
તાજેતરમાં જ આપણે સાંભળ્યુ હતું કે ફિલીપાઇન્સમાંથી 2370 પાઉન્ડનો મહાકાય મગર પકડી પાડવામાં આવ્યો હતો. દરિયાઈ વિશાળકાય જીવોથી કદાચ મરજીવા સિવાય બધા જ ડરતા હશે. સૌથી ભયાનક જીવ એટલે આપણા મનમાં પહેલી તસવીર ડાયનાસોરની સર્જાય. આજે એવા દુનિયાના 10 સૌથી ખતરનાક અને ઝેરીલા જીવને જોઇએ તસવીરોમાં...

1.કિલર ક્રોકોડાઇલઃ તાજેતરમાં જ ફિલીપાઇન્સમાં ઝડપાયેલો દૈત્યાકાર મગર
2.ધ જાયન્ટ સ્ક્વીડઃ આ ગોકળગાય જેવો દરિયાઈ જીવ આજ સુધી જીવતો ઝડપાયો નથી. દરિયાની ઉંડાણમાં જ આ જીવ જોવા મળે છે.

3.દુનિયાનો સૌથી લાંબો સ્પાઇડર, ગોલિયાથ બર્ડ ઇટર ટેરેન્ટ્યુલાઃ આ જીવ બહુ ભાગ્યે જ જોવા મળે છે. નોંધ છે કે તે એક જ વખત એક હમિંગબર્ડને મારતો જોવા મળ્યો હતો.
4.પોર્ટુગીઝ મેન ઓફ વોરઃ આ દરિયાઈ જીવને દર વર્ષે આશરે 10,000 લોકો ઓસ્ટ્રેલિયન દરિયાકિનારે નીહાળે છે. ભાગ્યે જ કોઈ જેલી ફિશનું ઝેર આના જેટલુ ઝેરી હશે.

5.ધ એમ્પીરર સ્કોર્પીયનઃ દુનિયાના સૌથી લાંબા ગણાતા આ સ્કોર્પીયન સાઉથ આફ્રિકામાં જોવા મળે છે.
6.વેમ્પાયર બેટઃ આ નાનકડો જીવ સીધુ જ લોહી ચૂસી લે છે. ભૂતની ફિલ્મોમાં પણ જો આવા જીવ દર્શાવવામાં આવે તો નવાઈ નહીં.

7.બિગ ફિશઃ દુનિયાની આ સૌથી લાંબી બોની ફિશ ગિનિસ બુકમાં પણ સ્થાન મેળવી ચૂકી છે. તેની લંબાઈ આશરે 14 ફૂટ જેટલી હોય છે અને એક વખત તેના સકંજામાં આવેલો જીવ બહાર નીકળી શકતો નથી.
8.બોક્સ જેલી ફિશઃઆ પ્રકારની બોક્સ જેલીફિશ ભલે ગમે તેટલી નિર્દોષ દેખાતી હોય, પણ વાસ્તવમાં તે ખૂબ જ ખતરનાક છે. બોક્સ જેલી ફિશના ઝેરને દુનિયામાં સૌથી વધારે ઝેરી ગણવામાં આવે છે.
9.ધ બર્મિઝ પાયથોનઃ આ બર્મિઝ પાયથોન દુનિયાનો સૌથી લાંબો અજગર છે, તે ભલભલા માણસને સેકંડમાં ગળી જવાની ક્ષમતા ધરાવે છે.

10.ધ લોકનેસ મોન્સ્ટરઃ આશરે સાતનીસદીમાં આ જીવ દરિયામાં રહેતા હોવાની વિગતો છે, પણ કેટલાક અહેવાલો પ્રમાણે આ પૃથ્વી પરનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક જીવ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો