લીંબુ અને સંતરાની છાલની વાત કરીએ તો આપને જણાવી દઈએ કે આ ચમત્કારી વસ્તુ જેટલી શરીરમાટે લાભદાઈ છે તેની છાલ પણ એટલી જ લાભદાઈ છે.
-લીંબુ કે સંતરાના સુકાયેલી છાલને બાળી તેનો ધુમાડો કરવાથી મચ્છર મરી જાય છે.
-તેને બાળી તેની રાખથી દાંત સાફ કરવામાં આવે તો તે ચમકદાર બને છે અને મોઢાની વાસથી પણ બચી શકાય છે.
-લીંબુનો રસ નિચોવ્યાં બાદ તેનો વધેલો કસ જો કોણી કે ઘૂટણ પર લગાવવામાં આવે તો તે ભાગની કાળાશ ઓછી થાય છે.
-લીંબુની છાલ ચહેરા પર ઘસવાથી ખિલની સમસ્યા ઓછી થાય છે તેમજ ડાઘા પણ પડતા નથી.
-પિત્તળ અને તાંબાના વાસણ ચમકાવવા આ છાલ ઉપયોગી છે.
-તેની છાલને મીઠું, હીંગ, મરચું, અને ખાંડ સાથે પીસવામાં આવે તો સ્વાદિષ્ટ ચટની બને છે.
-સંતરાની છાલને છાયડામાં સુકવી દો. બાદમાં તેને પીસીને તેના પાવડરને ચહેરા ગરદન પર લગાવવામાં આવે તો ડાઘ ધબ્બા દુર થાય છે.
-સંતરાની છાલને પાણીમાં નાખી નાહવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો