યુપીના અલાહાબાદમાં એક એવુ ગામ છે, જ્યાં મોટા ભાગે જોડિયા બાળકો જ જન્મે છે. આશરે અઢીસો ઘરવાળા આ ગામમાં મોચા ભાગના બાળકો જોડિયા જ પેદા થાયછે. આ ગામમાં પાછલા 50 વર્ષમાં 108 જોડિયા બાળકોએ જન્મ લીધો છે.
અલાહાબાદ જિલ્લાના ઘૂમનગંજ વિસ્તારના ઉમરી ગામમાં એક જોડિયા પિંટુનું કહેવુ છે કે અત્યારે તો આ ગામમાં જાનવરોના પણ જોડિયા બાળકો પેદા થવા લાગ્યા છે. તેમણે જણાવ્યું છે કે આ ગામની ખૂબીની તપાસ માટે હૈદરાબાદ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ અને મુંબઈ સુધીના વિશેષજ્ઞો આવી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઈ તારણ સામે આવી શક્યું નથી. બધા આને ઈશ્વરનો ચમત્કાર જ માને છે.
લોહીના નમૂના વગેરે દ્વારા કરવામાં આવેલા પરિણામો પણ નિષ્ફળ ગયા છે. માનવામાં આવે છે કે 80 વર્ષ પહેલા આખુ આ ગામ જોડિયુ હતું. તે સમયે ગામમાં 16 જોડિયા હતા. આ પછી સતત 20 જોડિયા સંતાનો જન્મ્યા હતા. જેમાંથી બેના મોત થઈ ગયા હતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો