Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

ગર્ભવતી સ્ત્રીઓને ધર્મગ્રંથો વાંચવાની સલાહ આપવામાં આવે છે

ગર્ભવતી સ્ત્રીઓને ધર્મગ્રંથો વાંચવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ તેમના પેટમાં ઊછરી રહેલા બાળકનું જ્ઞાન વધારે છે. વિજ્ઞાન પ્રમાણે ગર્ભમાં ઊછરી રહેલ બાળક પણ વિચારે-સમજે અને બધા અવાજોને સાંભળે પણ છે. એટલા માટે નવજાત બાળકમાં સુસંસ્કારનો વિકાસ થાય એ હેતુથી ગર્ભવતી મહિલાઓને ધર્મગ્રંથ વાંચવા જોઈએ. માતાના ગર્ભમાં બાળક બહાર ઘટી રહેલી બધી ઘટનાઓ અને અવાજને માતાના કાન અને મગજ દ્વારા સારી રીતે સમજે છે.

તેનું સૌથી સારું ઉદાહરણ છે મહાભારતમાં જોવા મળે છે. મહાભારતમાં પાંડુ પુત્ર અર્જુનની પત્ની સુભદ્રા જ્યારે ગર્ભવતી હતી ત્યારે અર્જુને સુભદ્રાને યુદ્ધમાં ચક્રવ્યૂહ ભેદવાનું રહસ્ય સમજાવી રહ્યા હતા, ત્યારે સુભદ્રાના ગર્ભમાં ઊછરી રહેલા અભિમન્યુએ આ બધી જ વાત સાંભળી બતી. જ્યારે અર્જુન ચક્રવ્યૂહ ભેદવાની અડધી નીતિ બતાવી ચૂક્યા હતા તે વખતે જ સુભદ્રાએ ઊંઘ આવી ગઈ. જેના લીધે અભિમન્યુ ચક્રવ્યૂહને ભેદવાનું રહસ્ય જાણી શક્યો પરંતુ ચક્રવ્યૂહમાંથી પાછા કેવી રીતે ફરવું તે રહસ્ય ન સાંભળી શક્યો કારણ કે તેની માતા સુભદ્ર સૂઈ ગઈ હતી.

આ કારણે જ મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય દ્વારા રચિત ચક્રવ્યૂહ અભિમન્યુના વધનું કારણ બન્યું હતું. આ ઘટનાથી સિદ્ધ થાય છે કે જો ગર્ભવતી સ્ત્રીઓ પોતાના સંતાનને સુસંસ્કારી અને ગુણવાન બનાવવા માંગતી હોય તો તેમને ધર્મગ્રંથો વાંચવા જોઈએ અને સારી બાબતો જ વિચારવી જોઈએ. ગર્ભવતી મહિલાઓ જેવા વિચાર, જેવો ખોરાક, જેવો સ્વભાવ રાખશે, જે પણ જોશે કે સાંભળશે જેવા જ બધા ગુણો તેના સંતાનમાં આવી જાય છે.

આ ગ્રંથોમાં ખાસ કરીને રામના ચરિત્ર માટે રામાયણ, રામચરિતમાનસ , ભાગવદગીતા જેવા ખાસ પુસ્તકો વાચવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો