Translate

શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2011

જાણો 10 વાતો તમારા સ્તન વિશે

 
તમને લાગે છે કે એ તમારી સૌથી શ્રેષ્ઠ મિલ્કત છે. તેની કાળજી બાબતે તમે કદાચ એક કે બે વાતો જાણતા હશો. પણ શું તમે ખરેખર એના વિશે જાણો છો? આ ઓક્ટોબર મહિનાને આપણે બ્રેસ્ટ કેન્સર મહિના તરીકે ઉજવીએ છીએ તો આ તમારા સ્તન વિશે વિચારવાનો અને જાણવાનો શ્રેષ્ઠ સમય છે.

અહીં તમારા સ્તન વિશે 10 જાણવા જેવી વાતો.

1. શરૂઆતમાં તમારા બન્ને સ્તન એક કદના નથી હોતા. તમારુ ડાબુ સ્તન જમણા કરતા મોટુ હોય છે. તમે એને સામાન્ય નજરે નોંધી ન શકો કારણ કે આ તફાવત સાવ નજીવો હોય છે.

2. તમે તમારા સ્તનની સાઈઝ કુદરતી રીતે ક્યારેય વધારી ન શકો (સર્જરી સિવાય). પણ તમે તમારા સ્તનને વધુ સખત કરવા માટે કસરત કરી શકો છો. પ્રેગનન્સી પછી તમારા સ્તનનુ કદ વધે છે પણ સાથે સાથે લચકતા પણ વધે છે.

3. જ્યારે તમે નાના હોવ છો ત્યારે તમારા સ્તનમાં દૂધની ગ્રંથિઓ, કોલેજન અને ચરબી હોય છે. પણ જેમ તમારી ઉંમર વધે છે ત્યારે દૂધની ગ્રંથિઓ અને કોલેજન ઘટે છે અને તેનુ સ્થાન ચરબી લઈ લે છે. માટે જ તમારા સ્તન સમય જતા વજન વાળા થઈ જાય છે અને તેના કારણે લચી પડે છે.

4. પુરુષો ભલે ઈચ્છે કે તે તમે એમને છીછરા ન સમજો પણ હાલમાં જ એક અભ્યાસે દ્વારા સાબિત થયુ છે કે મોટાભાગના પુરુષો તમારા સ્તનને સૌથી પહેલા નોંધે છે. માત્ર 20 ટકા જેટલા પુરુષો તમને પહેલી વાર મળે ત્યારે તમારા ચહેરાને જુએ છે.

5. જો તમે તમારા ચહેરાને નીચેની બાજુ રાખીને સૂતા હશો તો તમારા સ્તનનો આકાર બગડી શકે છે. તમારા પડઘાની બાજુ એ સૂવુ એ શ્રેષ્ઠ સ્થિતિ છે. બીજી વાત કે તમે જ્યારે સૂઓ ત્યારે તમારા સ્તનને આધાર આપવા માટે એક તકિયો જરૂર ગોઠવો. એક ખાસ વાત કે, સૂતી વખતે બ્રા પહેરવાથી કેન્સર નથી થતુ, માત્ર ધ્યાન રાખો કે તમારી બ્રા વધુ ટાઈટ ન હોય.

6. વિશ્વમાં સૌથી મોટા સ્તન બ્રાઝિલમાં જન્મેલી અને ટેક્સાસમાં રહેતી શેલ્યા હેરશેના છે. તેના સ્તનની સાઈઝ છે 38KKK છે તે પણ 9 સર્જરી પછી. આ સ્ત્રીને થોડા વર્ષો પછી થનારા કમરના દુખાવાની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ.

7. 8માંથી 1 સ્ત્રીને તેના જીવનમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના હોવા છતા 50% સ્ત્રીઓ પોતાના સ્તનની તપાસ નથી કરાવતી. એક અભ્યાસ પ્રમાણે 18 ટકા સ્ત્રીઓને તો ખબર જ નહોતી કે આ જરૂરી પણ છે જ્યારે 13 ટકા સ્ત્રીઓને આની કોઈ જરૂરિયાત જ નથી લાગતી અને 15 ટકા સ્ત્રી ગભરાય છે કે જો તપાસ કરાવતા તેમને ખબર પડી કે તેમને કંઈક છે તો.

8. તમારા સ્તનમાં તમને કોઈ ગાંઠ મળે તો તેનો અર્થ કેન્સર નથી. હકીકતમાં તો સ્તનની 80 ટકા જેટલી ગાંઠો સૌમ્ય જ હોય છે. તમારા માસિક પછી આ ગાંઠમા બદલાવ આવતો જ રહે છે અને જો તે પછી પણ ગાંઠ તેમજ રહે તો ડોક્ટરને મળો.

9. પુરુષોને પણ સ્તન હોઈ શકે છે અને હા, એ મેદસ્વિતાને કારણે નહી. હોર્મોનલ ડિસઓર્ડરને કારણે પુરુષોના શરીરમાં સ્તનની મોટી ગ્રંથિઓ રચાય છે. આ રોગને જ્નેકોમાસ્ટિયા કહે છે. અને હા, પુરુષોને પણ સ્તન કેન્સર થઈ શકે છે.

10. બ્રેસ્ટ ફિડીંગથી તમે વજન ઘટાડી શકો છો. એક અભ્યાસ અનુસાર, જો તમે સ્તનપાન કરાવતા રહો તો 3થી 6 મહિના સુધી તમારા શરીરમાંથી ચરબી ઘટતી રહેશે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો