Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

સંતરાના જ્યૂસથી વધે છે સંધિવાનુ જોખમ

 
સંતરાનુ જ્યૂસ બધાને બહુ જ પસંદ આવતુ હોય છે. કારણ કે આ જ્યૂસ બહુ જ તાજગીસભર અને ઉર્જાસભર હોય છે. પણ બોસ્ટન યુનિવર્સિટીમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યા મુજબ દરરોજ સંતરાનુ જ્યૂસ પીવાથી સંધિવાનુ જોખમ 40 ટકા જેટલુ વધી જાય છે.

સંધિવાના રોગી માટે આ જ્યૂસ સુગરયુક્ત સોફ્ટ ડ્રિન્ક જેવુ જ છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યુ હતું કે પાછલા અમુક વર્ષોમાં પુરુષો કરતા સ્ત્રીઓ આ રોગથી વધુ પ્રભાવિત થઈ છે.

સંશોધકોનુ કહેવુ છે કે સંતરાના જ્યૂસમાં યૂરિક એસિડ હોય છે જે રક્ત માટે ઉપયોગી નથી. આનાથી તમારા સાંધાઓ પર અસર પડે છે અને તેના પર સોજા આવી જાય છે.

સંધિવા તમારા ખોરાકથી પ્રભાવિત થતો રોગ છે. વધારે લાલ મીટ અને શરાબ પીવાથી આ રોગ વધે છે. માટે સ્ત્રીઓ સંતરાના જ્યૂસથી દૂર જ રહે તો સારુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો