર બનાવવામાં મદદ મળશે. આ શરીરની બ્લડ વૈસેલ્સને મજબૂત બનાવવે છે.

તેનાથી એન્ટિહિસ્ટામીન ગુણવત્તાને કારણે, આ સામાન્ય સર્દી-કફમાં દવાનું કામ કરી શકે છે. તેના અભાવમાં પેઢાથી લાહી વહે છે, દાંત દર્દ થઈ શકે છે, દાંત ઢીલા થઈ શકે છે કે નિકળી શકે છે.

સ્કિનમાં પણ ચોટ લાગવાથી વધારે લોહી વહી શકે છે. આ વિટામિનની કમીથી સ્કર્વી રોગ કે પથરી થઈ શકે છે. વિટામિન-સી-ની કમી થઈ જાવાથી એનિમિયા રોગ પણ થઈ શકે છે.

જમરૂખ –

વિટામિન –સી-નો સારો એવો સ્ત્રોત છે. સૌ ગ્રામ જમરૂખમાં લગભગ 299 મિગ્રા વિટામિન સી થાય છે. તે ઉપરાંત તેમાં પ્રોટીન, કાર્બોહાઈટ્રેડસ કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન તથા વિટામિન બી પણ મેળે છે. જ્યાં સુધી વિટામિન સીનો પ્રશ્ન છે તેના બીજો તથા છાલમાં સર્વાધિક થાય છે. જમરૂખના પાકવાની સાથે-સાથે તેમાં વિટામિન સીની માત્રા વધવા લાગે છે અને પાકવાથી તે વધારે થાય છે.

પપૈયું –

તેના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે આ શરીરનો ક્ષાર સંતુલિત રાખે છે. તેમાં વિટામિન એ અને સી પ્રચૂર માત્રામાં જોવા મળ્યા છે. તેમાં વિટામિન બી વધારે માત્રામાં અને ડી ઓછી માત્રામાં મેળવવામાં આવે છે. તેના નિયમિત ઉપયોગથી શરીરમાં આ વિટામિન્સની કમી નથી રહેતી. તેમાં પેપ્સિન નામના તત્વ મેળ્યા છે, જે વધારે પાચક હોય છે. આ પેપ્સિન પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન છે પપૈયું, પપૈયાનો રસ પ્રોટીનને આસાનીથી પચાવી દે છે. આ માટે પપૈયા પેટ તથા આંતરડા સંબંધી વિકારોમાં વધારે જ લાભદાયક છે.

સ્ટ્રોબેરી –

તેમાં કેલ્શિયમ, લોખંડ, ફોસ્ફરસ, વિટામિન સી અને ફાઈબર મેળવવામાં આવે છે. નૈસર્ગિક સાકર પણ વધારે માત્રામાં મળતી હોવાથી મધુપ્રમેહ કે સાકરની કોઈ પણ બીમારીમાં તેનું સેવન ન કરવું જોઈએ. તેનો સર ગાઢો હોય છે. આ માટે તેને એમ જ કે કાપીને રાખવું જોઈએ. સ્ટ્રોબેરીને કસ્ટર્ડ, પુડિંગ અને ક્રિમની સાથે જુદા-જુદા વ્યજનો સાથે પીરસવામાં આવે છે.

કીવી –

કીવીમાં વિટામિન સી વધારે માત્રામાં મેળવવામાં આવે છે. વિટામિન સીમાં એન્ટીઓક્સિડેન્ટ પ્રચૂર માત્રામાં મેળવવામાં આવે છે. તેમાં કોલેજન પ્રોટિન પણ મેળવવામાં આવે છે. જે ત્વચાને લચીલી રાખવામાં મદદ કરે છે અને ત્વાચાની કરચલીને દૂર કરે છે.

સંતરા –

સંતરામાં વિટામિન સી વધારે માત્રામાં મેળવવામાં આવે છે. સંતરા રોગ નિરોધક શક્તિને વધારે છે. તેમાં ગ્લુકોઝ તથા ડેક્સટોલ બે એવા તત્વ હોય છે, જે જીવનદાયિની શક્તિથી પરિપૂર્ણ થાય છે. આ માટે સંતરા ન કેવળ રોગીના શરીરમાં તજગી લાવે છે પણ અનેક રોગો માટે લાભદાયક પણ થાય છે.

દ્રાક્ષ –

હૃદયને સ્વસ્થ રાખે છે, સાથેસાથે દિલની ધડકન અને દિલના દર્દમાં પણ લાભકારી થાય છે. સારી માત્રામાં થોડા દિવસ જો દ્રાક્ષનો રસ સેવન કરો તો કોઈ પણ રોગને કાબૂમાં લાવી શકાય છે. હૃદય રોગીઓ માટે દ્રાક્ષનો રસ વધારે લાભકારી હોઈ શકે છે. અંગૂરમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં મેળવવામાં આવે છે


તેનાથી એન્ટિહિસ્ટામીન ગુણવત્તાને કારણે, આ સામાન્ય સર્દી-કફમાં દવાનું કામ કરી શકે છે. તેના અભાવમાં પેઢાથી લાહી વહે છે, દાંત દર્દ થઈ શકે છે, દાંત ઢીલા થઈ શકે છે કે નિકળી શકે છે.

સ્કિનમાં પણ ચોટ લાગવાથી વધારે લોહી વહી શકે છે. આ વિટામિનની કમીથી સ્કર્વી રોગ કે પથરી થઈ શકે છે. વિટામિન-સી-ની કમી થઈ જાવાથી એનિમિયા રોગ પણ થઈ શકે છે.

જમરૂખ –

વિટામિન –સી-નો સારો એવો સ્ત્રોત છે. સૌ ગ્રામ જમરૂખમાં લગભગ 299 મિગ્રા વિટામિન સી થાય છે. તે ઉપરાંત તેમાં પ્રોટીન, કાર્બોહાઈટ્રેડસ કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન તથા વિટામિન બી પણ મેળે છે. જ્યાં સુધી વિટામિન સીનો પ્રશ્ન છે તેના બીજો તથા છાલમાં સર્વાધિક થાય છે. જમરૂખના પાકવાની સાથે-સાથે તેમાં વિટામિન સીની માત્રા વધવા લાગે છે અને પાકવાથી તે વધારે થાય છે.

પપૈયું –

તેના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે આ શરીરનો ક્ષાર સંતુલિત રાખે છે. તેમાં વિટામિન એ અને સી પ્રચૂર માત્રામાં જોવા મળ્યા છે. તેમાં વિટામિન બી વધારે માત્રામાં અને ડી ઓછી માત્રામાં મેળવવામાં આવે છે. તેના નિયમિત ઉપયોગથી શરીરમાં આ વિટામિન્સની કમી નથી રહેતી. તેમાં પેપ્સિન નામના તત્વ મેળ્યા છે, જે વધારે પાચક હોય છે. આ પેપ્સિન પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન છે પપૈયું, પપૈયાનો રસ પ્રોટીનને આસાનીથી પચાવી દે છે. આ માટે પપૈયા પેટ તથા આંતરડા સંબંધી વિકારોમાં વધારે જ લાભદાયક છે.

સ્ટ્રોબેરી –

તેમાં કેલ્શિયમ, લોખંડ, ફોસ્ફરસ, વિટામિન સી અને ફાઈબર મેળવવામાં આવે છે. નૈસર્ગિક સાકર પણ વધારે માત્રામાં મળતી હોવાથી મધુપ્રમેહ કે સાકરની કોઈ પણ બીમારીમાં તેનું સેવન ન કરવું જોઈએ. તેનો સર ગાઢો હોય છે. આ માટે તેને એમ જ કે કાપીને રાખવું જોઈએ. સ્ટ્રોબેરીને કસ્ટર્ડ, પુડિંગ અને ક્રિમની સાથે જુદા-જુદા વ્યજનો સાથે પીરસવામાં આવે છે.

કીવી –

કીવીમાં વિટામિન સી વધારે માત્રામાં મેળવવામાં આવે છે. વિટામિન સીમાં એન્ટીઓક્સિડેન્ટ પ્રચૂર માત્રામાં મેળવવામાં આવે છે. તેમાં કોલેજન પ્રોટિન પણ મેળવવામાં આવે છે. જે ત્વચાને લચીલી રાખવામાં મદદ કરે છે અને ત્વાચાની કરચલીને દૂર કરે છે.

સંતરા –

સંતરામાં વિટામિન સી વધારે માત્રામાં મેળવવામાં આવે છે. સંતરા રોગ નિરોધક શક્તિને વધારે છે. તેમાં ગ્લુકોઝ તથા ડેક્સટોલ બે એવા તત્વ હોય છે, જે જીવનદાયિની શક્તિથી પરિપૂર્ણ થાય છે. આ માટે સંતરા ન કેવળ રોગીના શરીરમાં તજગી લાવે છે પણ અનેક રોગો માટે લાભદાયક પણ થાય છે.

દ્રાક્ષ –

હૃદયને સ્વસ્થ રાખે છે, સાથેસાથે દિલની ધડકન અને દિલના દર્દમાં પણ લાભકારી થાય છે. સારી માત્રામાં થોડા દિવસ જો દ્રાક્ષનો રસ સેવન કરો તો કોઈ પણ રોગને કાબૂમાં લાવી શકાય છે. હૃદય રોગીઓ માટે દ્રાક્ષનો રસ વધારે લાભકારી હોઈ શકે છે. અંગૂરમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં મેળવવામાં આવે છે