Translate

શનિવાર, 17 સપ્ટેમ્બર, 2011

સંધિવા





ગાઉટમાં પણ ‘સાંધાનો દુખાવો ‘ અને સોજો એ બીજા તમામ પ્રકાર નાં સંધિવાની જેમ સામાન્ય લક્ષણ હોવા છતાં દરેકે દરેક રીતે તે સાવ અલગ જ પડે છે. ગાઉટ નાં દર્દી ને એકવાર જોયો હોય તો કોઇ વેૈદ તેને બીજીવાર ભૂલી શકે નહિ તેવું તેનું સ્વરુપ છે.પગ ના અંગૂઠાના સાંધામાં પાકા ટામેટા જેવો લાલઘૂમ સોજો તે ગાઉટનું સ્વરુપ છે.કવચિત તે સોજો લાલ ના બદલે સહેજ કાળાશ પડતા લાલ વર્ણનો પણ હોઇ શકે. આયુર્વેદમાં આ રોગને આઢય વાત એટલે શ્રીમંત લોકો નો સંધિવા એવું નામ પણ આપ્યું છે.

લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી આ રોગ થતો જોવા માં આવ્યો છે.યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય અને તેટલા પ્રમાણમાં કીડની વ્દારા તેનું વિસર્જન ન થઇ શકે અથવા બંને બાબતો સાથે થાય ત્યારે ગાઉટ થવાની સંભાવના વધી જાય છે. લોહીમાંના રકતકણોનો અત્યધિક નાશ થવો ખોરાકમાં પ્રોટીનવાળા ખાધ્યો વધારે રહેતું હોય કીડનીની કામગીરીમાં અડચણ ઊભી થાય બ્લડપ્રેશર વધારે રહેતું હોય થાઇરોઇડ ગ્રંથિનાં સ્રાવમાં ગરબડ હોય કે કોઇ અંગ્રેજી દવા લાંબા વખતથી ચાલતી હોઇ ત્યારે પેશાબ વ્દારા વિસર્જિત નહિ થતાં યુરિક એસિડનું લોહીમાં પ્રમાણ વધી જઇને તેનાં કણ સાંધામાં જમા થઇ ગાઉટની પીડા ઊભી કરેછે.

આયુર્વેદ આ રોગને આઢયવાત એટલે કે શ્રીમંતોના સંધિવા તરીકે ઓળખે છે.આ રોગ થવાના કારણો આયુર્વેદના મતે વધુ પડતાં ખારા ,ખાટા ,તીખા ક્ષારવાળા પદાર્થો ,ગરમગરમ ઘી, તેલવાળા પદાર્થો ,અજીર્ણમાં ભોજન ,માછલી ,માંસ ,ખોળ ,કળથી,મૂળા,અડદ, વાલ,તલ,શેરડીનાં રસની વિવિધ બનાવટો,દહીં,સરકો,દારુ,ડુંગળી,વિરુધ્ધાહાર,અતિક્રોધ વગેરેને મુખ્ય ગણે છે.તે સિવાય વાગવા પડવાથી,વધુ પડતી વાહનની સવારી કરવા, અતિશય શ્રમ કરવાથી,કુદરતી હાજતોને રોકવા થી ગાઉટ થાય છે. મોટાભાગે બેઠાડંુ જીવનશૈલીના ાને સુકુમાર પ્રકૃતિનાં શ્રીમંત લોકોને થાયછે. સ્વરુપવાન અને પ્રિયદર્શીસ્ત્રી હોય તો તેને મોટાભાગે આમવાત થાય છે અને પુરુષ હોય તો તેને ગાઉટ થાય છે.વધુ પડતાં મિષ્ટાન આ રોગનારા અને આખો દિવસ ગાદી તકીયે બેસી રહેનારને જ આ તકલીફ થાય છે. બાવીસથી પાંત્રીસ વર્ષની વચ્ચેનાં વયજૂથનાં મેદસ્વી લોકોને અચૂક ગાઉટ થાય છે.જે લોકો પાંત્રીસે પહોંંચ્યા પહેલા જાડિયા થયા છે. તેમને ગાઉટ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.આવા મેદસ્વી લોકો વ્દારા ખવાતા પ્રોટીનયુકત પદાર્થો શરીરની ચયાપચયની ક્રિયા બગડેલી હોવાથી યુરિક એસિડનું પ્રમાણ લોહીમાં વધતું જાયછે,પરિણામે ગાઉટ થાય છે




ગાઉટની સારવાર આધુનિક વિજ્ઞાન માં સંતોષપ્રદ નથી.તેની સામે આયુર્વેદ ની સામે ગાઉટ માટે અનેક દવાઓ છે. તેની સારવાર માટે એક ચોકકસ દ્ર્ર્ર્રષ્ટિ છે, નિશ્ર્ચિત પરિણામ છે.વાતરકતનાં રોગીઓને પંચકર્મની સારવારમાં સૌપ્રથમ વિરેચન કર્મ કરાવવામાં આવે છે. વિરેચન માટે સૌપ્રથમ અૌષધિયુકત ઘીને વધતી માત્રામાં સાત દિવસ સુધી પીવડાવવામાં ,આવે છે.અને ત્યારબાદ શાસ્ત્રીય પધ્ધતિથી આ કર્મ કરાવાય છે. તે ઉપરાંત બસ્તિકર્મ પણ ગાઉટનાં રોગીને ,દર્દીને તત્કાલ લાભ આપે છે. જોકે આ રકતમોક્ષણની ક્રિયા દરેક રોગી માટે અનુકૂળ નથી.યુવાન બળવાન રોગીમાં તે થઇ શકેછે.

ગાઉટ માટે આયુર્વેદ માં ગળો,મજીઠ,લીમડો,કડુ,ચંદ્રપ્રભાવટી, રસાયનચૂર્ણ,ગોક્ષુરાદિ ગુગળ,ગુડુચ્યાદિ કવાથ,મહામંજીષ્ઠાદિ કવાથ, વગેરે અનેક અૌષધો અકસીર છે.તેમાં કેવળ પસંદગી કરાયેલ અૌષધો જ "રામબાણ"સિધ્ધ થાય છે



પરંતુ આયુર્વેદમાં દવા કરતા પરેજીનું મહત્ત્વ વધારે છે.ગાઉટનાં દર્દીઓએ જૂના જવ, લાલ ચોખા, ભાજી,પરવળ,દૂધી,ફણસી જેટલા વધારે લઇ શકાય તેટલા લાભ કરેછે. બે મહિના સુધી કાચી ફણસીનો રસ દરરોજ એકસોપચાસ એમ.એલ. લેતાં રહેવાથી ગાઉટમાં લાભ થાય છે. કારણકે ફણસીમાં વિટામિન એ,બી, બીર વિટામિન સી અને નાયાસીન તેમજ આયર્ન હોય છે.વળી તેનાથી કેલરી વધતી નથી.

તેની સામે ગાઉટ નાં દર્દીઓને જે જે બાબતો હિતકારી નથી તેમાં દિવસની ઊંઘ,તડકામાંફરવું, અત્યાધિક મૈથુન,ખાટા,ખારા,તીખા,તળરલાપદાર્થો,ગરમાગરમ ઘી,તેલયુકત મીઠાઇ,ફરસાણ,દહીં,શ્રીખંડ,મઠો વગેરેના સમાવેશ થાય છે. આ બધી બાબતો ને ગાઉટનાં દર્દીએ દૂરથી જ ભગાવવી જોઇએ.
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો