૨૪ અને ૩૫ મહિનાના બે ગર્ભની તસવીરો પાડીને સંશોધકોની આ ટીમે ચહેરાના હાવભાવો સાથે સંકળાયેલી બાળકોની વિવિધ ગતિવિધિની નોંધ કરી હતી. વિજ્ઞાનીઓએ ગર્ભમાં બાળકના ચહેરના ૧૯ પ્રકારનાં હલનચલન નોંધ્યા હતા એટલું જ નહિ પરંતુ આ હાવભાવો બાળકનાં રૂદન અને હાસ્ય પ્રમાણે અલગ અલગ હતા.
અભ્યાસ માટે ૪-ડી અલ્ટ્રાસાઉન્ડ ઈમેજીસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંશોધનમાં જણાયું કે, બાળક ગર્ભમાં ૨૪મા મહિનાથી ચહેરાના હાવભાવ શરૂ કરે છે. સૌપ્રથમ તે હોઠ પહોળા કરે છે અને અઠવાડિયા વધતાં જાય એમ અન્ય ભાવો પણ જોઈ શકાય છે. આશરે ૩૫મા અઠવાડિયે બાળક ત્રણથી ચાર હાવભાવ કરી શકે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો