Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

ઇસબગુલ


 
‘જંતુજન્ય મરડો : ઇસબગુલ ઇંદ્રજવ અને કડાછાલ ચૂર્ણ સાથે (પ ગ્રામ) સવાર-સાંજ લેવું

‘ગરમીના દોષથી થતી કબજિયાત, આંતરડાની ગરમી, ચાંદા, મરડામાં ઇસબગુલ દૂધ કે છાશ સાથે લઇ શકાય.

‘ ગરમીથી થતા સૂકા દમ-શ્વાસ રોગમાં ઇસબગુલ ૪-પ માસ સુધી મીઠા દૂધ સાથે નિત્ય લેવાથી દમ મટે છે.

‘પેટ-આંતરડાનાં દદોઁ : ઇસબગુલ રાતે પાણી કે દૂધમાં પલાળી તેમાં સવારે સાકર નાખી રોજ પીવાથી તાવ સાથેના ઝાડા, લોહીના ઝાડા, જૂના ઝાડા, લોહીના હરસ, પ્રમેહ, દાહ, વગેરે મટે છે.

‘જૂની કબજિયાત: ઇસબગુલ મીઠા દૂધ સાથે રોજ રાતે પીવું. તેનાથી પિત્ત કે ગરમીથી થતી કબજિયાત મટે છે. જેમને દૂધ માફક ન આવતું હોય તે દહીં, છાશ કે પાણી સાથે પણ ઇસબગુલ લઇ શકે.

1 ટિપ્પણી: