Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

ઝંઝટોથી બચો અને સુંદરતા માટે અપનાવો


 
દરેક જણ એવું ઇચ્છે કે તે સુંદર અને યુવા લાગે.તેની ત્વચા હંમેશા સ્વસ્થ અને ચમકતી રહે. ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે નીત- નવા પ્રયોગ કરવામાં પણ પીછેહઠ કરતા નથી પરંતુ ત્વચા વિશેષજ્ઞ અને આપણી દાદી અને નાની આ સલાહ પણ માનવા જેવી છે જેથી ત્વચાને હંમેશા યુવા અને સ્વસ્થ રાખી શકીએ.

કોસ્મેટિક અને સિથેંન્ટીક પ્રોડક્ટસનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઇએ. કહે છે ને કે ઘરગથ્થુ નુસખા અપનાવવાથી સ્કિનમાં નેચરલ શાઇનીંગ આવી જાય છે. આ માટે કોસ્મેટિકનાં ઝંઝટોથી બચીને અને ઘરગથ્થુ ઉપાયો દ્વારા નેચરલ ગ્લો મેળવવો જોઇએ.

- મધમાં લીંબુનો રસ ભેળવીને લગાડો.

- મુલતાની માટીને પાણીમાં ભેળવીને લગાડો.

- ચણાનાં લોટનું ઉબટન લગાડો.

- કાચા દુઘનો ફેસ પર મસાજ કરો.

- ખુબ નાળિયેર પાણી પીવો.

- મોસંબીનો અને જ્વારાનો રસ પીવો.

- લીંબુ નાખીને નહાવો અને શરીર કાળી- ચિકણી માટીનો લેપ કરો.

- બિનજરૂરી સાબુ,શેમ્પુ, કેમિકલ યુક્ત ચીજો વપરાશમાં ના લો.

- સિથેન્ટિક વસ્તુઓનો ઉપયોગ ના કરો.

- લાંબા સમય સુધી એ.સીનો પ્રયોગ ના કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો