
બિલાડીઓની દેખભાળ કરવાથી તણાવ ઘટે છે
તણાવ ઓછો કરવા માટે સંગીત સાંભળવુ તો સારુ છે જ, પણ બિલાડીઓની દેખભાળ? સાંભળીને નવાઈ લાગે છે ને! નેબ્રાસ્કા પ્રાંતના શહેર લિંકનની એક જેલમાં તો આવુ જ કરવામાં આવે છે. જેલના અધિકારીઓ એવુ માને છે કે બિલાડીઓની દેખભાળ કરવાથી કેદીઓનો તણાવ ઘટશે.
અધિકારી જેરોમ ક્રેમરે જણાવ્યા પ્રમાણે તેમણે એક દિવસ એ નોટિસ કર્યુ હતું કે તેમના કેદીઓ તણાવમાં રહે છે. આ પછી તેમનો તણાવ ઓછો કરવા માટે તેમણે બિલાડીઓને જેલમાં લાવવાનો નિર્ણય લીધો. તેમણે કોઇક પુસ્તકમાં વાંચ્યુ હતું કે પાળતૂ જાનવરોની મદદથી તણાવ ઓછો કરવામાં મદદ મળી શકે છે.
આમ તો બિલાડીવાળો આ કીમિયો ખરેખર અસરકારક સાબિત થઈ રહ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે અહીંના કેદીઓને બિલાડીઓ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે અને તેનાથી તેઓ ખુશ છે. કેટલાક કેદીઓ તો બિલાડી સંભાળવા માટે પોતાનો વારો આવે તેની રાહ જોતા હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો