Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

મીઠી મુળેઠી વડે રોગને ભગાડો


વધી ગયેલા કફ વડે ગળુ, નાક, છાતી વગેરે જગ્યાએ બળતરા થતી હોય તો મુળેઠીને મધમાં ભેળવીને ચાટવાથી ફાયદો થાય છે. મોટી વ્યક્તિઓ માટે મુળેઠીના ચુર્ણનો ઉપયોગ કરી શકો છો. બાળક માટે મુળેઠીના મુળને પત્થર પર પાણી સાથે ઘસીને 6-7 વખત મધ અને દૂધમાં ભેળવીને આપી શકો છો.

નાના બાળકો ઘણી વખત રાત્રે રડે છે. પેટમાં ગેસ થવાને લીધે તેમને સાંજે પેટમાં દુ:ખાવો થાય છે. તે વખતે મુળેઠીને પત્થર પર ઘસીને પાણી અથવા દૂધની સાથે પીવડાવાથી પેટમાં થતો દુ:ખાવો શાંત થાય છે.

મુળેઠી ભેળવીને બનાવવામાં આવેલ ઘીનો ઉપયોગ કરવાથી અલસર દૂર થઈ જાય છે.

આ કફને સરળતાથી દૂર કરે છે, એટલા માટે ઉધરસ, દમ, ટીબી તેમજ અવાજ બદલાઈ ગયો વગેરે જેવી ફેફસાની બિમારીઓમાં મુળેઠીનો એક નાનો ટુકડો મોઢામાં મુકવાથી ફાયદો થાય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો