Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

પૂજા ઘરમાં કેમ સાવરણી કે ડસ્ટબીન ન રાખવી?


 
કહેવાય છે કે રોજ નિયમિતરીતે ભગવાનની પૂજા આરાધનાથી માનસિક શાંતિ મળે છે. પૂજાથી સકારાત્મક ઊર્જા મળે છે. પૂજાથી મળતી આ ઊર્જાથી વ્યક્તિ પોતાનું કામ વધુ એકાગ્રતાથી કરવા લાગે છે પરંતુ પૂજાનું પૂરું ફળ મળે તેની માટે જરૂરી છે કે પૂજાઘર વાસ્તુ પ્રમાણે હોય. પૂજા ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

આમ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજાઘર ઈશાન ખૂણામાં હોવું જોઈએ કારણ કે ઈશાન ખૂણામાં બેસીને પૂર્વ દિશા તરફ મોં કરી પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. કારણ કે એ દિશા તરફથી બધી જ સારી દિશાઓ કે સકારાત્મક ઊર્જાઓની વર્ષા થાય છે. ઇશાન સાત્વિક ઊર્જાનો પ્રમુખ સ્ત્રોત હોય છે. કોઈ પણ ભવનમાં ઈશાન ખૂણો સૌથી ઠંડો ભાગ છે.

વાસ્તુ પુરુષનું માથુ ઈશાનમાં હોય છે. જે ઘરમાં ઈશાન ખૂણામાં દોષ હશે તે ઘરના લોકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.

એટલે ઘરને આ ખૂણામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ એવી માન્યતા છે કે પૂજા ઘરને ઈશાન ખૂણો અર્થાત્ ઉત્તર-પૂર્વ ખૂણામાં ઝાડુ અને ડસ્ટબીન વગેરે ન રાખવા જોઈએ કારણ કે એમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને ઘરમાં બરકત નથી રહેતી અર્થાત્ સમૃદ્ધિ નથી રહેતી. એટલે વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે એક અલગ કપડું જ રાખવું જોઈએ અને તેને પણ સ્વચ્છ રાખીને જ સફાઈ કરવી જોઈએ.

બીજુ પૂજા કરતી વખતે સાવરણી અને કચરાંપેટી નજીકમાં હોય તો તેનાથી ભગવાનનું ધ્યાન કે પૂજામાં સારી રીતે મન નથી લાગતું એટલા માટે પણ નજીકમાં આ પ્રકારની નકારાત્મક ઊભી કરે તેવી વસ્તુઓ ન રાખવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો