Translate

શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2011

ઉલટી, ઉબકા કે અપચો ગમ્મે તે બીમારી, અક્સીર ઉપાય છે ડુંગળી


પેટને લગતી કોઈપણ સમસ્યા માટે રામબાણ ઈલાજ કહી શકાય ડુંગળીને, આપ પણ તેનાં અકસીર ગુણો જાણી લો

-લોહી વિકારને દૂર કરવા માટે 50 ગ્રામ ડુંગળીના રસમાં 10 ગ્રામ ખાંડ તથા 1 ગ્રામ અને સફેદ જીરુ શેકીને ઉમેરો આ રસ પીવાથી લોહીને લગતી બીમારી દુર થાય છે.

-કબજિયાતની બીમારી દુર કરવા દરરોજ ખાવામાં એક કાચી ડુંગળી લેવી જોઈએ

-જો અપચાની તકલીફ હોય તો ડુંગળીના નાના નાના ટુકડા સમારી તેમાં લીંબુ નીચોવી તેમાં વિનેગર ભેળવી જમવામાં લો તેનાંથી અપચાની તકલીફ દુર થશે.

-નાના બાળકોને થતી અપચાની બીમારીમાં ડુંગળીના રસના ત્રણ-ચાર ટીપા ચટાડો તેનાથી લાભ થશે.

-ડાયેરિયાની બીમારી દુર કરવા પણ ડુંગળી અકસીર છે. ડુંગળીને પીસીને તેનો લેપ નાભની આસ પાસ લગાવો કાં તો કપાડંમાં બાંધી નાભી ઉપર બાંધી દો. તેનાંથી ફાયદો થશે

-નાના બાળકોમાં નસકોરી ફુટવાની (નાકમાંથી લોહી નિકળવાની) તકલીફ હોય તો નાની ડુંગળી ગળામાં બાધી દેવામાં આવે તો રાહત મળે છે.

-ઉબકા કે ઉલટીની તકલીફ હોય તો દર્દીને ડુંગળીના રસમાં થોડુ મીઠું ઉમેરીને પીવડાવવામાં આવે તો તેને રાહત મળે છે.



 
 



1 ટિપ્પણી: