Translate

શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2011

હ્રદયરોગને થતો અટકાવવા

 

હ્રદયરોગને થતો અટકાવવા માટે નાનપણથી જ કાળજી રાખો.

આખા વિશ્વમાં હ્રદયરોગ થાય જ નહીં એ માટેના પ્રયત્નો પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. સ્વસ્થ જીવનપદ્ધતિની જોરદાર ઝુંબેશને કારણે પશ્ચિમના દેશોમાં હ્રદયરોગનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે. પરંતુ આપણા દેશમાં આ પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આજથી જ દરેક જાગૃત નાગરિકે ચેતી જઇને ખોરાકમાં ચરબીનું પ્રમાણ ઘટાડી નાંખવું જોઇએ; નિયમિત અડધો-પોણો કલાક ચાલવાનું શરૂ કરી દેવું; માનસિક શાંતિ માટે યોગાસન-ધ્યાન કરવાં અને વ્યસનો છોડી દેવાં જોઇએ. હ્રદયરોગની રોકથામ એના ઇલાજ કરતાં સારી, સસ્તી અને સલામત છે. સ્વસ્થ જીવન માટે નીચેના મુદ્દાઓ યાદ રાખો અને અમલમાં મૂકો:
૧. નિયમિત કસરત: રોજ ત્રણ-ચાર કિ.મી. ચાલવાની કે અડધો કલાક તરવાની, દોડવાની કસરત કરવી જોઇએ. ઘરે રહીને ઘરનું બધું કામ (કચરા, પોતાં, વાસણ વગેરે) કરવાથી હ્રદયને જરૂરી કસરત મળતી નથી. નાનપણથી જ શરીરશ્રમ અને કસરતનું મહત્વ દરેક બાળકને સમજાવો અને એની ટેવ પાડો.
૨. સામાન્ય વજન અને પેટનો ઘેરાવો: બાળપણથી જ વજન ન વધે એની કાળજી રાખો. પુખ્ત વયે તમારું વજન(કિ.ગ્રા.) = (૨૧) ગુણ્યા (તમારી મીટરમાં માપેલી ઊંચાઇનો વર્ગ) જેટલું થવું જોઇએ. બીજી સાદી રીત પ્રમાણે, તમારી સેન્ટીમીટરમાં માપેલી ઊંચાઇમાંથી સો બાદ કરવાથી મળતા આંક કરતાં તમારુ વજન વધવું ન જોઇએ. તમારી કમરનો ઘેરાવો થાપાના ઘેરાવાના ૮૮ ટકા (પુરુષ માટે) કે ૮૫ ટકા (સ્ત્રીઓ માટે) કરતાં ઓછો હોવો જોઇએ.
૩. ઓછી ચરબીવાળો કુદરતી ખોરાક: ખોરાકમાં ઘી, માખણ, ઇંડાં, માંસ વગેરેનો ઉપયોગ ન કરવો. રોજિંદા ખોરાકમાં ઘી-તેલ અથવા અન્ય ચરબીનું કુલ પ્રમાણ ૨૦ ગ્રામથી ઓછું હોવું જોઇએ. સરસવ, રાય, સોયાબીન, મકાઇ કે તલનું તેલ એથેરોસ્કલેરોસિસ ઘટાડવા માટે ઉપયોગી છે, એટલે શકય હોય તો બધી રસોઇમાં આ તેલનો ઉપયોગ કરવો. રોજ ખોરાકમાં ઓછામાં ઓછાં ૪૦૦ થી ૬૦૦ ગ્રામ જેટલાં શાકભાજી, ફળ અને કઠોળ ખાવાં જોઇએ. રોજના ખોરાકમાં મીઠાનું પ્રમાણ ૬ ગ્રામથી આછું રાખવું. શરીર જેટલો શ્રમ કરે એટલો જ ખોરાક લો. જરૂર કરતાં વધારે ખોરાક છેવટે ઝેરનું જ કામ કરે છે. ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવું સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
૪. વ્યસનમુક્તિ: ચા-કોફી-કોલા-તમાકુ વગેરે વ્યસનથી મુકત રહો. ખાસ તો, પાન-માવા કે બીડી-સિગારેટ એવા કોઇપણ સ્વરૂપમાં તમાકુનું સેવન કરવું નહીં. તમાકુનું વ્યસન સામાન્ય રીતે કિશોરાવસ્થામાં શરૂ થાય છે, માટે બાળકો અને તરૂણોને આ ભયંકર વ્યસન અંગે જાગૃત કરી દો. જો તેની કુટેવ પડી ગઇ હોય તો વહેલી તકે છોડી દેવી. જાતે આ ટેવ ન છૂટતી હોય તો વ્યસનમુક્તિ કેન્દ્રોની સલાહ લઇને આ કુટેવમાંથી છૂટી શકાય.
૫. મન: શાંતિ: નિયમિત યોગાસન ધ્યાન કે અન્ય તણાવમુક્તિની પધ્ધતિનો અભ્યાસ માનસિક શાંતિ જાળવી રાખવામાં અગત્યનો ફાળો આપે છે. નાનપણથી જ નિયમિતપણે યોગાસન-ધ્યાનની ટેવ પાડી દો.
૬. નિયમિત તબીબી તપાસ: જો તમારા કુટુંબમાં નાની ઉંમરે (પપ વર્ષથી નાના પિતા, કાકા કે મામા અથવા ૬૫ વર્ષથી નાનાં માતા, માસી કે ફઇ) હ્રદયરોગ કે વધુ કોલેસ્ટેરોલની તકલીફ હોય તો દશ વર્ષની ઉંમરે જ કોલેસ્ટેરોલની તપાસ કરાવી લેવી જોઇએ. આ સિવાય પણ, વીસ વર્ષની ઉંમર પછી એકવાર (દર પાંચ વષે્ર<) લોહીમાં ચરબી અને કોલેસ્ટેરોલનું પ્રમાણ, તથા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેક કરાવી લેવું જોઇએ. તમારા લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૭૦ મિ.ગ્રા./ડે.લી.થી આછું હોય તો ઉત્તમ અને કદી ૨૦૦ મિ.ગ્રા./ડે.લી.થી વધારે રહેવું ન જોઇએ. કોઇ પણ રિપોર્ટમાં ખરાબી આવે તો ડોકટરની સલાહથી યોગ્ય સારવાર શરૂ કરી દેવી જોઇએ.
જો તમારા કુટુંબમાં નાની ઉંમરે (પપ વર્ષથી નાના પિતા, કાકા કે મામા અથવા ૬૫ વર્ષથી નાનાં માતા, માસી કે ફઇ)
હ્રદયરોગ કે વધુ કોલેસ્ટેરોલની તકલીફ હોય તો
દશ વર્ષની ઉંમરે જ કોલેસ્ટેરોલની તપાસ કરાવી લેવી જોઇએ.આ સિવાય પણ, વીસ વર્ષની ઉંમર પછી દર પાંચ વર્ષે
વજન, પેટનો ઘેરાવો, લોહીમાં ચરબી અને કોલેસ્ટેરોલનું પ્રમાણ,તથા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર ચેક કરાવી લેવું જોઇએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો