Translate

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

જુનાગઢ

પૂર્વભૂમિકા
ગીરનાર પર્વતની તળેટીમાં વસેલું જૂનાગઢ શહેર, પર્વત પરથી જોતાં કૃષ્ણ વિશેની લોકવાયકાઓમાં આવતા શહેર જેવું લાગે છે . કહેવાય છે કે કૃષ્ણ સૌરાષ્ટ્રમાં રહ્યાં તે દરમિયાન જૂનાગઢ સાથે તેમનો ગાઢ નાતો રહ્યો હતો. પ્રમાણભૂત આધારો પ્રમાણે,  શહેરના કેન્દ્રમાં આવેલો ઉપરકોટ નામનો કિલ્લો ચંદ્રગુપ્ત મૌર્ય એ ઇ.સ.પૂર્વે ૩૨૦માં બંધાવેલો .  આજે પણ આના ભૂસ્તરિય પુરાવાઓ મોજૂદ છે. આ પુરાવાઓ જોતાં કહી શકાય કે ઉપરકોટનો કિલ્લો(ગઢ) ઇ.સ.પૂર્વે ૩જી સદીમાં બંધાયેલો, એટલે કે જૂનામાં જૂનો ‘ગઢ’ છે. માટે  જ તેને ‘જૂના-ગઢ’ નામ અપાયું . મોર્યકાળમાં જૂનાગઢ પાટનગર હતું . સમ્રાટ અશોકના કોતરાવેલા શિલાલેખો આજે પણ અહીં જોવા મળે છે .૫ મી સદી સુધી પાટનગર તરિકે જૂનાગઢ મહત્વનું શહેર રહ્યું . પછી રાજપૂત અને સોલંકીકાળમાં અનુક્રમે ભાવનગર અને પાટણનું મહત્વ વધતા,

જૂનાગઢની મહત્તા ઘટી . ગુજરાત દિલ્હી સલ્તનતનો હિસ્સો બન્યું અને અમદાવાદ મુખ્ય કેન્દ્ર બન્યું ત્યારે પણ જૂનાગઢ બાબતે આવીજ પરિસ્થિતિ રહી. ૧૬મી સદીમાં આવેલા મોગલોએ પણ અમદાવાદથી જ વહીવટ કરવાનું ચાલુ રાખ્યું. ૧૮મી સદીના મધ્યમાં મોગલોના પતન પછી, શેરખાન બાબી નામના અફઘાન સુલતાને અહીં પોતાનું રાજય સ્થાપી, જૂનાગઢને ફરી એક વાર અલગ રજવાડું (રાજય) બનાવ્યું .

સ્વતંત્રતા પછી બધા રજવાડાઓને ( કુલ ૫૬૫ રજવાડાઓ પૈકી ૧૦૦ રજવાડા માત્ર સૌરાષ્ટ્રમાં જ હતા ) ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાણની પસંદગીની તક અપાઇ. આ વખતે લોર્ડ માઊન્ટબેટને સ્પષ્ટતા કરેલી કે, રજવાડાની સરહદ જેની સાથે જોડાતી હોય, તેની સાથે જ જોડાણ કરવું. આ સ્પષ્ટતાથી બધા રજવાડાનાં જોડાણો આમ તો લગભગ નિશ્ચિત અને સરળ થઇ ગયાં. પરંતુ, જૂનાગઢના નવાબે પોતાનું રજવાડું, ‘દરિયાઇ માર્ગે’ પાકિસ્તાન સાથે જોડાયેલું હોવાનું કહીને, પાકિસ્તાન સાથે જોડાવનો આગ્રહ રાખ્યો. આ સમયે ભારતે, જૂનાગઢની ૮૦% પ્રજા હિંદુ હોવાનું કારણ આગળ ધરીને નવાબના આગ્રહ સાથે અસહમતી દર્શાવી..ઘણી સમજાવટો, રાજકીય ઉથલપાથલો અને લશ્કરી દાવપેચ પછી જૂનાગઢમાં લોકમત લેવાયો અને લોકમત ભારતની તરફેણમાં પડતાં, જૂનાગઢ સૌરાષ્ટ્ર રાજયનો અને સમય જતાં ગુજરાત રાજયનો હિસ્સો બન્યું. જોકે ઉપરોક્ત સમગ્ર પ્રક્રિયા દરમિયાન પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવેલો કે જ્યાં મોટાભાગની મુસ્લિમ વસતિ છે અને શાસક હિંદુ છે, માટે તેની ઇચ્છા અનુસાર જો એને ભારતમાં રાખવાની મંજૂરી અપાય તો જૂનાગઢમાં હિંદુ વસતિનો મુસ્લિમ સાસક છે ત્યારે તેની ઇચ્છા મુજબ જૂનાગઢનો પાકિસ્તાનનો જ ભાગ ગણવું જોઇએ. પરંતુ ત્યાં જનમત લેવાયો અને તે મુજબ જૂનાગઢનો પ્રશ્ન ઉકેલાયો.

જુનાગઢ
બહુ ઓછા સ્થળો જુનાગઢની જેમ તમને પૃથ્વી અને સ્વર્ગો, મનુષ્ય અને વન્યજીવનને શોધવાની તક આપે છે. શહેરની ઉપર ઝળુંબતો પર્વત ગિરનાર છે. તે હિન્દુઓ અને જૈનોનું પવિત્ર સ્થળ છે. મેદાનોમાંથી દેખાતા, ગગનચૂંબી મંદિરો ધરાવતી શિખર ટોચોએ પહોંચવા માટે તમારે 9999 પગથિયાં ચડવા પડે છે. યાત્રા દરમિયાન આ પગથિયાં ચડતી વખતે સ્વર્ગમાં જતા હોવાની અનૂભૂતિ થાય છે. જોકે, પર્વતની તળેટીમાં, શહેરના સૌથી જૂના વિસ્તારના હાર્દમાં બે પ્રાચીન વાવમાં લટાર મારીને તમે પૃથ્વીના પેટાળમાં જઈ શકો છો. આ વાવ બનાવવામાં આવી નથી, પરંતુ નક્કર પાષાણમાંથી કોતરી કાઢવામાં આવી છે. એક હજાર વર્ષ જૂના નવઘણ કૂવાના પગથિયા ઉતરીને, નક્કર પાષાણના હાર્દમાં 170 ફૂટ નીચે જઇને છેક તળિયે જીવન-દાતા પાણીને શોધવું એ તો આપણને ટકાવી રાખનારા તત્વો સાથેના અજોડ સંપર્ક સમું છે.

જુનાગઢ શહેરમાં જૈન, હિન્દુ, બૌદ્ધ અને ઇસ્લામનું પ્રભુત્વ ધરાવતા સમયગાળાની અઢી હજાર વર્ષો જૂની સભ્યતા સુધી પહોંચી શકો છો અને તેને સ્પર્શી શકો છો. આ બધા ધર્મોએ શહેર પર ઊંડી અસર છોડી છે. ત્યાર બાદ તમે એશિયાઈ સિંહોના આખરી વંશજોની નરદમ હિંસ્રતાની સન્મુખ થવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે જઈ શકો છો, જ્યાં માનવ સભ્યતા સદીઓ પહેલાં હતી તેવા જ કુદરતી લયમાં આજે પણ છે. 

સડક માર્ગે: જુનાગઢ અમદાવાદથી 327 કિમી., રાજકોટથી 102 કિમી. અને પોરબંદરથી 113 કિમી. છે. આ દરેક સ્થળેથી જુનાગઢ એસટી બસ દ્વારા જઈ શકાય છે. તેમજ ગુજરાતના અન્ય શહેરોથી વેરાવળ અને રાજકોટ થઈને પણ જઈ શકાય છે. જુનાગઢ જવાનો શ્રેષ્ઠ માર્ગ બસ દ્વારા જવાનો છે.

રેલ્વે માર્ગ: અમદાવાદ-વેરાવળ રેલ્વે લાઇન પર બે એક્સપ્રેસ ટ્રેનો દોડે છે. એક રાત્રે (થોડા પ્રતિકૂળ સમયવાળી) અને બીજી દિવસે. અમદાવાદથી ટ્રેનમાં સાડા સાત કલાકનો પ્રવાસ છે. જુનાગઢ રાજકોટ-વેરાવળ રેલ્વે લાઇન પર પણ આવે છે. રાજકોટથી અઢી કલાકનો સમય થાય છે અને વેરાવળથી બે કલાક.
 
જુનાગઢ શહેરમાં જૈન, હિન્દુ, બૌદ્ધ અને ઇસ્લામનું પ્રભુત્વ ધરાવતા સમયગાળાની અઢી હજાર વર્ષો જૂની સભ્યતા સુધી પહોંચી શકો છો અને તેને સ્પર્શી શકો છો. આ બધા ધર્મોએ શહેર પર ઊંડી અસર છોડી છે. ત્યાર બાદ તમે એશિયાઈ સિંહોના આખરી વંશજોની નરદમ હિંસ્રતાની સન્મુખ થવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતે જઈ શકો છો, જ્યાં માનવ સભ્યતા સદીઓ પહેલાં હતી તેવા જ કુદરતી લયમાં આજે પણ છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો