Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઈલાયચીના આ ગુણો આપ જાણો છો

 

આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જેના ઉપયોગથી આપણી ઘણી મોટી મોટી બીમારીઓને આપણે જડમૂળથી મીટાવી શકીએ છીએ. બસ જરૂર છે યોગ્ય સમજ અને થોડી ધીરજની.

તો ચાલો આજે જાણીએ રસોડામાં સોડમ વધારતી ઈલાચીની ઉપયોગીતા અને સ્વાસ્થ્ય માટે તેનો યોગ્ય ઉપયોગ

-ઈલાયચીનું ચૂરણ બનાવી કે ઈલાઈચીના તેલનો એક મહિના સુધી સેવન કરવાથી ઉબકા-ઉલટી માથાના દુખાવો જેવી બીમારી દૂર થાય છે

-એટલું જ નહીં તેના સેવનથી કોલેરા જેવી બીમારીમાં પણ રહત રહે છે.

-5 તોલા ઈલાયચી, 1 કપ બદામ અને પિસ્તાને પલાળી લો બાદમાં તેને અધકચરો પીસી લો. આ પેસ્ટને એક બોટલમાં ભરી લો. દરરોજ સવારે ગરમ દૂધમાં આ પેસ્ટ મેળવીને પીઓ તેમજ હલવો કે કંઈ મીઠાઈ બનાવો ત્યારે પણ આ પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. આનાથી આંખની કમજોરી દુર થાય છે અને યાદશક્તિ વધે છે.

-ઈલાયચીનો ભૂકો અને ઈસબગૂલને એક સરખા ભાગે મેળવી તેમાં થોડો આંબળાનો રસ ઉમેરો. તેમાંથી નાની નાની ગોળીઓ બનાવી લો. એક એક ગોળી સવાર સાંજ ગાયના દૂધ સાથે લો તેના સેવનથી સ્વપ્નદોષની સમસ્યા દૂર થશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો