| રાઈનો મુખ્ય ગુણ પાચક હોય છે. પેટની અંદરના કૃમિ આના પાણીથી મરી જાય છે. રાઈની પોટલી બનાવીને જ્યાં દુ:ખાતુ હોય ત્યાં શેક કરવામાં આવે તો તુરંત જ રાહત મળે છે. રાઈના લેપથી સોજો ઉતરી જાય છે. | |
| - તજ, સુંઠ અને ઈલાયચી સરખી માત્રામાં લઈને દળીને તેનું ચુર્ણ બનાવીને મુકી રાખો. આને જમવા પહેલા એક ગ્રામ ચુર્ણ જેટલુ લો. આનાથી અરૂચિની ફરિયાદ દૂર થશે. | |
| - લાલ ડુંગળીના રસને થોડોક ગરમ કરીને તેમાં મીઠું અને લીંબુ નાંખીને ભોજનની સાથે સૉસની જેમ ખાવાથી અજીર્ણ, અરૂચિ, કબજીયાત વગેરે જેવા રોગ દૂર થશે. | |
| - કડવા રસવાળા પદાર્થ જેવા કે કારેલા અરૂચિકર હોવા છતાં પણ અરૂચિને દૂર કરે છે. કારેલા ભુખને વધારનાર અને ભોજનને પચાવનાર તેમજ અરૂચિ નાશક છે. કારેલાના શાકમાં ઓછુ તેલ અને ઓછુ મરચું મીઠું નાંખીને બનાવડાવો. યાદ રાખો કે તેને વધારે પડતું ચઢવવું નહિ. કારેલાનું આવું શાક દરરોજ ખાવાથી અરૂચિ, આફરો, કબજીયાત વગેરે જેવા વિકારો દૂર થાય છે. | |
| - શરદી ઉધરસ થઈ હોય તો એક ગ્લાસ ગરમ દૂધમાં બે ચપટી હળદર અને એક ચપટી કાળામરી નાંખીને સેવન કરો. - દાંતને ચમકાવવા માટે હળદરની સથે સિંધાલુણ ભેળવીને દાંત પર ઘસવું જોઈએ. આનાથી દાંત પરનું પીળાપણું દૂર થાય છે. | |



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો