Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

ગર્ભવતી સ્ત્રીને મૃતદેહ ના બતાવવો જોઇએ કારણકે..

 
આપણા ત્યાં છોકરાઓના જન્મ પુર્વે અનેક પરંપરાઓ છે જેનું ગર્ભવતી મહિલાઓએ પાલન કરવાનું હોય છે. એવી જ એક પરંપરા છે ગર્ભવતી સ્ત્રીને લાશ નહી દેખાડવાની અને જે ઘરમાં મૃત્યુ થયું હોય તે ઘરની આસપાસ પણ ના જાવું જોઇએ.
આજકાલના મોટાભાગવા લોકો આ પરંપરાનું પાલન કરતા નથી અને આ વાતને અંધવિશ્વાસમાં ખપાવી દે છે,પણ આ માન્યતા કે પરંપરા એ માત્ર માન્યતા પુરતી જ નથી એની પાછળ ઘણા કારણો છુપાયેલા છે.

એનુ મુખ્ય કારણ છે કે જે ઘરમાં મોત થઇ હોય ત્યાંનુ વાતાવરણ દુખમય હોય છે.આખો પરિવાર શોકમય હોય છે.

આવું વાતાવરણ જોઇ ગર્ભવતી મહિલાના ગર્ભમાં પાંગરી રહેલો ગર્ભ પર નકારાત્મક પ્રભાવ પડે છે.

જો કોઇ મહિલાના પ્રિયજનની મોત થઇ હોય તો તેનાથી તેને મોટો આઘાત પહોંચે છે અને એનાથી આવનાર શિશુને નુકસાન થઇ શકે છે.

આ ઉપરાંત અન્ય એક વૈજ્ઞાનિક કારણ છે કે મૃત વ્યકિતના શરીરમાં ઘણા પ્રકારના બેકટેરિયા હોય છે જેનું ખુબ ઝડપથી સંક્રમણ થાય છે.

ગર્ભવતી મહિલા શારીરિક રૂપથી વધારે મજબુત હોતી નથી એટલે આ મૃત શરીરમાંથી નીકળનારા બેકટેરિયા એને વધારે પ્રમાણમાં પ્રભાવિત કરે છે.

આનાથી આવનાર શિશુ અને માં બન્ને આ સંક્રમિત થઇ શકે છે, એટલે આપણા ત્યાં ગર્ભવતી મહિલાને મૃતદેહ બતાવવો ના જોઇએ અને જે ઘરમાં દેહાંત થયું હોય ત્યાં ના લઇ જવું જોઇએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો