Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

અખરોટ કેન્સર અને પથરીનું જોખમ પણ ઘટાડે છે

આમ જોવા જઈએ તો ઘણા લોકો અખરોટના ગુણધર્મોથી અજાણ છે. આપણે દરરોજ નાસ્તાને સ્વાદિષ્ટ બનાવવા અખરોટ ખાઈએ છીએ પણ તેમાં રહેલું ભરપૂર પ્રોટીન આપણને હાર્ટ અને ચામડીના રોગો સામે રક્ષણ આપે છે તેમજ કેન્સર અને ગોલ બ્લેડરની પથરીનાં જોખમ ઘટાડે છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધન પરથી જાણવા મળે છે કે અખરોટ ઓમેગા-૩ ફેટ્સ તેમજ આલ્ફા લિનોલેક એસિડ જેવા ઘટકોથી સમૃદ્ધ છે. જે હ્ય્દયની કામગીરીને ધબકતી રાખે છે અને હાર્ટની રક્તવાહિનીઓમાં લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રાખે છે.
·         કેન્સર અને પથરીનું જોખમ પણ ઘટાડે છે
અખરોટમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વોને કારણે કેન્સર જેવા જીવલેણ રોગોથી પણ બચી શકાય છે. જો દરરોજ નાસ્તામાં અખરોટના બે કે ત્રણ ટુકડા ખાવામાં આવે તો ગોલ બ્લેડરમાં થતી પથરીથી પણ બચી શકાય છે. અખરોટમાં રહેલા મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સને કારણે લોહીમાં ખરાબ કોલેસ્ટરોલ જમા થતું નથી અને લિપોપ્રોટીન નામનાં તત્ત્વોને કારણે લોહી ગંઠાતું અટકે છે.
અખરોટમાં લા-આર્ગીનાઈન નામનું તત્ત્વ પણ રહેલું છે જે ખોરાક લીધા પછી નાઈટ્રિક ઓક્સાઈડમાં રૂપાંતર થાય છે અને શરીરમાં રુધિરાભિસરણની પ્રક્રિયાને સરળ બનાવે છે. તેનાંથી હ્ય્દયમાં લોહીની નળીઓ બ્લોક થતી અટકે છે. અખરોટને સામાન્ય રીતે બ્રેઈન ફૂડ પણ કહેવાય છે જે મગજના કોષોને સતેજ રાખે છે. અખરોટમાં રહેલું મ્લાટોનિન નામનું તત્ત્વ વ્યક્તિને અનિદ્રાની સમસ્યાથી પણ બચાવે છે અને સારી ઊંઘ આવે છે. આમ અખરોટ નિયમિત ખાવામાં આવે તો તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે તે ઘણું આશીર્વાદરૂપ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો