Translate

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

પોરબંદર








ચાલો આપણે ત્યાંથી યાત્રાની શરૂઆત કરીએ જ્યાંથી ગાંધીજીએ તેમની યાત્રાની શરૂઆત કરી હતી. બીજી ઓક્ટોબર ૧૮૬૯ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધી પોરબંદરની ત્રણ માળની ભૂરા રંગની હવેલીમાં જનમ્યા હતા જ્યાં તેમના પિતા, કાકા અને દાદા તે સમયના જેઠવા રાજપુત શાસકોના રાજ્યમાં પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂક્યા છે. સદીઓથી આ શહેર વેપારનું કેન્દ્ર રહેવાથી સમૃદ્ધ રહ્યું છે જેમાં અરેબિયન અને પર્શિયન અખાતી દેશો સાથેનો વેપાર, પૂર્વ આફ્રિકા સાથેનો વેપાર જે મોગલના, મરાઠા અને બ્રિટિશ શાસન વખતે કાયમ રહ્યો. પોરબંદર હવે ઔદ્યોગિક શહેર તરીકે ઓળખાય છે જ્યાં સીમેન્ટ અને કેમિકલ ફેક્ટરીઓ છે જે શહેરમાં મલીનતા ફેલાવે છે.

ગાંધીજીના જન્મ સ્થળને જે કિર્તી મંદિર તરીકે ઓળખાય છે તેને નાના સંગ્રહાલયમાં ફેરવી દેવામાં આવ્યું છે અને ગાંધીજીના જૂના ફોટા, તેમના કેટલીક વસ્તુઓ અને ગાંધી ફિલસૂફી દર્શાવતાં કેટલાંક પુસ્તકોનું પુસ્તકાલય બનાવ્યું છે. જે ઓરડામાં તેમનાં માતાએ તેમને જન્મ આપ્યો હતો તેને સામાન્ય ઓરડા તરીકે રાખ્યો છે. તે એક પારિવારિક ઘર હતું.


શહેરથી બે કિ.મી દૂર શહેરની મધ્યમાં ભરત મંદિર છે જ્યાં શિલ્પો, ચિત્રો અને અન્ય ભારતીય પરંપરાગત વસ્તુઓનું પ્રદર્શન છે. તેની બીજી બાજુએ નહેરુ પ્લેનેટેરિયમ આવેલું છે જ્યાં ખગોળશાસ્ત્રના કાર્યક્રમો નિયમિત રીતે યોજાય છે. બંને જગ્યાઓ સવારે ૯ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ખુલી હોય છે અને અહીંની પ્રવેશ ફી ત્રણ રૂપિયા છે.



 
  રોડ દ્વારાઃ એસટી અને પ્રાઇવેટ બસો અમદાવાદ, રાજકોટ, દ્વારકા, વેરાવળ, જામનગર, જૂનાગઢ અને અન્ય સ્થાનોથી આવે છે.

રેલ્વેઃ પોરબંદરનું રેલ્વે સ્ટેશન રાજકોટ, અમદાવાદ અને મુંબઇ જેવા સ્થળો સાથે જોડાયેલું છે

.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો