Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

જીવ વિજ્ઞાન અને વનસ્પતિ શાસ્ત્ર



સૂક્ષ્મ દૃષ્ટિ ધરાવતા જૈન ધર્મમાં જેમ જગતની સર્વ વસ્તુઓ-જડ પદાર્થોનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે, તેમ જીવ જગતનું પણ સૂક્ષ્મતાથી વર્ણન કરવામાં આવ્યું છે.
 છાંદોગ્યો ઉપનિષદમાં ઉદ્દાલિક  ઋષિએ વૃક્ષમાં જીવ છે તેવુ શ્વેતકેતુને સંબોધન કર્યું હતું પણ પશ્ચિમના વૈજ્ઞાનિકો આ વાતને સ્વીકારવા તૈયાર ન હતા. પરંતુ બંગાળના સુપ્રસિદ્ધ ચિંતક શ્રી જગદીશચંદ્રબોઝે જયારે પ્રયોગોથી સાબિત કર્યું કે પ્રત્યેક ઝાડ પાનમાં પણ જીવ છે. તે હસે છે, રડે છે, ભૂખ તરસ લાગે છે, વગેરે ઓછાવત્તા પ્રમાણમાં ચારે સંજ્ઞાઓ હોય છે. ત્યારે વિજ્ઞાને જીવત્વનો સ્વીકાર કર્યો અને હવે તો આધુનિક અધ્યતન સૂક્ષ્મતા માપવાના યંત્રોથી આ વાત પૂર્ણ પણે સ્વીકારઈ છે, કે એ જીવોના સુખ - દુઃખના સ્પંદનો રેકોર્ડ કર્યા છે. તેની માત્રા માપી છે અને ભૂખ તૃષાની પણ નોંધ લેવાઈ છે અને તેવા વનસ્પતિ જીવોને પાણી સિંચ્યા બાદ સૂખની અનુભૂતિની પેટર્ન પણ નોંધાઈ છે.
 ભગવાન મહાવીરના સમયમાં અન્ય ધર્મના દાર્શનિકો એવું માનતા હતા કે પાણી, પાણીના મૂળભૂત પરમાણુઓથી બને છે. પીવા, ધોવા, સાફ કરવાના કામમાં આવે છે. પરંતુ પ્રભુ મહાવીરે એક પણ જાતના પરીક્ષણ વિના કહ્યું કે પાણી એ  વાયુ માંથી બને છે. જે ૐર્૨ં ના સમીકરણથી વિજ્ઞાને હવે બતાવ્યું છે. બે ભાગ હાઈડ્રોજનવાયુ અને એક ભાગ ઓક્સિજન વાયુમાંથી પાણી બને છે. એક પાણીના ટીપામાં ૩૬૪૫૦ હાલતા ચાલતા જીવોનું ફોટો ચિત્ર આજના વૈજ્ઞાનિકોએ બહાર પાડેલ છે.
 જૈન ધર્મ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવ છે, એવું કહેનાર એક માત્ર ધર્મ છે. અમેરિકન ‘ટાઈમ’ મેગેઝીનમાં ્રી ીટ્ઠિંર ંરટ્ઠં ખ્તર્િુજ  નામનો લેખ આવેલો હતો તેમાં જણાવ્યું હતુ કે ડુંગરના અંદરના ઢેફાંનુ વારંવાર પાણી પીવડાવવાથી તે દિન-પ્રતિદિન મોટું થતું જણાયું છે. અગ્નિ સ્વયં એક જીવ છે. જે ચકમકના બે પથ્થર ઘસવાથી ઉત્પન્ન થાય છે કે બે અરણી કાષ્ઠ (લાકડુ) ઘસવાથી કે અથડાવવાથી તે ઉત્પન્ન થાય છે. અને ઘી-વાયુ વગેરેથી મોટો થતો જાય છે. ઉત્તર ગુજરાત સાબરકાંઠાના એક ગામના ઘરની પૃથ્વીમાંથી પથ્થરો ઉગીને નીકળ્યાં કરતા હતા. તે પૃથ્વીને લોકોએ વારંવાર કાપવી પડે છે. અને સમયાંતરે ફરી ઊગ્યાં કરે છે.
 આ પૃથ્વી-પાણી-અગ્નિ વાયુને પોતપોતાના ચોક્કસ આકાર-ભવ (જન્મ-મરણ)ની સંખ્યા ભેદ (પ્રકાર), ઈન્દ્રિય અને વિશિષ્ટ લક્ષણોની નોંધો જૈન ધર્મ બતાવે છે.
 ઉપરના પાંચ સ્થાવર જીવો તરીકે ઓળખાય છે. પરંતુ તેમાં વનસ્પતિના જીવો બે પ્રકારના કહ્યા છેઃ ૧)સાધારણ વનસ્પતિકાય અને ૨) પ્રત્યેક વનસ્પતિકાય
 કેટલાક વનસ્પતિના જીવો  એવા છે કે પોતાના એક જ શરીરમાં અનંત આત્માઓ જન્મ-મરણ કરતા હોય છે. આવા અનંત આત્માઓનું એક જ શરીર તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. એને અનંતકાય પણ કહેવાય છે. તથા દરેક આત્માનું દરેક શરીર જાુદંુ હોય  એટલે કે થડ, છાલ, પાન, ફળ, ફૂલ, બીજ વગેરેમાં પોતપોતાનો સ્વતંત્ર જીવ હોય તેને પ્રત્યેક વનસ્પતિકાય જીવ કહેવામાં આવે છે. દા.ત. ફળ તોડાય ત્યારે મૂળ થડનો જીવ ફળમાંથી હરી જઈને ડાળીમાં ખેંચાઈ જાય અને તોડેલા ફળનો સમગ્ર જીવ અકબંધ રહે પછી એની અંદર રહેલી ગોટલી કે બીજને દૂર કરતાં તે નિર્જીવ થઈ જાય છે.  બીજી એક વાત દરેક વનસ્પતિ જમીનમાંથી ફૂટે ત્યારે અનંતકાય હોય છે, પણ તે વનસ્પતિ પ્રત્યેક જાતિની હોય તો તે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. અને કેટલાક એવા પણ વનસ્પતિના જીવો છે કે તેના મૂળ સાધારણ હોય અને બાકીનો ઉપરનો ભાગ પ્રત્યેક હોય છે.
 વનસ્પતિના શરીરની રચના, સ્વભાવ, ઉત્પત્તિ, નાશ, ઉપયોગિતા, અવયવોની વિચિત્રતા લાક્ષણિકતા વગેરે પશુ-પક્ષીકે માનવની કેટલીક બાબતોમાં સમાનતા બતાવે છે. તે ઘણીજ આશ્ચર્યકારક લાગે તેવી જાણ વૈજ્ઞાનિકો પણ બતાવતા રહે છે. અને આફ્રિકાના કેટલાક જંગલોમાં આવાં વિચિત્ર વૃક્ષો છે. આહાર-ભય-મૈથુન-પરિગ્રહ (ભેગુંકરી રાખવાની વૃત્તિ) ની સંજ્ઞા તેઓમાં પણ પ્રબળ પણે જોવા-જાણવા મળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો