Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

તમારે માલામાલ થવું છે તો માથા પર બનાવો આ ત્રણ રેખાઓ


શિવપુરાણ અનુસાર શિવલિંગનું પૂજન કરતી વખતે ભક્ત માટે મસ્તક કે લલાટ પર ત્રિપુણ્ડ ધારણ કરવાનું વિધાન છે.ત્રિપુણ્ડ અર્થાત ત્રણ સમાંતર રેખાઓ. શિવજી પણ પોતાનાં કપાળ પર આ ભસ્મથી ત્રિપુણ્ડ ધારણ કરે છે. તેની એક-એક રેખામાં નવ-નવ દેવતાઓનો વાસ માનવામાં આવે છે.

શિવજીનાં પૂજનમાં ત્રિપુણ્ડનું ઘેરૂ મહત્વ છે.તેને લલાટ પર ધારણ કરવા માટે ભસ્મથી ત્રણ આડી રેખાઓ બનાવવામાં આવે છે. ભમરની વચ્ચેના ભાગથી લઇને જ્યાં સુધી ભમરનો અંત છે ત્યાં સુધી , તેટલો મોટો ત્રિપુણ્ડ ધારણ કરવું જોઇએ.તે માટે મધ્યમ કે મીડલ ફિંગર અને અનામિકા કે ઇંડેક્સ ફિંગરથી બે રેખાઓ બનાવવાની હોય છે અને બન્ને રેખાઓની વચ્ચેથી અંગુઠાથી પ્રતિલોમ ભાવથી રેખા બનાવવાની હોય છે. તેનાં સિવાય મધ્યની આ ત્રણેય આંગળીઓથી પણ ત્રિપુણ્ડ બનાવી શકાય છે.


જે વ્યક્તિ દરરોજ શિવપૂજન બાદ આ પ્રકારે ત્રિપુણ્ડ બનાવે છે તેને જીવનમાં ઘણું બધુ પ્રાપ્ત થાય છે.તેની પ્રત્યેક રેખામાં નવ-નવ દેવતાઓનો વાસ છે.પહેલી રેખામાં અકાર, ગાર્હપત્ય અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજોગુણ,ઋગ્વેદ, ક્રિયાશક્તિ, પ્રાત: સવન તથા મહાદેવ- આ નવ દેવતા વાસ કરે છે. બીજી રેખામાં ઉકાર, દક્ષિણાગ્નિ, આકાશ, સત્વગુણ, યજુર્વેદ,મધ્યંદિનસવન, ઇચ્છા શક્તિ,અંતરાત્મા તથા મહેશ્વર – આ નવ દેવતા વિદ્માન છે.ત્રીજી રેખામાં મકાર,આહવનીય અગ્નિ,પરમાત્મા,તમોગુણ,દ્યુલોક,જ્ઞાનશક્તિ, સામવેદ,તૃતીય સવન તથા શિવનિવાસ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો