Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

આ સમયે ઘરમાં ઝાડુ-પોતા ન કરશો, કેમ કે..

આપણા રોજના કાર્યોમાં સૌથી મહત્વપૂર્ણ કામ છે ઘરની સફાઈ. કહેવાય છે કે જે ઘરમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ત્યાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. એટલે રોજ-રોજ ઘરની સફાઈ કરવી અનિવાર્ય છે.

વાસ્તુ પ્રમાણે સાંજના કે રાતના સમયે ઘરની સાફ-સફાઈ કરવા ઉપર નિષેઘ કરવામાં આવેલ છે. સવારે સફાઈ કર્યા બાદ ઘરના બધા સદસ્યોએ નહાઈ લેવું જોઈએ. જેનાથી શરીર ઉપર લાગેલ કીટાણુ-બેક્ટેરિયા સાફ થઈ જાય. કીટાણુઓથી બીમારી થવાની સંભાવના વધી જતી હોય છે.

જો રાતના સમયે સફાઈ કરવામાં આવે તો તે બધા જ કીટાણુઓ ઘરના લોકના શરીર ઉપર ચોટી જાય છે. રાતના સમયે બધા લોકો નહાતા નથી હોતા. એવી વખતે તે કિટાણુઓથી આપણા સ્વાસ્થ્ય ઉપર ખતરો રહે છે. એટલે એ ખતરાઓથી બચવા માટે રાતના સમયે સાફ-સફાઈ, ઝાડુ-પોતા કરવા ન જોઈએ.

સાથે જ શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે, સાંજના સમયે ઘરમાં પોતુ કરવાથી કે ઝાડુ લગાવવાથી ઘરમાં અલક્ષ્મી વાસ કરવા લાગે છે એટલે કે લક્ષ્મી રિસાઈ જાય છે. જે આજના દિવસ-રાત એક કરતા મહેનતુ લોકોને પોષાય નહીં. એટલે લક્ષ્મીનો વાસ ટકાવી રાખવા માટે પણ સાંજના સમયે સાફ-સફાઈમાં ધ્યાન રાખવું. વડીલો તો ત્યાં સુધી કહે છે કે, સાંજે-કે રાતના સમયે થતો કચરો ઘરની બહાર કાઢવો ન જોઈએ. એટલે તેને માત્ર એકઠો કરીને એક જગ્યાએ રાખી દેવો જોઈએ.

પોતુ કરવા માટે પાણીમાં થોડુ મીઠું નાખી દેવું જોઈએ, કારણ કે એમ કરવાથી ઘરનો વાસ્તુદોષ ઓછો થાય છે. આ પાણીથી બીમારી ફેલાવતા કીટાણુઓનો નાશ થાય છે. સાથે જ મીઠુ નકારાત્મક શક્તિઓને દૂર પણ કરે છે. ઘરના વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી જાય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો