| 12 તુલસીના પાન, 1 ચમચી આદુનુ પેસ્ટ, 3 કાળામરી, 3 ઈલાયચી, 5 ફુદીનાના પાન, 1/4 કપ પાણીમાં 1-2 મિનિટ ઉકાળો. આ ઉકાળામાં મધ મિક્સ કરો. માથાના દુ:ખાવો થાય કે છીંકો આવે ત્યારે આ ઉકાળો ફાયદાકારી રહે છે. બાળકોને આ ઓછા પ્રમાણમાં આપી શકાય છે. | |
| ગરમીમાં ખાસ કરીને નબળી વ્યક્તિઓને ચક્કર આવે છે, બેસીને ઉભા થયા બાદ આંખોની સામે અંધારા આવે છે અને ચક્કર આવી જાય છે. આવી પરિસ્થિતિમાં એક સફળ સિદ્ધ નુસ્ખો પ્રસ્તુત છે- એક કડવી, સુકી, લાંબી અથવા ગોળ દૂધી કે પછી તુંબળુ જે પાકી ગયાં પછી તેની જાતે સુકાઈ ગયું હોય તેને લઈને જે તરફ ડીંટુ હોય ત્યાંથી કાપો જેથી કરીને અંદરનો પોલો ભાગ દેખાઈ દે. આની અંદર બીજ કે સુકો ગર હોય તો ખંખેરી નાંખો. આની અંદર પાણી ભરીને 12 કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ હલાવીને પાણી કાઢી લો અને કપડા વડે બે વખત ગળી લો. આ પાણીને એવા વાસણમાં ભરો જેની અંદર તમે તમારા નાકને ડુબાળી શકો. નાકને ડુબોળીને પાણીને જોરથી ખેંચો જેથી કરીને પાણી નાકની અંદર સુધી ચઢી જાય. દિવસ દરમિયાન નાકથી પાણી ટપકતું રહેશે. પાણી ખેંચ્યા બાદ નાકને નીચું કરીને આરામ કરો. આ પ્રયોગથી બિમારી હંમેશા માટે દૂર થઈ જશે. | |
| જો તમે વધારે થકાવટ અનુવતાં હોય તો પાણીના છાંટા વડે તમે ફ્રેશનેશ અનુભવશો. સાદુ પાણી પણ તમારી ત્વચાને તરોતાજા રાખી શકે છે. તે એક પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝરની જેમ કામ કરે છે. ખીરાના રસને તમે ચહેરા પર લગાવશો તો ઠંડક અનુભવશો તેમજ સનબર્નથી પણ બચેલા રહેશો. જ્યારે ઓફીસથી આવો ત્યારે હાથ અને પગને નવાયા પાણીમાં ડુબાળી રાખો જેનાથી તમારી બધી જ થકાવટ દૂર થઈ જશે. જો તમે ઈચ્છતાં હોય તો આ પાણીની અંદર થોડુક મીઠું પણ ભેળવી શકો છો. આનાથી પગ કોમળ થઈ જશે અને સોફ્ટનર વડે પગના તળીયાને સાફ પણ કરી શકો છો. દસથી પંદર મિનિટ સુધી તમે તમારા પગને પાણીમાં રાખશો તો તેનાથી લોહીનો સંચાર પણ સારો થશે. | |
| અજમાના ઔષધીય પ્રયોગો ઘણા પ્રકારે કરવામાં આવે છે. ખાસ કરીને અપચો અને વા ને લગતાં દોષોથી બચવા માટે. આ સિવાય અજમાના બીજા પણ કેટલાયે પ્રકારના પ્રયોગો છે. જેમને મદ્યપાનની આદત હોય તેમણે રોજ બે વખત, એક ચાની ચમચી જેટલુ અજમાનું સેવન કરવાથી લાભ થઈ શકે છે. આના સુગંધિત તત્વો દારૂ માટે જે તડપ જાગે છે તેનાથી દૂર રાખવાનું કામ કરે છે. કાનમાં દુ:ખાવો થતો હોય તો અજમાના તેલનું એક ટીંપુ કાનમાં નાંખવાથી આરામ થાય છે. પેટમાં દુ:ખાવો થતો હોય તો તેને માટે પણ લાભદાયી છે. સુકી ઉધરસ થઈ હોય તો પાનના પત્તાની સાથે થોડીક માત્રામાં અજમો લેવાથી ફાયદો થઈ શકે છે. વરિયાળી અને અજમો એક સારા માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે. આર્થરાઈટિસના દર્દીઓને પગમાં દુ:ખાવો થતો હોય તો અજમાના તેલની માલિશ રાહત પહોચાડે છે. અજમાના આ બધા જ પ્રયોગો લાભદાયી છે અને સામાન્ય રીતે આનો પ્રયોગ કરી શકાય છે પરંતુ કોઈ ખાસ પરિસ્થિતિમાં પર્યાપ્ત માર્ગદર્શન અને સલાહની સાથે જ આનું સેવન કરવું. | |
| માથુ દુ:ખે ત્યારે - બામ લગાવીને એકાદ કલાક સૂઈ જાવ. કમરનો દુ:ખાવો - અજમો, સૂંઠ, મેથી, આંબા હળદરનું ચૂરણ બનાવીને રાખી મૂકો. જ્યારે પણ દુ:ખાવો થાય ત્યારે નાની ચમચી ભરીને ચૂરણ સવાર-સાંજ દૂધ સાથે લો. કમર પર તેલની માલિશ કરો. ઘૂંટણનો દુ:ખાવો - ઘૂંટણના દુ:ખાવો થાય તો સરગવાના પાંદડા પર દિવેલ લગાવી તેને ગેસ પર ગરમ કરો. પછી તેને ઘૂંટણ પર લગાવી તેને કોઈ સારા કપડાંથી બાંધી લો. આ પ્રક્રિયા 15 દિવસ સુધી સતત કરતા રહેવુ. બીપી અને ડાયાબીટિસના દર્દીઓ પણ આવુ કરી શકે છે. આની સાથે અડધી ચમચી મેથીનો પાવડર અને અખરોટનો પાવડર પણ રોજ સવારે દૂધ સાથે લેતા રહેજો. દાંતનો દુ:ખાવો - સરસિયું, મીઠુ અને હળદરથી દાંત સાફ કરો. લવિંગ દાંત નીચે દબાવી રાખવાથી ફાયદો થશે. પેટનો દુ:ખાવો - જ્યારે પેટ દુ:ખે તો અજમાને ઉકાળી તેનુ પાણી પીવુ. 1/4 ચમચી અજમો, 1/4 ચમચી વરિયાળી, ચપટી સંચળનો પાવડર લઈને ચાવો. પછી પાણી પી લો | |





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો