Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

કબજિયાતને જડમુળથી મટાડે છે આ 4 ટિપ્સ


 


જો શરીર તંદુરસ્ત અને નીરોગી રહેશે તો જ આપણુ મન અને મગજ પુરી રીતે સક્રિય અને સતેજ બનશે.

આપણા શરીરમાં પેટ એ એક એવું કેન્દ્ર છે કે જેને જો સ્વસ્થ હશે તો શરીર અને મન બન્ને જોશ અને ઉત્સાહથી ભરપુર રહે છે.

અહી કેટલાક ઘરગથ્થુ ઉપાયો જે તમારી કબજિયાતને જડથી મટાડે તો છે જ સાથે પેટને પહેલા જેવું પ્રાકૃતિક સ્વરૂપે પાછું પણ લાવે છે..

1.કસમયે ખાન-પાનની ટેવને કારણે વ્યક્તિ વારંવાર કબજિયાતથી પીડાય છે,આનાથી બચવા માટે રોજ રાતે સુતા સમયે પાણી સાથે ત્રિફળા ( હરડે,બરડ અને આમળાનું મિશ્રણ)લેવું જોઇએ.

-આ પ્રયોગ 6 મહિના સુધી સતત કરવાથી તમને કબજિયાતની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.

2. જે રોગી ઘણો નબળો હોય અથવા બાળક હોય તો આમળાને વાટીને તેને નાભિ પર ચારે તરફ લગાવી તેને દિવાલ બનાવી લો તેની અંદર આદુનો રસ ભરી દેવો,

-બે કલાક સુધી પીડિત વ્યક્તિને આરામની સ્થિતિમાં રહેવા દો. વગર જુલાબ અને કોઇ હાનિકારક દવાઓ વગર મહિનાઓ અને વર્ષો જુનો મળ સાફ થઇ જાય છે.

3. સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં એક ચપટી સંચળ નાખો અને તેને પીને 15 મિનિટ આંટા મારો,ચોક્કસ કબજિયાતમાં રાહત મળશે.

4.તમારા ભોજનમાં સંચળ,અડધું લીબુ,શેકેલું જીરૂ,હીંગ અને સિઝન અનુસાર મળતા સલાડનો સમાવેશ કરો તેનાથી પેટ અને કબજિયાતને લગતી દરેક સમસ્યાઓથી સ્થાયી રૂપે છુટકારો મળશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો