-આ દૂધથી થઈ શકે છે ડાયેરિયા અને જોન્ડિસ જેવી બીમારીઓ
દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. ખાસ કરીને બાળકોનમાટે. પણ હાલમાં જ થયેલાં એક રિસર્ચ વિશે જાણી આપ પણ ચોકી જશો. આ રિસર્ચ દિલ્હી-એનસીઆરમાં વેચાતા સૌથી વધુ બ્રાન્ડ્સના પોલી પેક દૂધ પર કરવામાં આવ્યો હતો.
કન્ઝ્યૂમર વોઈસ સંસ્થાએ દિલ્હીમાં વેચાતી 12 બ્રાન્ડ્સના પેકેજ દૂધના સેંપલ લેવામાં આવ્યાં હતાં. જેમાં બધા જ મોટા બ્રાન્ડ શામેલ હતાં જેનું દૂધ દિલ્હીના મોટા ભાગના ઘરમાં જાય છે. આ સેંપલની લેબમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં માઈક્રોબાયોલોજિકલ પ્લેટ અને કોલિફોર્મ બેક્ટેરિયા કાઉન્ટ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું.
તેનું સૌથી મોટુ કારણ પેકેજિંગ પ્લાંટથી નિકળ્યા બાદ અને કંઝ્યુમર સુધી પહોચતા સુધી દૂધનું યોગ્ય તાપમાન મેઈન્ટેન ન થવાનું બહાર આવ્યું છે.
આ દૂધ પીવાથી બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને તેનાથી ડાયેરિયા, જોન્ડિસ જેવી બીમારીઓ થઈ શકે છે.
સંસ્થાએ ફૂડ ટેક્નોલોજિસ્ટ અશોક કંચનનું કહેવું છે કે, પેકેજ્ડ દૂધ માટે સાત ડિગ્રી તાપમાન આદર્શ માનવામાં આવે છે. પણ દુકાન સુધી પહોચવા દરમિયાન આ તાપમાન રહેતું નથી. ક્યારેક તો દૂધ બહાર કેનમાં જ મળે છે એટેલે દૂકાન પર પહોંચ્યાં બાદ પણ દૂધનું ટેમ્પરેચરનું ધ્યાન રાખવામાં આવતું નથી.
*બેક્ટેરિયાથી બચવા શું કરશો?
-કોલિફોર્મ બેક્ટેરિયા 46 ડિગ્રી તાપમાન પર નષ્ટ થઈ જાય છે. એવામાં દૂધને જો વ્યવસ્થિત રીતે ઉકાળવામાં આવે તો આ બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે જોકે કંઝ્યૂમર વોઈઝના જણાવ્યાં પ્રમાણે, દૂધને ઉકાળીને પીવાથી તેની પૌષ્ટિકતા ઓછી થઈ જાય છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો