Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

હ્રદયરોગ, કેન્સર તમારાથી દુર જ રહેશે

કુદરતી ગુણોનો ખજાનો છે લસણની કળીઓ

-સાચા સેવનથી ઘણા પ્રકારની બીમારીઓથી બચાવે છે લસણ
આપણે રસોડામાં અનેક ચમત્કારીક ગુણો ધરાવતી વસ્તુઓને ઉપયોગમાં લઇએ છીએ પણ તેના ગુણોથી આપણે અજાણ હોઇએ છીએ.

આવો જાણીએ આવા જ ગુણોનો ભંડાર લસણ વિશે.

- દરરોજ સવાર-સાંજ એક ગ્લાસ દુધમાં લસણની બે કળી પીસીને ઉકાળી લો અને તેને ઠંડુ કરી સવાર-સાંજ પીવો હ્રદય રોગોમાં આરામ મળે છે.

- લસણના નિયમિત સેવનથી પેટ અને ભોજનની નળીને કેન્સર અને સ્તન કેન્સરની સંભાવનાઓને ઓછી કરી નાખે છે.

- નિયમિત સલણ ખાવાથી બ્લડપ્રેશર નિયમિત થાય છે.એસિડિટી અને ગેસની સમસ્યામાં પણ આનું સેવન ઘણું લાભદાયી હોય છે.હ્રદયની બીમારીઓની સાથે આ તણાવને પણ નિયંત્રિત કરે છે.

- દરરોજ નિયમિત રૂપે લસણની પાંચ કળીઓ ખાવાથી હ્રદય સંબંધી રોગો થવાની સંભાવના નહિ્વત રહે છે.રોજિંદા સેવનથી કોલેસ્ટ્રોલનાં સ્તરમાં પણ ઘટાડો થાય છે.

- રોજ લસણની એક કળી ચાવવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.

- ઝેરીલા કીડાના ડંખથી થતી બળતરાને ઓછી કરવા માટે લસણને પીસીને ડંખની જગ્યા પર લેપ કરો.જલ્દી અસર થશે.

- લસણ કીટાણુનાશક છે. લસણનું નિયમિત સેવન કરવાથી ક્ષય જેવી બીમારી થતી નથી.

- ખીલને મટાડવા માટે લસણની બે કળીઓ અને એક નાની ચમચી હળદરનો પાવડર મેળવીને ક્રીમ બનાવી લો અને તેને ખીલ પર અને ચહેરા પર લગાડી લો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો