| - પાકી કેરી સાથે એક ગ્લાસ ભરીને ઠંડુ દૂધ 15 દિવસ સુધી રોજ પીવાથી વીર્યવૃધ્ધિ થાય છે. - સૂકા અંજીરને દૂધમાં ઉકાળીને મસળીને પીવાથી શક્તિ વધે છે, રાત્રે પલાળેલા અંજીર સવારે દૂધમાં ઉકાળીને પીવાથી હીમોગ્લોબીન વધે છે. - જો દાંત દુ:ખતા હોય તો મરીના ભૂકામાં મીઠુ અને સાધારણ સોડા નાખીને સ્ધસો, રાહત થશે. - એક ચમચી મરીના ભૂકામાં બે ત્રણ ટીપા લવિંગનુ તેલ નાખીને દાંતે ધસવાથી દાંતનો દુ:ખાવો મટે છે. - જો શરીરના કોઈ ભાગમાં સોજો આવી ગયો હોય તો મેંદીના પાનને વાટી તેની પોટીસ બનાવી સોજા પર લગાવવાથી રાહત થાય છે. | |
| - પેઢા ફૂલી ગયા હોય કે દુ:ખાવો થતો હોય તો ગરમ પાણીના કોગળા કરવા અને ઠંડુ પાણી મોઢામાં ભરવુ, આ પ્રક્રિયા ત્રણ-ચાર વાર કરીને છેલ્લે ઠંડુ પાણી મોઢામાં લેવુ. દુ:ખાવામાં રાહત થશે. - એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ, મીઠુ અને ખાંડ મિક્સ કરી પીવાથી શરીરની ગરમી શાંત થાય છે. - જેને હરસ થયા હોય તે રોગી સવારે વાસી મોઢે પાકુ પપૈયુ ખાય તો રાહત થશે. - દાઢ દુ:ખતી હોય તો હળદરની ગાંઠને દબાવી રાખવાથી ફાયદો થાય છે - ગેસ કે કબજિયાતને કારણે ખાટા ઓડકાર આવતા હોય તો એક ચમચી વરિયાળીને ઉકાળીને ગાળી લો, હવે તેમા ખડી સાકરને ભેળવી પીવાથી ફાયદો થશે. | |
| | ||
| ગેસ થાય તો સૂંઠમાં સ્વાદ મુજબ મીઠુ મિક્સ કરીને ગરમ પાણીથી સૂંઠ લેવાથી ફાયદો થાય છે. - આખા શરીરમાં દુ:ખાવો થાય તો સોડાબાઈકાર્બોનેટ અને કાચી ફિટકરી બંનેને સમાન માત્રામાં 1-1 ગ્રામ વાટીને ગરમ પાણી સાથે લેવાથી આરામ મળે છે. - જો વધુ પડતી હિચકી આવે તો ગરમ પાનીની સાથે બે લવિંગ ખાવાથી હિચકી બંધ થઈ જાય છે. - 6 લીંબુના રસમાં સુહાગા મિક્સ કરીને લગાવવાથી એક્જિમા સમાપ્ત થાય છે. | ||
| કમળો થાય ત્યારે જાંબુનો 10-15 ગ્રામ રસમાં 2 ચમચી મઘ મિક્સ કરી સેવન કરો. - 5 ગ્રામ મહેંદીના પાનને રાત્રે માટીના વાસણમાં પલાળી દો. સવારે તેને મસળીને ગાળીને રોગીને પીવડાવી દો. એક અઠવાડિયા સુધી આનુ સેવન કરવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે. - મૂળાના તાજા પાનને પાણેની સાથે વાટીને ઉકાળી લો. દૂધની જેમ ફેશ ઉપર આવી જશે. આને ગાળીને દિવસમાં 3 વાર પીવાથી કમળાનો રોગ મટે છે. - લીંબૂનો રસ આંખોમાં લગાવવાથી કમળાના રોગમાં રાહત મળે છે. - પીપળાના 3-4 નવા પાનને પાણીમાં સાફ કરી ખાંડની સાથે ઘૂંટી લો. તેને ઝીણા વાટીને 250 ગ્રામ પાણીમાં મિક્સ કરી ગાળી લો. આ શરબત રોગીને 2-2 વાર પીવડાવો. આનો પ્રયોગ 3-5 દિવસ સુધી કરો. કમળાના રોગમાં આ રામબાણ ઔષધિ છે. - તમાલપત્ર નિયમિત રૂપે ચાવવાથી કમળાનો રોગની તીવ્રતા ઘટે છે. | |
| શરદીમાં સૂકા અને ફાટેલા હોઠ પર સવાર-સાંજ કોપરેલ લગાવો, હોટમાં ચીરા નહી પડે. - ફાટેલી એડીને માટે રાત્રે સૂતાં પહેલા પેટ્રોલિયમ જેલીની સાથે કોપરેલની માલિશ કરો. સવારે કુણા પાણીથી પગને ધોઈ લો. - દાગ-ધબ્બાની ચિંતા છે તો તમે અડધી ચમચી કોપરેલમાં અડધા લીંબૂનો રસ નીચોવી ચહેરા અને કોણી પર રગડો. પછી કૂણા પાણીથી ધોઈ લો. - આંખોનો મેકઅપ સાફ કરવા માટે કોટન બોલ પર થોડુ કોપરેલ નાખો અને હળવે હાથે આખોને સાફ કરો. - કોપરેલથી સ્નાન પહેલા અને સ્નાન કર્યા પછી પણ માલિશ કરી શકાય છે. તેનાથી ત્વચા મુલાયમ અને ચમકદાર રહેશે | |





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો