Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

દરરોજ 3 કેળા ખાઓ, આટલા બધા રોગ ભાગશે


 
-તેનાથી બ્લડપ્રેશર, સટ્રોક જેવી બીમારીથી છુટકારો મળે છે

જો તમે એક કેળુ નાસ્તામાં, એક લંચમાં અને એક સાંજે ખાવ છો તો સ્ટ્રોકનો ખતરો ઓછો થઇ જાય છે. નિષ્ણાતો જણાવે છે કે, તેનાથી શરીરમાં બનતું પોટેશિયમ મગજમાં બ્લડ કલોટિંગ થવા દેતું નથી.

તેથી 21 ટકા સુધી સ્ટ્રોકની સમસ્યા હોતી નથી. બ્રિટિશ અને ઇટાલીના સંશોધકો જણાવે છે કે, પોટેશિયમના પુરવઠા માટે દૂધ, માછલી, પાલક, દાળ અને નટ્સનો ઉપયોગ કરનારાઓને પણ સ્ટ્રોકનો ખતરો ઓછો થઇ જાય છે.

અગાઉ પણ કરવામાં આવેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, કેળાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને સ્ટ્રોકથી રક્ષણ કરે છે.

અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જર્નલમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ સંશોધન માટે 60 વર્ષથી ઓછી વયના લોકોને પસંદ કરવામાં આવ્યા હતા.

સંશોધનમાં એવું શોધી કાઢવામાં આવ્યું કે, કેળાં અથવા પોટેશિયમ આપનાર અન્ય ખાદ્ય પદાર્થોનું સેવન નહીં કરનારાઓમાં 1600 મિલીગ્રામ પોટેશિયમ મળ્યું.

જ્યારે એક દિવસમાં વયસ્કને 3500 મિલીગ્રામ પોટેશિયમની જરૂર હોય છે. જે લોકોએ કેળાંનું સેવન કર્યું, તેમનામાં 5000 મિલીગ્રામ પોટેશિયમ મળ્યું, જે સ્ટ્રોક રોકવા માટે પૂરતું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો