દવાની સારી માઠી અસરો
દવા એટલે શું ? ''દવા’’ મૂળ અરબી શબ્દ છે. જે પદાર્થ લેવાથી રોગ મટી જાય, નિયંત્રણમાં રહે, થતો જ અટકી જાય અથવા રોગથી ઉદભવતી તકલીફમાં રાહત અનુભવાય એનું નામ દવા. વિશ્વ આરોગ્ય સંસ્થાની વ્યાખ્યા મુજબ ''દવા એટલે એવો પદાર્થ કે વસ્તુ જે વ્યક્તિના હિતમાં, એના શરીરની તંદુરસ્ત કે બિનતંદુરસ્ત કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવા માટે અથવા એ કાર્યપ્રણાલીની તપાસ માટે વાપરવામાં આવે અથવા વાપરવાનો ઇરાદો રાખવામાં આવે.’’
દવા તરીકે વપરાતા બધા પદાર્થનું પ્રમાણભાન જાળવવું ખૂબ જ જરૂરી હોય છે. કોઇ પણ દવા અમુક માત્રામાં શરીરને ફાયદો કરે પણ માન્ય પ્રમાણથી વધુ જથ્થામાં કે વધુ સમય સુધી લેવાથી નુકસાન કરી શકે. વળી, એક જ પ્રકારની બીમારી ધરાવતા દર્દીઓમાં એક દવા કોઇક દર્દીને સારી અસર કરે તો અન્ય દર્દીમાં આડઅસર પણ કરી શકે છે. ''દવા માફક ન આવી’’ અથવા ''દવાથી એલર્જી થઇ ગઇ’’ વગેરે ઉદ્ગારો વડે આવી દવાની અચાનક થઇ આવતી આડઅસરોનું વર્ણન સામાન્ય રીતે કરવામાં આવે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો