Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

આ 5 પુરુષોથી દૂર જ રહેશો

સાચા પ્રેમીનુ નાક મોટુ હોય છે", આ કહેવત કદાચ સાચી જ હશે. ઘણી સ્ત્રીઓ એવા પુરુષોને જોઈને લલચાઈ જતી હોય છે જે તેમને માત્ર સમજદાર દેખાતા હોય છે અને જ્યારે તેમને ખબર પડે છે કે આ તો સાવ સામાન્ય અને સાધારણ છે ત્યારે પસ્તાય છે.

બધા જ પ્રેમીઓ સુપરમેન નથી હોતા ઘણા સુપર લુઝર પણ હોય છે. પ્રેમ કરવાની અદા સમયની સાથે બદલાતી હોય છે. પણ સંબંધની શરૂઆતમાં જ તમે જાણી લેતા હોય કે આ પુરુષ કેવો છે અને શું તે તમારી ધારણા મુજબનો જ છે તો આ પરેશાની નહી થાય. તમારી સહાયતા માટે અમે તમને સૂચવીએ છીએ એવા 5 પુરુષો જેનાથી તમે દૂર રહી શકો કારણ કે આવા પુરુષો સુપર લુઝર હોય છે.

મેં તને કહ્યુ હતું ને...આવા પ્રેમીઓ ખાસ પ્રકારના હોય છે. તેઓ દરેક વાતમાં ફરિયાદ કરતા રહેશે. તમે શું કર્યુ અને તમારે શું કરવુ જોઈએ અને તમારે શું ન કરવુ જોઈએ આવી દરેક બાબત માટે તેમની પાસે ઢગલો ફરિયાદ હશે. અને જો તમે કંઈક એવુ કર્યુ જે તેમના હિસાબે ખોટુ હશે તો તે તેનો ફેવરિટ ડાયલોગ બોલશે કે "મેં તને કહ્યુ હતું ને..."

ડરપોક પ્રેમીઓ...જ્યારે તમારા માતાપિતાથી તમને બચાવવાની વાત હોય કે પછી કોઈ બીજી પરેશાનીમાંથી તમને બચાવવાની વાત હોય, આવા સમયે જે પ્રેમી સૌથી પહેલો ભાગે તેની સાથે તમે કેવી રીતે જીવન વિતાવી શકો... આશા રાખીએ કે તમારો પ્રેમી આવો નથી.

શું તમે કંજૂસને પ્રેમ કરો છો? "તુ ફિલ્મની ટિકીટ લઈ લે હુ ગાડી પાર્ક કરીને આવુ છુ." શું તમારો પ્રેમી પોતાના પૈસા બચાવવા માટે આવા બહાનાઓ કરે છે. જો તમારા પિતા કરતા વધુ કમાવા કરતા તે પૈસા બચાવવા અને ખર્ચવા માટે બહાના કરતો હોય તો તે ખરેખર કંજૂસ છે. અને આવા લોકો પ્રેમ કરવામાં પણ કંજૂસાઈ કરતા હોય છે.

બંધનથી દૂર ભાગતો પ્રેમીકોઈ પણ પ્રેમસંબંધમાં પુરુષો હંમેશા સ્ત્રીઓ કર્તા બંધનમાં બંધાવા માટે ઓછા તૈયાર હોય છે. તેઓને વારેવારે નવા સંબંધો બાંધવા ગમે છે પણ કોઈ એક સંબંધમાં બંધાઈ રહેવુ નથી ગમતુ હોતુ. આનુ કારણ જે પણ હોય પણ આવા પુરુષો તમારી સાથે પણ લાંબો સમય સંબંધ ટકાવી રાખશે તેનો કોઈ જ ભરોસો નથી હોતો.

સેક્સોહોલિકઆવા પ્રેમીઓથી કોશો દૂર રહેજો. જે માત્ર અને માત્ર સેક્સ માટે થઈને તમારી સાથે હોય તેને સંભાળવો બહુ મુશ્કેલ કામ છે. જો તમારો પ્રેમી માત્ર આ કારણે તમારી સાથે છે તો તે ખરેખર એક લુઝર છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો